________________
યાહ્ન મંજરી
अथ सत्ताभिधानं पदार्थान्तरम्, आत्मनश्च व्यतिरिक्तं ज्ञानाख्यं गुणम्, आत्मविशेषगुणोच्छेदस्वरूपं च मुक्तिम्, अज्ञानादङ्गीकृतवतः परानुपहसन्नाह
सतामपि स्यात् क्वचिदेव सत्ता, चैतन्यमौपाधिकमात्मनोऽन्यत् । न संविदानन्दमयी च मुक्तिः, सुसूत्रमासूत्रितमत्वदीयैः ॥ ८ ॥
वैशेषिकाणां द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायाख्याः षट्पदार्थास्तत्त्वतयाभिप्रेताः । तत्र - “पृथीव्यापस्तेजो वायुराकाशः कालो दिगात्मा मनः" इति नवद्रव्यानि । गुणाश्चतुर्विंशतिः । तद्यथा - "रूपरसगन्धस्पर्शसंख्यापरिमाणानि पृथक्त्वं संयोगविभागौ परत्वापरत्वे बुद्धिः सुखदुःखे इच्छाद्वेषौ प्रयत्नश्च इति सूत्रोक्ताः सप्तदश । चशब्दसमुच्चिताश्च सप्त- द्रवत्वं - गुरुत्वं संस्कारः स्नेहो धर्माधर्मौ शब्दश्च इत्येवं चतुर्विंशतिगुणाः । संस्कारस्य वेगभावनास्थितिस्थापकभेदात् त्रैविध्येऽपि संस्कारत्वजात्यपेक्षया एकत्वात्, शौर्यौदार्यादीनां चात्रैवान्तर्भावाद् नाधिक्यम् । कर्माणि पञ्च, तद्यथा उत्क्षेपणमवक्षेपणमाकुञ्चनं प्रसारणं गमनमिति । गमनग्रहणाद् भ्रमणरेचनस्यन्दनाद्यविरोधः ॥
५
–
વે (૧)સત્તા નામનો સ્વતંત્ર પદાર્થ છે, (૨) જ્ઞાનગુણ આત્માથી ભિન્ન છે, તથા (૩)આત્માના વિશેષગુણોના ઉચ્છેદ સ્વરૂપ મુક્તિ છે. વગેરે સિદ્ધાંતોને પરદર્શનવાળાએ અંગીકૃત કર્યા છે તેનો ઉપહાસ કરતાં કવિ ફરમાવે છે –
કાવ્યાર્થ:- સત્ પદાર્થોમાંથી પણ કોઇકમાં જ સત્તા હોય છે. બધામાં નહીં. તથા આત્માથી ભિન્ન એવું ચૈતન્ય (=જ્ઞાન)ઔપાધિક છે. વળી મુક્તિ સંવિ-જ્ઞાન અને આનન્દમય નથી. ખરેખર ! તારી આજ્ઞાથી બાહ્ય, એવા વૈશેષિકોએ સુંદર સૂત્રો રચ્યા છે ! (કટાક્ષમાં આ વચન છે)
વૈશેષિકદર્શનને અભિપ્રેત છ પદાર્થો
વૈશેષિકદર્શનને અભિપ્રેત તત્ત્વોને સંક્ષેપથી બતાવે છે. વૈશેષિકદર્શને છ પદાર્થને તત્ત્વરૂપે સ્વીકાર્યા છે તે આ પ્રમાણે – (૧)દ્રવ્ય, (૨)ગુણ, (૩)કર્મ, (૪)સામાન્ય, (૫)વિશેષ અને (૬)સમવાય. ૭ માં પદાર્થ તરીકે અભાવને પણ નવ્યવૈશેષિકોએ સ્વીકૃત કર્યો છે. દ્રવ્ય પદાર્થમાં નવ દ્રવ્યો છે. આ નવ સંખ્યા દ્વારા છાયા તથા અંધકારનો ભિન્નદ્રવ્ય તરીકે નિષેધ સૂચિત કર્યો. (૧)પૃથ્વી, (૨)આજળ, (૩)તેજસ, (૪)વાયુ, (૫)આકાશ, (૬)કાલ, (૭)દિશા, (૮)આત્મા અને (૯)મન. (આમાં પહેલાં પાંચ દ્રવ્ય ભૂત’ કહેવાય છે. તથા પૃથ્વીઆદિ ચાર અને મન આ પાંચ મૂર્ત' કહેવાય છે. ભૂત : – બહિરિન્દ્રિયથી ગ્રાહ્ય વિશેષગુણનું આશ્રય દ્રવ્ય ભૂત કહેવાય. ગન્ધ' પૃથ્વીનો, ‘રસ’ જળનો, ‘રૂપ' તેજસનો, 'સ્પર્શ' વાયુનો અને ‘શબ્દ' આકાશનો વિશેષગુણ છે. મૂર્ત :- અણુપરિમાણ અપકૃષ્ટપરિમાણવાળા જે હોય તે મૂર્ત કહેવાય. આકાશથી માંડીને આત્મા સુધીના ચાર વિભુ છે. વિભુ-સર્વવ્યાપી મહત્ પરિમાણવાળા. આ
૨. વૈશેષિવર્શને - -- ૨. વૈશેષિર્શને ૨-૬-૬॥ ૩. પ્રશસ્તપામાર્થ્ય દેશપ્રળે ૧-૨૦॥ ૪. વેસ્થ પૃથવત્વે पञ्चविंशतिः तथा च षड्दर्शनसमुच्चये श्लोक ६२-६३ ॥ ५. ऊर्ध्वदेशसंयोगकारणं कर्म उत्क्षेपणम् । अधोदेशसंयोगकारणं कर्म अवक्षेपणम् । वक्रत्वापादकं कर्म आकुञ्चनम् ऋजुत्वापादकं कर्म प्रसारणम्। अनियतदेशसंयोगकारणं कर्म गमनम् ।
૧. વૈશેષિકોએ (૧) સંયોગ (૨) સમવાય (૩) તાદાત્મ્ય અને (૪)સ્વરૂપ. આ ચાર સંબંધો સ્વીકાર્યા છે. તેમાં સંયોગ કાર્ય/કારણભાવ વિનાના બે દ્રવ્યો વચ્ચે હોય. સમવાય આગલ બતાવ્યું તેમ પાંચ પદાર્થ વચ્ચે હોય. એકસ્વરૂપી ભાવપદાર્થમાં તાદાત્મ્ય હોય. અભાવ આ ત્રણેયમાંથી એક પણ સંબંધથી સંબંધિત થતો નથી. તેથી સર્વત્ર સ્વરૂપસંબંધથી જ સંબંધિત થાય છે. એટલે કે છ પદાર્થથી ભિન્ન અભાવ પદાર્થ સર્વત્ર સ્વરૂપ સંબંધથી જ વૃત્તિ છે.
કાવ્ય – ૮