Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્થાપ્નાદમંજરી ફ રજ #अतीवभेदे-एकान्तभिन्नत्वेऽङ्गीक्रियमाणे, स्वभावहानेर्धर्मधर्मित्वं न स्यात् । अस्य धर्मिण इमे धर्माः, एषां च
धर्माणामयमाश्रयभूतो धर्मी इत्येवं सर्वप्रसिद्धो धर्मधर्मिव्यपदेशो न प्राप्नोति, तयोरत्यन्तभिन्नत्वेऽपि तत्कल्पनायां पदार्थान्तरधर्माणामपि विवक्षितधर्मधर्मित्वापत्तेः।
एवमुक्ते सति परः प्रत्यवतिष्ठते । वृत्यास्ति इति-- अयुतसिद्धानामाधार्याधारभूतानामिह प्रत्ययहेतुःसंबंधः समवायः।।। स च समवयनात् समवाय इति द्रव्यगुणकर्मसामान्यविशेषेषु पञ्चसु पदार्थेषु वर्तनाद् वृत्तिरिति चाख्यायते। तया वृत्त्या समवायसम्बन्धेन तयोर्धर्मधर्मिणोरितरेतरविनिर्मुण्ठितत्वेऽपि धर्मधर्मिव्यपदेश इष्यते। इति नानन्तरोक्तो दोष इति ॥
अत्राचार्यः समाधत्ते । चेत्' इति, यद्येवं तव मतिः सा प्रत्यक्षप्रतिक्षिप्ता, यतो न त्रितयं चकास्ति। अयं धर्मी, इमे चास्य धर्माः, अयं चैतत्सम्बन्धनिबन्धनं समवाय इति एतत्त्रितयं-वस्तुत्रयं, न चकास्ति–ज्ञानविषयतया न प्रतिभासते। यथा किल शिलाशकलयुगलस्य मिथोऽनुसन्धायकं रालादिद्रव्यं तस्मात् पृथक् तृतीयतया प्रतिभासते, नैवमत्र समवायस्यापि સમવયન=સમ્યગ રીતે પૃથગભાન મળે એ રીતે સંયોજન કરે છે માટે સમવાય કહેવાય છે. તથા (૧)દ્રવ્ય (૨)ગુણ (૩)કર્મ (કિયા)(૪)સામાન્ય અને (૫)વિશેષ. આ પાંચપદાર્થમાં વર્તતો રહેતો હોવાથી આ સમવાય વત્તિ કહેવાય છે. આ સમવાય ૧)જાતિ-જાતિમાન, (૨)અવયવ-અવયવી (૩)ગણગણી (૪)કિયાકિયાવાન (દ્રવ્ય)તથા (૫)વિશેષ અને વિશેષવાન પરમાણ વગેરે, એ પાંચ વચ્ચે હોય છે. જાતિ સામાન્ય, સંબંધષ્ઠિ =બેમાં રહેતો હોવાથી જાતિ અને જાતિમાન બન્નેમાં રહેશે. તે જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. તેથી ગણાદિમાં પણ સમવાયની વૃત્તિ છે.)આમ પરસ્પર ભિન્ન એવા પણ ધર્મ-ધર્મો વચ્ચે સમવાય સંબંધથી ધર્મ-ધર્મી તરીકેનો વ્યપદેશ થઈ શકે છે. માટે તમે વ્યપદેશની અનુપપત્તિનો જે દોષ બતાવ્યો તે અસિદ્ધ છે.
સમવાય અપ્રત્યક્ષ-ઉત્તરપક્ષ” | ઉત્તરપલ જૈને):- આ તમારી મતિબુદ્ધિપ્રત્યક્ષથી બાધિત છે. કારણ કે પ્રત્યક્ષથી ત્રણ પદાર્થોનો બોધ થતો નથી. “આ ધર્મી છે.' “આ તેના ધર્મો છે. અને આ તે બન્નેના સંબંધમાં હેતભૂત એવો સમવાય છે -આ ત્રણ વસ્તુ તમને માન્ય છે. પરંતુ સમવાય પ્રત્યક્ષજ્ઞાનનો વિષય બનતો નથી. જેમ પથ્થરનાં બે ટૂકડાનો પરસ્પરઅનુસંધાયક રાળવગેરે પદાર્થ એ ટૂકડાથી ભિન્ન ત્રીજા પદાર્થતરીકે ભાસે છે. એમ અહીં સમવાયનો ત્રીજા ભિન્ન પદાર્થ તરીકે ભાસ થતો નથી. પરંતુ માત્ર ધર્મ અને ધર્મનો જ ભાસ થાય છે. તેથી તમે અહીં સમવાયનો ભાસ તો માત્ર સોગંદ ખાવા દ્વારા જ કરાવી શકો તેમ છો. અર્થાત અહીં સમવાયનો બોધ પ્રત્યક્ષબાધિત હોવાથી તમારી સમવાયની કલ્પના અસત છે. .
સમવાયના સ્વરૂપની અસંગતતા વળી આ સમવાયને વાદીએ (-વૈશેષિકોએ)એક, નિત્ય, સર્વવ્યાપક અને અમૂર્ત માન્યો છે. સમવાયના આસ્વરૂપોની અસંગતતા- (૧)ઘટનો આશ્રય કરીને રહેલા પાકજ (રૂપ વગેરે)(=અગ્નિમાં પકાવવાથી ઉત્પન્ન થયેલ લાલરંગવગેરે)ધર્મો જે સમવાય સમ્બન્ધથી ઘટમાં રહ્યા છે, તે જ સમવાય સંબંધથી પટ વગેરેમાં શું કામ ) રહ્યા નથી? અર્થાત પટ વગેરેમાં પણ રહેવા જોઈએ. કેમ કે, આ સમવાય એક, નિત્ય અને વ્યાપક છે. તેથી છું સર્વત્ર બધા જ ધર્મધર્મીઓ વચ્ચે સમાનરૂપે છે. ટૂંકમાં, એકના ધર્મોને સર્વધર્મસાથે સંબંધ માનવાની આપત્તિ જ છે. વળી (૨) એકત્વ-નિત્યત્વ, વ્યાપકત્વ અને અમૂર્તિત્વ સ્વરૂપવાળું આકાશ બધા જ સંબંધીઓ સાથે
ધટપટાદિકસાથે)એકસાથે સમાન રીતે સંબંધિત થાય છે. તથૈવ આ સમવાય પણ શા માટે તેવો નહિ? અર્થાત આ પૂર્વોક્ત સ્વરૂપવાળો સમવાય સર્વત્ર સમાનતયા જ રહેવો જોઈએ. વળી (૩)ઘટાદિ એક વસ્તુના નાશે તેની
સાથેના સમવાયનો પણ અભાવ આવશે, કેમ કે ઘટરૂપ આધાર વિના તે સમવાય રહી ન શકે. અને તે સમવાયના અભાવમાં સમવાય એક જ હોવાથી સમવાયનો સર્વથા અભાવ થશે. તેથી સર્વવસ્ત સંબંધી १. प्रशस्तपादभाष्ये समवायप्रकरणे॥
સમવાયના પની અસંગતતા
w
:::::
સ:::
6.