Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
મમમમમ
:
:
સ્થાપ્નાદરી अतत्स्वभावपक्षे तु न जातु जगन्ति सृजेत् तत्स्वभावायोगाद् गगनवत्। अपि च तस्य एकान्तनित्यस्वरूपत्वे सृष्टिवत् । संहारोऽपि न घटते। नानारूपकार्यकरणेऽनित्यत्वापत्तेः। स हि येनैव स्वभावेन जगन्ति सृजेत् तेनैव तानि संहरेत् स्वभावान्तरेण वा? तेनैव चेत्? सृष्टिसंहारयोर्योगपद्यप्रसङ्गः, स्वभावाभेदादेकस्वभावात् कारणादनेकस्वभाव
कार्योत्पत्तिविरोधात्। स्वभावान्तरेण चेत्? नित्यत्वहानिः । स्वभावभेद एव हि लक्षणमनित्यतायाः । यथा E पार्थिवशरीरस्याहारपरमाणुसहकृतस्य प्रत्यहमपूर्वापूर्वोत्पादेन स्वभावभेदादनित्यत्वम्। इष्टश्च भवतां सृष्टिसंहारयोः शम्भौ स्वभावभेदः, रजोगुणात्मकतया सृष्टौ, तमोगुणात्मकतया संहरणे, सात्त्विकतया च स्थितौ, तस्य व्यापारस्वीकारात्। एवं च अवस्थाभेदः, तद्भेदे चावस्थावतोऽपि भेदाद् नित्यत्वक्षतिः ॥
::::
કરે છે; તો એક નિયમ છે કે, જેને જેની અપેક્ષા હોય તે તેને કરે નહીં. જેમકે કુંભારને ઘડા પ્રત્યે દંડની અપેક્ષા Iછે તો કુંભાર દંડને બનાવતો નથી. એમ ઇશ્વરને જગતની વિચિત્રતા માટે ધર્માધર્મરૂપ કર્મની અપેક્ષા છે. તેથી
ઈશ્વર કર્મને બનાવતો નથી એમ સિદ્ધ થાય છે. અર્થાત્ કર્મ પોતે ઇશ્વરાધીન નથી, પરંતુ ઈશ્વર કર્મને આધીન છે. અને જે સ્વવશ હોય તે ઈશ્વર કહેવાય. તેથી તમારે હિસાબે પણ જો ઇશ્વર કર્મની અપેક્ષા રાખીને જગતનું કારણ છે, તો ખરેખર ઈશ્વર તો કર્મ જ છે, અને તમે કલ્પેલો ઇશ્વર પોતે ઈશ્વર નથી. આમ ઈશ્વર છું સ્વતંત્ર પણ સિદ્ધ થતો નથી.
ઈશ્વરની નિત્યતાનું વારણ એવું “ઇશ્વર નિત્ય છે. એવું વચન પણ તમારા મનમાં જ શોભે છે. પરવાદી સાથેનાં વિવાદમાં શોભા પામતું નથી. હંમેશા એકરૂપવાળો આ ઇશ્વર ત્રણભુવનને ઉત્પન્ન કરવાનાં સ્વભાવવાળો છેકે તેવા સ્વભાવને નથી? જો ઈશ્વર “ત્રિભુવન સર્જન કરવાનાં સ્વભાવવાળો છે.”એમ કહેશો તો સતત જગતનું નિર્માણ જ થયા કરવું જોઇએ. વસ્તુનો વિનાશ વગેરે થવું ન જોઈએ, અને તેથી જગત વસ્તુઓથી ભરાઈ જવું જોઇએ, છલકાઈ જવું જોઈએ. જો આ ભયથી ઇશ્વર ને જગતનાં નિર્માણના કાર્યમાંથી અટકી જશે, તો તેનો નિર્માણનો સ્વભાવ નહીં રહે; કેમકે સ્વભાવ વિરૂદ્ધ કાર્ય ન થાય. તેથી ઇશ્વર જો નિર્માણરૂપ કાર્ય ન કરે, તો તેનો તેવો સ્વભાવ પણ ન રહેવાથી તે ઈશ્વર નિર્માણ સ્વભાવવાળા તરીકે અસિદ્ધ થશે. તથા એકસ્વભાવી નિત્ય ઈશ્વરે |ઉપાડેલી સર્જનક્રિયા સતત ચાલુ રહેતી હોવાથી એકપણ કાર્ય સૃષ્ટ પૂર્ણ થશે નહીં. કારણ કે નિશ્ચયનયની
અપેક્ષાએ કોઇપણ કાર્ય તે ક્રિયાનાં ચરમ સમયે જ થાય છે. અર્થાત ક્રિયાકાળ અને કાર્યકાળ એક જ સમયે 1ોય. નિશ્ચયનયની અપેક્ષાએ કુંભાર ઘડો બનાવવાની ક્રિયા આરંભે ત્યારથી માંડી તે કાર્યનાં દ્વિચરમ સમય સુધી ઘટ બનાવવાની ક્રિયા થતી નથી. આ નયની અપેક્ષાએ ચરમ સમયે જ ઘટની ક્રિયા થાય છે. અને ઘટ બને છે. તેની પહેલાનાં કાર્યો પાણી ધારણ કરવું વગેરે ઘટનાં કાર્યો કરવામાં અસમર્થ છે. તેથી ઘટની જે અર્થક્રિયા છે, તે અર્થક્રિયા તેઓમાં ન લેવાથી તેઓ “ઘટ વ્યપદેશ પામી ન શકે.
શંકા - ઘટની પહેલા થયેલાં કાર્યો ઘટકાર્યમાં કારણ બને છે તેથી ઉપચારથી પાણી ધારણ વગેરે અર્થક્રિયા કરી શકે છે.
સમાધાન:- નિશ્ચયનય કાર્યમાં સાધકતમ કારણ હેય તેને જ કારણ તરીકે માને છે. અને જે સાક્ષાત દર કાર્ય કરે તે જ સાધતમ કહેવાય. ઘટની પહેલાનાં કાર્યો પાણી લાવવામાં સાક્ષાત કારણ ન લેવાથી સાધક્તમ સાધન બનતા નથી. માટે પહેલાનાં બધા કાર્યો ઘટા વ્યપદેશ પામી શકતા નથી. તદૈવ, અહીં પણ જ્યાં સુધી ક્રિયા ચાલતી હેય, ત્યાં સુધી કાર્યનો વ્યપદેશ કરી શકાય નહિ. સર્જનક્રિયામાં દરેક ક્ષણે જૂદા-જૂદાકાર્યો થતાં
કાવ્ય - ૬