________________
શ્યામંજરી
साम्प्रतमक्षरार्थो व्याक्रियते। सतामपीत्यादि । सतामपि - सबुद्धिवेद्यतया साधारणानामपि, षण्णां पदार्थानां मध्ये क्वचिदेव - केषुचिदेव पदार्थेषु सत्ता = सामान्ययोगः स्याद् = भवेत्, न सर्वेषु । तेषामेषा वाचोयुक्तिः - सदिति । यतो " द्रव्यगुणकर्मसु सा सत्ता" इति वचनाद् यत्रैव सत्प्रत्ययस्तत्रैव सत्ता । सत्प्रत्ययश्च द्रव्यगुणकर्मस्वेव, अतस्तेष्वेव सत्तायोगः। सामान्यादिपदार्थत्रये तु न, तदभावात्। इदमुक्तं भवति । यद्यपि वस्तुस्वरूपं अस्तित्वं सामान्यादित्रयेऽपि विद्यते तथापि तदनुवृत्तिप्रत्ययहेतुर्न भवति । य एव चानुवृत्तिप्रत्ययः स एव सदितिप्रत्यय इति, तदभावाद् न सत्तायोगस्तत्र । द्रव्यादीनां पुनस्त्रयाणां षट्पदार्थसाधारणं वस्तुस्वरूपम् अस्तित्वमपि विद्यते । अनुवृत्तिप्रत्ययहेतुः सत्तासम्बन्धोऽप्यस्ति । निःस्वरूपे शशविषाणादौ सत्तायाः समवायाभावात् ॥
કહેવાય. ‘આ તન્તુઓમાં પટ' વગેરે પ્રત્યયો તે બેમાં રહેલા પરસ્પરઆશ્રયઆશ્રયીભાવના જ્ઞાપક છે. આવા પ્રત્યયો થવામાં અસાધારણ કારણ સમવાયસંબંધ છે. તન્તુવગેરેરૂપ પોતાના કારણોના સામર્થ્યથી પટ વગેરે કાર્યો ઉત્પન્ન થાય છે. “ઉત્પન્ન થતું કાર્ય પોતાનાં સમવાયીકારણમાં (=ઉપાદાનકારણ)૨હે” એવી વ્યાપ્તિ હોવાથી પટ (=કપડું)પોતાના ઉપાદાન કારણ તંતુઓમાં રહે છે. આમ ઉત્પન્ન થતા પટનો તંતુઓ સાથે સંબંધ થવામાં સમવાય નિયામક છે. જેમ કે છેદનક્રિયા છેધ-છેદવાયોગ્ય વસ્તુ સાથે સંબંધિત થાય છે, ત્યાં ‘સમવાય' કારણ છે. આ સમવાય પણ દ્રવ્યાદિના લક્ષણથી ભિન્ન લક્ષણવાળો હોવાથી દ્રવ્યાદિથી ભિન્ન છે. જેમ કે આ સમવાયનો દ્રવ્યાદિ પાંચે સાથે સંબંધ છે. તેથી આ સમવાય પાંચથી વિલક્ષણ છો પદાર્થ છે.
આ પ્રમાણે વૈશેષિકદર્શનનું સ્વરૂપ બતાવ્યું. હવે કાવ્યનું વિવરણ કરે છે. સત્ પદાર્થોમાં પણ– સત્ બુદ્ધિમાં સમાનરૂપે ‘સત્' તરીકે વિષય બનતા છ પાર્થોમાં પણ કયાંક-કેટલાક પદાર્થોમાં જ સત્તા-સામાન્યનો યોગ હોઇ શકે. બધામાં નહીં. અર્થાત્ સતરીકેની બુદ્ધિ છ એ પદાર્થમાં સમાનરૂપે થતી હોવા છતાં સત્તા છ એ પદાર્થમાં નથી. પરંતુ દ્રવ્ય—ગુણ-કર્મ, આ ત્રણમાં જ છે. આ પ્રમાણેનું નિરુપણ કરવામાં તેઓ (વૈશેષિકો)આ
