Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
8]
સ્યાાદમંજરી
अथ चैतन्यादयो रूपादयश्च धर्मा आत्मादेर्घटादेश्च धर्मिणोऽत्यन्तं व्यतिरिक्ता अपि समवायसम्बन्धेन संबद्धाः सन्तो धर्मधर्मिव्यपदेशमश्नुवते इति तन्मतं दूषयन्नाह
न धर्मधर्मित्वमतीवभेदे वृत्त्यास्ति चेन्न त्रितयं चकास्ति।
इहेदमित्यस्ति मतिश्च वृत्तौ न गौणभेदोऽपि च लोकबाधः ॥ ७ ॥
धर्मधर्मिणोरतीवभेदे (अतीव इत्यत्र इव शब्दो वाक्यालंकारे तं च प्रायोऽतिशब्दात् किंवृत्तेश्च प्रयुञ्जते शाब्दिकाः, यथा 'आवर्जिता किञ्चिदिव स्तनाभ्याम्" "उद्वृत्तः क इव सुखावहः परेषाम्" इत्यादि) ततश्च धर्मधर्मिणोः ધર્મ-ધર્મી વચ્ચેના એકાંતભેદનો નિરાસ
હ
વે આત્મા વગેરેના ચૈતન્ય વગેરે ધર્મો અને ઘટ વગેરેના રૂપવગેરે ધર્મો પોતાનાં ધર્માંથી અત્યંત ભિન્ન છે, અને સમવાયસંબંધથી સંબદ્ધ છે. તેથી તેઓ પરસ્પર ધર્મ ધર્મીનો વ્યપદેશ પામે છે. આવા તેઓના મતને દૂષિત કરતા કહે છે –
-
કાવ્યાર્થ : ધર્મ અને ધર્મી વચ્ચે અત્યંત ભેદ હોય તો તે બન્ને ધર્મ- ધર્મી બની શકતા નથી. “વૃત્તિ = સમવાયસંબંધથી બન્ને વચ્ચે ધર્મ-ધર્મી ભાવ છે, તે કહેવું અસંગત છે, કારણ કે ધર્મ–ધર્મી અને સંબંધ આ ત્રણે પ્રત્યક્ષજ્ઞાનના વિષયતરીકે ભાસતા નથી. “હેમ્” અહીં આ” આવી પ્રતીતિ આશ્રય-આશ્રયીભાવ બોધિકા છે, એમ કહેશો, તો સમવાયસંબંધમાં પણ સમવાયત્વની એવી પ્રતીતિ થાય છે. (તેથી અનવસ્થા આવશે.) ઘટાદિદ્રવ્યમાં આવી પ્રતીતિ મુખ્યભાવે છે. સમવાયાદિમાં ગૌણભાવે છે' તેવું કથન અસંગત છે. વળી લોકોમાં ‘પટમાં તંતુ' એવી પ્રતીતિ છે. જ્યારે તમારા મતે ‘તજુમાં પટ’ એમ બતાવાય છે. તેથી લોકબાધ
છે.
‘ધર્મમિંળોતીવમેરે’ (અહીં અતીવમાં ઇવ શબ્દ વાકચાલંકારરૂપે વપરાયો છે. પ્રાય: કરીને આ રૂપે આ શબ્દ ‘અતિ’ અને ‘કિમ્' ના રૂપોની સાથે આવે છે=કવિઓ યોજે છે, જેમ કે ‘આવનિંતા ઋિøિવિ સ્તનાય્યામ્' એવો ‘કુમારસંભવ’ કાવ્યમાં તથા “વૃત્તઃ વ્ઝ વ પુલાવન્નઃ પરેષામ્' એવો શિશુપાલવધમાકાવ્યમાં પ્રયોગ દેખાય છે.)ધર્મ અને ધર્માં વચ્ચે અત્યંતભેદ હોય અર્થાત્ બન્ને એકાંતે ભિન્ન છે, એમ સ્વીકારાય, તો (૧) સ્વભાવષ્ટિન થવાથી બન્ને વચ્ચે ધર્મ-ધર્મિત્વભાવ સંગત નહિ થાય. ધર્મનો' અપૃથભાવ (=પૃથક્ પ્રાપ્ત ન થવાપણું) સ્વભાવ છે. ધર્મીનો ધર્મને અપૃથભાવે રાખવાનો સ્વભાવ છે. બન્નેને અત્યંત ભિન્ન=પૃથક્ માનવામાં આ સ્વભાવની હાનિ થાય છે. તથા (૨)આ ધર્મીના આ ધર્મોછે. આ ધર્મોનો આ આશ્રય છે. એવો આબાળગોપાળપ્રસિદ્ધ ધર્મધર્માંવ્યપદેશ થઇ શકશે નહીં. વળી (૩)સર્વથા ભિન્ન પદાર્થવચ્ચે પણ જો ધર્મ-ધર્મીભાવ માનશો, તો બીજા પદાર્થોમાં પણ તે ધર્મોનો વ્યવહાર કરવાની આપત્તિ આવશે. તેથી જળના શીતળતાવગેરે ધર્મો અગ્નિના પણ કહેવાશે. કેમ કે તે ધર્મો જળ અને અગ્નિથી સમાનરૂપે અત્યંત ભિન્ન છે. (વૈશેષિકો ઉત્પત્તિના આધે સમયે દ્રવ્યને નિર્ગુણ માને છે અને બીજી ક્ષણે તેમાં ગુણોની ઉત્પત્તિ માને છે. આ સિદ્ધાંત દ્રવ્ય અને ગુણ બન્ને એકાંતે ભિન્ન હોય તો જ ઘટી શકે તેમ તેઓ માને છે.)
ધર્મ-ધર્મી વચ્ચે સમવાયથી સંબદ્ધતા-પૂર્વપક્ષ"
પૂર્વપક્ષ :– (વૈશેષિક)અમે વૃત્તિથી (=સંબંધથી )ધર્મ-ધર્મી વચ્ચે સંબંધ માનીએ છીએ. અને આ સંબંધ છે સમવાય. અયુતસિદ્ધ(=એક બીજા વિના ન રહેવાવાળા)તથા આધાર્યાધારભૂત (=આધેય (ધર્મ)અને આધાર (ધર્માં) ભાવવાળા પદાર્થોના‘F’(અહીં તંતુમાં પટ' ઇત્યાદિ)પ્રત્યયમાં હેતુભૂત સંબંધ સમવાય છે. અર્થાત્ ધર્મીમાં થતાં ધર્મના અવભાસમાં બન્ને વચ્ચેનો સમવાયસંબંધ કારણ છે. તે સંબંધ ધર્મનું ધર્મી સાથે ૬. મારસંપવમહાાવ્યુ -રૂ-૧૪૪ ૨. શિશુપાલવધમાાવ્યું ॥
કાવ્ય - ૭