Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
इच्छावशात् चेत् ?
સ્યાતામંજરી अथास्तु नित्यस्तथापि कथं सततमेव सृष्टौ न चेष्टते । નનુ તા ઞપીચ્છા: स्वसत्तामात्रन्निबन्धनात्मलाभाः सदैव किं न प्रवर्तयन्तीति स एवोपालम्भः । तथा शम्भोरष्टगुणाधिकरणत्वे कार्यभेदानुमेयानां तदिच्छानामपि विषमरूपत्वाद् नित्यत्वहानिः केन वार्यते ? ॥
હોવા છતાં તે બધા કાર્યો ક્ષણિક છે, અને અપેક્ષિત કાર્યનું જે અર્થક્રિયાકારિપણ છે; તેનો તેઓમાં અભાવ છે. તેથી પરમાર્થથી તેઓ કાર્યરૂપ ગણાય નહીં, અને આ સર્જનક્રિયા કદી અટકવાની નથી. તેથી ક્રિયાનાં ચરમ સમયે નિષ્પન્ન થનાર અને સ્વઅર્થક્રિયાકારી એવા કાર્યનો હંમેશા અભાવ આવશે. તેથી ત્યાંસુધી ઇશ્ર્વરને વિધાતા કહી શકાય નહિ.
ઈશ્વરમાં નિત્યતાની હાનિ
ઇશ્ર્વરનો સૃષ્ટિસર્જન કરવાનો સ્વભાવ નથી.' આ વિકલ્પ અસંગત છે. કેમકે તેનો આવો સ્વભાવ ન હોય તો તે સૃષ્ટિનું સર્જન પણ કરી ન શકે. જેનામાં જે કાર્ય કરવાનો સ્વભાવ નથી તે કાર્યને તે કરી ન શકે.' આકાશમાં સૃષ્ટિસર્જનનો સ્વભાવ નથી તો આકાશ સૃષ્ટિસર્જનનું કાર્ય કરતું નથી. આ જ નિયમ ઇશ્વરને પણ લાગું પડશે. આ જ પ્રમાણે ઇશ્વર એકાંતનિત્યરૂપવાળો હોઇ ઇશ્ર્વર સંહાર કરે તે સંભવતું નથી. કારણ કે જૂદા-જૂદા સ્વરૂપવાળા કાર્યો કરવામાં તો ઇશ્વરને અનિત્ય થવાની આપત્તિ આવશે–તે આ પ્રમાણે • ઇશ્ર્વર જે સ્વભાવથી જગતને બનાવે છે તે જ સ્વભાવથી જગતનો સંહાર કરે છે” એવો અભ્યુપગમ કરશો, તો સર્જન અને સંહાર આ બન્ને કાર્ય એક સાથે થશે. કારણકે બન્નેમાં સ્વભાવનું ઐકય છે. વળી બન્ને કાર્ય એકરૂપ જ થશે. કેમ કે એક સ્વભાવથી અનેક સ્વભાવવાળા કાર્યોની ઉત્પત્તિમાં વિરોધ છે. માટે સૃષ્ટિ અને સંહાર એ વિરોધી સ્વભાવવાળા હોવાથી એક જ સ્વભાવથી થઇ ન શકે. ઇશ્ર્વર સંહાર બીજા સ્વભાવથી કરે છે.” એમ માનશો તો ઇશ્વર નિત્ય નહિ રહે. કારણ કે સ્વભાવભેદ અનિત્યતાનું લક્ષણ છે. દૃષ્ટાંત : આહારપુગળોનાં સહકારથી શરીર દરરોજ ભિન્ન ભિન્ન આકારને ધારણ કરવારૂપ અપૂર્વતા પામે છે. આ અપૂર્વતા સ્વભાવભેદ વિના ન સંભવે. આમ સ્વભાવભેદથી અનિત્યતા સુસંગત બને છે. અર્થાત્ શરીરમાં દરરોજ થતા નવા નવા કાર્યો સ્વભાવભેદ વિના અસિદ્ધ છે, તેથી જ શરીરની અનિત્યતા પણ માન્ય છે. તે જ પ્રમાણે તમને પણ સૃષ્ટિ અને સંહાર કાર્યમાં શંભુ-ઇશ્ર્વરના સ્વભાવનો ભેદ ઇષ્ટ જ છે. કારણ કે તમારા મતે ઇશ્ર્વર સૃષ્ટિમાટે રજોગુણાત્મકરૂપે, સંહરમાટે તમોગુણાત્મકરૂપે અને સ્થિતિમાટે સાત્ત્વિકગુણાત્મક રૂપે પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ સર્જન રજોગુણનું, સંહાર તમોગુણનું અને સ્થિતિ સત્ત્વગુણનું કાર્ય છે. આ જૂદા-જૂદા ગુણો જૂદા-જૂદા સ્વભાવરૂપ છે. આમ તેવા તેવા સ્વભાવથી સર્જનાદિ ભિન્ન-ભિન્ન અવસ્થા આવતી હોવાથી અવસ્થાભેદથી અવસ્થાવાન (ઇશ્વર)પણ ભિન્ન થાય છે. અને આવો ભેદ અનિત્યતા વિના સંભવે નહીં, તેથી તમારા ઇશ્ર્વરની નિત્યતામાં ક્ષતિ છે.
નિત્ય ઈચ્છાથી નિત્યસર્જનની આપત્તિ
અથવા તે ઇશ્ર્વર ભલે નિત્ય હો, તો પણ તે હંમેશા સર્જનની પ્રવૃત્તિ શું કામ કરતો નથી ?
પૂર્વપક્ષ :- ઇશ્ર્વર સ્વેચ્છાથી કાર્ય કરે છે, અર્થાત્ સર્જનની ઇચ્છા થાય તો સર્જનની પ્રવૃત્તિ કરે, અને સર્જનની ઇચ્છા ન થાય તો સર્જન ન કરે.
ઉત્તરપક્ષ :- આ ઇચ્છાઓ કયા હેતુથી ઉત્પન્ન થઇ ? અહીં' બીજો કોઇ હેતુ બતાવી શકો તેમ નથી. કેમ
१. बुद्धीच्छाप्रयत्नसंख्यापरिमाणपृथक्त्वसंयोगविभागाख्या अष्टौ गुणाः ।
નિત્ય ઇચ્છાથી નિત્યસર્જનની આપત્તિ
63