________________
સ્યાતામંજરી
तथाऽस्मद्विशिष्टानां योगिनां नित्येषु, तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु मुक्तात्ममनस्सु चान्यनिमित्तासंभवाद्येभ्यो निमित्तेभ्यः प्रत्याधारं विलक्षणोऽयं विलक्षणोऽयमिति प्रत्ययव्यावृत्तिः, देशकालविप्रकृष्टे च परमाणौ ' स एवायम् । इति प्रत्यभिज्ञानं च भवति, तेऽन्त्या विशेषा” इति । अमी च विशेषरूपा एव न तु द्रव्यत्वादिवत् सामान्यविशेषोभयरूपाः, व्यावृत्तेरेव હેતુત્વાત્ ॥
तथा अयुतसिद्धानामाधार्याधारभूतानामिहप्रत्ययहेतुः सम्बन्धः समवाय इति । अयुतसिद्धयोः (यः) परस्परपरिहारेण पृथगाश्रयानाश्रितयोराश्रयाश्रयिभावः (तस्य) 'इह तन्तुषु पटः' इत्यादेः प्रत्ययस्यासाधारणं कारणं समवायः, यद्वशात् स्वकारणसामर्थ्यादुपजायमानं पटाद्याधार्यं तन्त्वाद्याधारे सम्बध्यते, यथा छिदिक्रिया छेद्येनेति । सोऽपि द्रव्यादिलक्षणवैधर्म्यात् पदार्थान्तरम् । इति षट् पदार्थाः ॥
આવા પરમાણુઓમાં જે પરસ્પરથી વ્યાવૃતિની બુદ્ધિ થાય છે. તેમાં હેતુતરીકે વિશેષને સ્વીકાર્યો છે. સર્વ પરમાણમાં આ વિલક્ષણ છે ‘આ વિલક્ષણ છે' એવી બુદ્ધિ તે–તે પરમાણુમાં રહેલ વિશેષ કરાવે છે. અને અગાઉ અમૂક સ્થાને જોયેલા પરમાણુને અમુક સમય પછી અન્યત્ર જુએ ત્યારે આ તે જ પરમાણુ છે. એવી જે પ્રત્યભિજ્ઞા થાય છે. તેમાં પણ તે પરમાણુગત વિશેષ જ કારણ છે. આમ પરમાણુ વગેરેમાં એકબીજાથી વિશેષરૂપે બુદ્ધિ કરાવવામાં અને એક જ પરમાણુ ભિન્ન દેશ–કાળમાં રહ્યો ત્યારે પણ તે જ આ છે” એવી પ્રત્યભિજ્ઞા કરાવવામાં હેતુતરીકે વિશેષ સિદ્ધ થાય છે. આ વિશેષો માત્ર વિશેષરૂપે જ છે, દ્રવ્યત્વાદિની જેમ સામાન્ય-વિશેષ ઉભયરૂપ નથી. કારણ કે તેઓ માત્ર વ્યાવૃત્તિનાં જ હેતુ છે. તેથી જો તેઓનું સામાન્યરૂપ માનવામાં આવે, તો સ્વરૂપાતન છે—જે આગળ બતાવશે.
સમવાયનું સ્વરૂપ
અયુતસિદ્ધ આધાર્ય (આધેય)અને આધારભૂત પદાર્થોમાં જે ‘' પ્રત્યય થાય છે, તેમાં હેતુભૂતસંબંધ સમવાય છે. પરસ્પરને વર્જીને ભિન્ન આશ્રયમાં નહિ રહેવાવાળા ગુણ—ગુણી ઇત્યાદિ પદાર્થો અયુતસિદ્ધ ૧. સ્વત: વ્યાવૃત્ત વિશેષ નામનાં અષ્ટપદાર્થની ક્લ્પના કેવી રીતે ઉદ્ભવી? એવી આશંકાના સંદર્ભમાં વૈશેષિકો આવું સમાધાન આપે છે. – સમાન દેખાતા બે ધડાઓમાં ભેદ, એક જ ઘડાનાં બે અવયવોમાં ભેદ, એક જ અવયવના બે પેટા અવયવોમાં ભેદ, યાવત્ બે ચણકમાં ભેદ, પોત-પોતાના અવયવોના ભેદને કારણે થાય છે. કેમ કે અવયવીનો ભેદ અવયવના ભેદને આધીન છે. પરંતુ એક ચણકમાં રહેલાં બે નિરવયવ-પરમાણુઓનાં ભેદમાં કારણ કોણ? શંકા:- પરમાણુઓને સર્વથા અભિન્ન માનવામાં શો વાંધો છે? સમાધાન:- જો પરમાણુઓ સર્વથા અભિન્ન સર્વથા એક સરખા હોય, તો તેઓ એક જ હોય. કારણ કે સર્વથા અભિન્ન વસ્તુઓ એક જ હોય છે. તેથી એક પરમાણુ દ્વારા ચણક બની ન શકે. તેથી ઉપર ઉપરના કાર્યો પણ થઇ શકે નહિ. આમ ઘટપટ વગેરે સર્વ કાર્યો અનુપપન્ન બને. તેથી પરમાણુઓમાં ભેદ માનવો આવશ્યક છે. પરંતુ આ ભેદ અવયવના ભેદથી ઉપપન્ન નથી, કેમ કે પરમાણુ પોતે નિરવયવ છે. તેથી આ ભેદને સિદ્ધ કરવા સર્વ પરમાણુઓમાં અલગ-અલગ વિશેષની કલ્પના આવશ્યક છે. આ પરમાણુ આ પરમાણુથી ભિન્ન છે. વિશિષ્ટ છે. સ્વતંત્ર છે.' ઇત્યાદિ બુદ્ધિ વિશેષ વિના અનુપપન્ન થાય છે. તેથી પરમાણુઓની વ્યાવૃત્તિ (-ભેદ ) પ્રત્યયના હેતુ તરીકે વિશેષ સિદ્ધ થાય છે. અનંતપરમાણુઓમાં રહેલા આ અનંત વિશેષોના પરસ્પર ભેદમાં હેતુતરીકે વળી નવા પદાર્થની ક્લ્પના કરવામાં અનવસ્થાદોષ આવે અને વિશેષની કલ્પનાનિરર્થક થાય. તેથી જે અનુમાનથી વિશેષની સિદ્ધિ થાય છે, તે જ અનુમાનથી લાઘવતર્કની સહાયથી વિશેષ સ્વત: વ્યાવૃત્ત સિદ્ધ થાય છે. વિશેષની સિદ્ધિની અનુમાન પ્રક્રિયા આ છે. ‘ચણકનો ઉત્પાદ બે સ્વતંત્ર પરમાણુ વિના અનુપપન્ન છે” આમ અન્યથા અનુપપત્તિરૂપ હેતુથી બે પરમાણુઓ વચ્ચે ભેદની સિદ્ધિ થાય છે. પછી “પરમાણુથપેટ્ નિશ્ચિયોગ્યો મેળ્વાત્ પાનમેક્પ્રયુૌપટમેળ્વત્” આ અનુમાન દ્વારા વિશેષની સિદ્ધિ થાય છે, અનુમાનનો અર્થ–બે પરમાણનો ભેદ (પક્ષ )કોઇકથી પ્રયોજયછે. (સાધ્ય) (=બે પરમાણના ભેદમાં કોઇક કારણ છે.) કેમ કે તે ભેદરૂપ છે (હેતુ), જેમ કે ધડાઓનો ભેદ તેઓના અવયવભૂત કપાલોના ભેદથી પ્રયુક્ત છે. (દૃષ્ટાંત)
કાવ્ય - ૪
76