Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્થાપ્નાદમંજરી किञ्च, प्रेक्षावतां प्रवृत्तिः स्वार्थकरु णाभ्यां व्याप्ता। ततश्चायं जगत्सर्गे व्याप्रियते स्वार्थात् कारुण्याद् वा ? न तावत् । * स्वार्थात्, तस्य कृतकृत्यत्वात्। न च कारुण्यात्, परदुःखप्रहाणेच्छा हि कारुण्यम् । ततः प्राक् सर्गाद् । जीवानामिन्द्रियशरीरविषयानुत्पत्तौ दुःखाभावेन कस्य प्रहाणेच्छा कारुण्यम् । सर्गोत्तरकाले तु दुःखिनोऽवलोक्य
कारुण्याभ्युपगमे दुरुत्तरमितरेतराश्रयम्, कारुण्येन सृष्टिः सृष्ट्या च कारुण्यम् । इति नास्य जगत्कर्तृत्वं कथमपि सिड्चति॥ લકે તેમાં ઘણા દોષો આવે તેમ છે. તેથી માત્ર ઇચ્છાની પોતાની હાજરી (સત્તા)જ પોતાનાં સ્વરૂપની પ્રાપ્તિમાં નિક હેતુ છે. અર્થાત ઇશ્વરને આ ઇચ્છાઓ હેતુ વિના સ્વત ઉત્પન્ન થયેલી છે. એમ માનવું પડશે. આવી ઇચ્છાઓ હમેશા શું કામ સર્જનની પ્રવૃત્તિમાં ઈશ્વરને પ્રવર્તાવે? (અહીં કહેવાનો ભાવ એવો છે કે, જો ઈશ્વરને સર્જન કરવાની ઈચ્છા સ્વત: જ હેય, તો તે ઇચ્છા શા માટે હંમેશા ન રહે? સ્વત: ઉત્પત્તિશાલીનો વિનાશ અન્યથી ન સંભવી શકે. એટલે કે તે વસ્તુ વાસ્તવમાં નિત્ય જ છે. કેમ કે, જેનું જે સ્વરૂપે બીજા કોઇની અપેક્ષા વિના હોય તેનું તે સ્વરૂપ હંમેશા રહે જ. (જેમ કે આકાશનું સ્વરૂપ. તેથી નિત્ય એવી ઈચ્છા શા માટે નિત્યપ્રવૃત્તિ ન કરાવે? તેથી પૂર્વોક્ત દોષો અહીં ઊભા જ છે.).
પૂર્વપક્ષ:- અમે ઈશ્વરને (૧)બુદ્ધિ (૨) ઇચ્છા (૩)પ્રયત્ન (૪)સંખ્યા (પ) પરિમાણ (૬)પૃથક્વ (૭)સંયોગ અને (૮)વિભાગ. એ આઠ ગુણોથી યુક્ત માનીએ છીએ. આ આઠ ગુણો દ્વારા ઇશ્વર જૂદા-જૂદા કાર્ય કરે છે. તેથી નિત્ય એક માત્ર સર્જનની આપત્તિ નથી.
ઉત્તરપલ :- આમ માનવામાં નિત્યસર્જનનો દોષ નહીં રહે, પણ ઇશ્વરનાં એ જૂદા-જૂદા દરેક કાર્યો વાસ્તવમાં ઈશ્વરની કૃતિ (પ્રયત્ન)થી જ ઉત્પન્ન થાય છે. અને આ કૃતિ ઇચ્છાથી ઉત્પન્ન થાય છે. ઈશ્વર દ્વારા થતાં કાર્યોમાં ભેદ ઈશ્વરની કૃતિનાં ભેદ વિના ઘટી ન શકે. તેથી ઇશ્વરનાં પ્રયત્નમાં ભેદ સિદ્ધ થાય છે. અને આ કૃતિનો ભેદ અન્યથાઅનુ૫૫ન થવા દ્વારા ઇચ્છાના ભેદનું અનુમાન કરાવે છે. આમ કાર્યમાં ભેદથી ઇશ્વરની ઈચ્છાઓ પણ વિષમરૂપવાળી ભાસિત થાય છે. અતઃ ઇશ્વરની અનિત્યતાની હાનિ કેવી રીતે અટકાવી શકાશે? કેમ કે વિષમરૂપવાળી ઇચ્છાઓ વિષમરૂપવાળા ભિન્નરૂપવાળા ઇશ્વરને જ સિદ્ધ કરે છે.
ઈશ્વરનું જગન્દ્રય કાયથી પણ અસિદ્ધ" વળી પ્રજ્ઞાવાન પુરુષોની કોઇપણ પ્રવૃત્તિ સ્વાર્થ કે બીજા પ્રત્યેની કરુણાથી જ થતી હોય છે, તે સિવાય થતી નથી. ઈશ્વર પણ પ્રજ્ઞાવાન હેવાથી તેની જગતકરણ પ્રવૃત્તિ સહેતુક છે. તો હવે તેની જગતની રચનામાં | કોણ હેતુ છે? સ્વાર્થ કે કરુણા? તે પ્રશ્ન રહ્યો. તેમાં સ્વાર્થરૂપ પ્રયોજનથી આ પ્રવૃત્તિ થાય છે, એમ માની શકાય તેમ નથી. કારણ કે ઈશ્વર “કૃતકૃત્ય' તરીકે જ સમ્મત છે. તેથી ઇશ્વરનું પોતાનું કોઈ પ્રયોજન બાકી નથી. તેથી ઇશ્વરની પ્રવૃત્તિ સ્વાર્થ માટે નથી, તેમ જ ઇશ્વરની આ પ્રવૃત્તિ કરુણાથી થતી પણ સિદ્ધ નથી. બીજાનાં દુઃખોનો નાશ કરવાની ઈચ્છા કરુણા છે. ઇશ્વરે સૃષ્ટિ સજી એ પહેલાં જીવોના શરીર, ઇન્દ્રિય અને ઇન્દ્રિયનાં વિષયો=અર્થો (શબ્દાદિ)હતા નહી. તમે તૈયાયિક-વૈશેષિકોએ પણ શરીરાદિને દુ:ખનાં હેતુઓ તરીકે
અને હેયરૂપ ગણ્યા છે. સૃષ્ટિ પહેલાં એ બધાનો અભાવ હોવાથી જીવોને દુ:ખ હતું જ નહિ એ સિદ્ધ છે. તેથી છે ઇશ્વરે કોના દુઃખનો નાશ કરવાની ઇચ્છાથી સૃષ્ટિ બનાવી? અર્થાત તે વખતે કોઈ–પણ જીવ ઈશ્વરની કરુણાનો વિષય હતો નહીં કે જેને ખાતર ઇશ્વર સુષ્ટિ બનાવે.
પૂર્વપક્ષ:- સુષ્ટિના સર્જન પછી જીવોને દુઃખી જોઈને જ ઈશ્વરની કરુણાયુક્ત પ્રવૃત્તિ થાય છે. અર્થાત $ ઇશ્વર કણાવાળો થઈને પ્રવૃત્તિ કરે છે, તે સિદ્ધ થાય છે.
ઉત્તરપક્ષ - આમ માનવામાં તો ઇતરેતરાશ્રયદોષ આવે છે. કારણ કે, ભગવાને કરુણાથી સૃષ્ટિ સર્જી
'
'
'
'
'
'
'
સરકારક
કાવ્ય - ૬
s