૧. આ સિવાય પણ વૈશેષિકોએ ‘અભાવ' ને છથી ભિન્ન પદાર્થરૂપે સ્વીકાર્યો છે.' દ્રવ્યાવિદ્ભાવપાર્થપ્રતિયોશિમંત્ત્વમ્ (અર્થાત્ દ્રવ્યાદિ છપદાર્થો ભાવરૂપે એક જ છે. આ ભાવપદાર્થથી ભેદવાળાપણે અભાવત્વ છે.) અથવા બુદ્ધિમાં ભાવપદાર્થ તરીકે જે વિષય બને છે, તેજ ન′ પૂર્વક હોય ત્યારે ભાવતરીકે વિષય બનતો નથી. આમ નગ્ (નકાર)થી જેનો ઉલ્લેખ થાય તે અભાવ છે. અથવા પ્રતિયોગિજ્ઞાનાધારિતજ્ઞાન વિષયત્વમભાવત્વમ્ '' અર્થાત્ જે વસ્તુનો (પ્રતિયોગીનો) અભાવ હોય, તે વસ્તુનાં જ્ઞાનને આધારિત જ્ઞાનના વિષયવાળા તરીકે પણ અભાવ સિદ્ધ થાય છે. આ અભાવના બે ભેદ (૧) અન્યોન્યાભાવ- અન્યોન્યસ્મિન્તાવાન્થેન સમવનમ્ અન્યોન્યામાવઃ। પરસ્પરમાં પરસ્પરનાં અભેદનો અભાવ–અન્યોન્યાભાવ’ તાદાત્મ્ય=અભેદ. જયારે બે વસ્તુનાં પરસ્પરભેદનું નિરૂપણ હોય, ત્યારે આવા પ્રકારનો અભાવ હોય છે. આ અભાવ દર્શાવવા બન્ને પદાર્થવાચક શબ્દો પ્રથમા વિભક્તિમાં હોય, અને વચ્ચે ‘ન' હોય. દા. ત. ઘટો ન પટઃ । (ધડો કપડો નથી) (૨) સંસર્ગભાવ. તેના ૩ ભેદ છે. (૧) પ્રાગભાવ: ાયંસ્ય ઉત્પન્ને પ્રાશ્ર્વપ્રતિયોસિમવાયિrરવૃત્તિઃ પ્રાપાવ – કાર્યની ઉત્પત્તિ પહેલાં કાર્યનાં સમવાયિકારણમાં કાર્યનો જે અભાવ છે. તેને પ્રાગભાવ (પ્રાગ અભાવ) કહે છે. આ અભાવ અનાદિ સાન્ત કહેવાય છે. (૨)
સાભાવ:- ાર્યસ્ત્રોત્પત્યનનાં સ્વપ્રતિયોÇિમવાયિાગવૃત્તિઃ। કાર્યની ઉત્પત્તિ થયા પછી કાર્યનાં સમવાયિકારણમાં કાર્યનો (નાશરૂપ)જે અભાવ તે ધ્વંસાભાવ. આ અભાવને જન્ય અભાવ (=ઉત્પત્તિ યોગ્ય અભાવ) પણ કહે છે. આ અભાવ સાદિ અનન્ત છે. (૩) અત્યંતાભાવ:- ચૈાક્તિત્વ ક્ષતિ સંસર્વાચ્છિન્નપ્રતિયોગિતાજોઽમાવઃ । (૧)જે અભાવ ત્રૈકાલિક હોય અર્થાત્ નિત્ય હોય. તથા (૨) સંસર્ગ સંબંધ. જે સંબંધથી પ્રતિયોગી (=ભાવપદાર્થ) પોતાના આધારમાં રહે તે સંબંધ. અહીં સંયોગ, સમવાય કે સ્વરૂપ એ ત્રણમાંથી કોઇપણ એક સંબંધ લેવાનો. – આવા સંબંધથી અવચ્છિન્નપ્રતિયોગીનો અભાવ અત્યંતાભાવ કહેવાય. દા. ત. આ ભૂમિપર ધડો નથી. અન્યોન્યાભાવ પણ ત્રૈકાલિક છે, પણ તે અભાવમાં તાદાત્મ્યસંબંધ પ્રતિયોગિતાઅવચ્છેદક છે. (નિમિત્તભૂત છે.) જયારે અત્યન્તાભાવમાં સંયોગાદિસંબંધો પ્રતિયોગિતાવચ્છેદક છે. તેથી ‘સંસર્ગ' શબ્દ પ્રયુક્ત કર્યો. અભાવનું જે અધિકરણ છે તેને જ અભાવરૂપ માનવામાં અધિકરણ અનન્ત હોઇ અનન્ત અભાવ માનવાપ ગૌરવ હોવાથી અભાવને એક સ્વતંત્ર પદાર્થ માન્યો છે.
સમવાયનું સ્વરૂપ
77