Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાલ મંજરી
तदेवमेवंविधदोषकलुषिते पुरुषविशेषे यस्तेषां सेवाहेवाकः स खलु केवलं बलवन्मोहविडम्बनापरिपाक इति। अत्र च यद्यपि मध्यवर्तिनो नकारस्य घण्टालालान्यायेन योजनादर्थान्तरमपि स्फुरति यथा “इमाः कुहेवाकविडम्बनास्तेषां न स्युर्येषां त्वमनुशासकः" इति तथापि सोऽर्थः सहृदयैर्न हृदये धारणीयः, अन्ययोगव्यवच्छेदस्याधिकृतत्वात्॥ इति બાર્થ: ॥ ૬ ॥
અને એ સૃષ્ટિનાં સર્જનથી ભગવાનને કરુણાનાં ભાવ ઉત્પન્ન થયા. અથવા તો ભગવાન કરુણાવાન છે, તેથી સૃષ્ટિ સર્જી એમ સિદ્ધ કરાય છે અને ભગવાને સૃષ્ટિ સર્જી તેનાથી ભગવાનને કરુણાવાન સિદ્ધ કરાય છે. તેથી પરસ્પરની સિદ્ધિમાં ઇતરેતરાશ્રયદોષ આવ્યો. તેથી ઇશ્વરનું જગત્કર્તૃત્વ કોઇપણ તર્કથી સિદ્ધ નથી.
(વળી જો ઇશ્ર્વરે કરુણાથી સૃષ્ટિ સર્જી હોય, તો બધાને સુખી જ કરવા જોઇએ. પણ તેમ દેખાતું નથી. જો ઇશ્ર્વર લીલાને ખાતર સૃષ્ટિ બનાવે છે, તો લીલા તો બાળકની જેમ રાગીને જ શોભે. તેથી ઇશ્ર્વર રાગી અને બાળક જેવા સિદ્ધ થશે. વળી ઇશ્વર પોતે સ્વતંત્ર હોવાથી બીજા કોઇની આજ્ઞાને માથે ચડાવી તેણે સૃષ્ટિ સર્જી છે તેમ માની ન શકાય. તેમ માનવામાં પૂર્વવત અનવસ્થાદિ દોષો છે. કોઇપણ હેતુ વિના સર્જન માનવામાં ઇશ્વર શિષ્ટ ન ગણાય. શિષ્ટ વ્યક્તિની પ્રવૃત્તિ અકારણ હોતી નથી. “ઇશ્વરે પોતાનાં તથા સ્વભાવથી જ સૃષ્ટિ સર્જી છે માટે તેનું સર્જન શા માટે કર્યું વગેરે પ્રશ્નો ન પૂછી શકાય. પાણીનાં શીતળ સ્વભાવની જેમ આ પ્રશ્ન પણ કરવા યોગ્ય નથી." એ કહેવું અસંગત છે. કેમ કે ઇશ્વરને વિષે યુક્તિવિરોધી આવી કલ્પના બીજા પર ઠોકી બેસાડવી એ પોતાની અંધશ્રદ્ધા અને કદાગ્રહનું પરિણામ છે. આ રીતે તો બધા જ પોતપોતાનાં સિદ્ધાંત સ્વભાવને જ હેતુ બનાવી સિદ્ધ કરી શકશે. પછી સત્યાસત્યની પરીક્ષાનો અવસર જ નહિ રહે.)
એવું અનેકદોષથી કલુષિત થયેલી વ્યક્તિવિશેષની સેવાનો તેઓનો આગ્રહ મોહની વિડમ્બનાનાં પરિપાકરૂપ છે. અર્થાત્ તેઓ ઇશ્વરને જગત્કર્તા તરીકે સ્વીકારીને તેની જ સેવા=(ઇશ્વરકૃત વેદાદિ છે તેમ માની તે મુજબ વર્તન) કરવાની જે ઇચ્છા રાખે છે તે ઇચ્છા મિથ્યાત્વમોહનીયકર્મનાં ઉદયના પ્રભાવથી છે.
આ કાવ્યમાં ઉત્તરાર્ધના મધ્યમાં ‘ન' છે. તેનો ‘ઘટાલાલા' ન્યાયથી પૂર્વ અને ઉત્તર બન્ને સ્થળે અન્વય થઇ શકે છે. (ધટાલાલા=ધંટમાં રહેલો લોલક બન્ને બાજુ અથડાઇને રણકાર ઉત્પન્ન કરે છે. (તેના જેવો ન્યાય.)આના જેવા જ ‘મધ્યમણિ' ‘દેહલીદીપક' ‘ડમરુકમણિ' વગરે ન્યાયો છે. આ ન્યાયથી એક જ નકારનો બન્ને બાજુ અન્વય થઇ શકે.)તેથી ‘હે કરુણાસાગર પ્રભુ ! જેઓના અનુશાસક આપ છો ! તેઓને આવા કદાગ્રોરૂપ વિડમ્બના હોતી નથી.' એવો અર્થ પણ પ્રાપ્ત થાય. પરંતુ આ અર્થ સુજ્ઞ માણસે વિચારવો નહીં. કેમ કે આવો અર્થ સ્વીકારવામાં અયોગવ્યવચ્છેદ થાય છે. જ્યારે પ્રસ્તુતમાં અન્યયોગવ્યવચ્છેદ ઇષ્ટ છે. આમ વૈશેષિકોને માન્ય જગત્કર્તા ઇશ્વર અને તેના નિત્યત્યાદિ ગુણોનો નિષેધ આ કાવ્યમાં કર્યો છે. ॥ ૬ ॥
કરુણાથી જગતસર્જનનું ખંડન ...
65