Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાલુ કરી नापि आगमरतत्साधकः । स हि तत्कृतोऽन्यकृतो वा स्यात् ? तत्कृत एव चेत् तस्य सर्वज्ञतां साधयति, तदा तस्य महत्त्वक्षतिः । स्वयमेव स्वगुणोत्कीर्तनस्य महतामनधिकृतत्वात्। अन्यच्च, तस्य शास्त्रकर्तृत्वमेव न युज्यते। शास्त्रं हि वर्णात्मकम्। ते च ताल्वादिव्यापारजन्याः । स च शरीरे एव सम्भवी। शरीराभ्युपगमे च तस्य, पूर्वोक्ता एव दोषाः। अन्यकृतश्चेत् ? सोऽन्यः सर्वज्ञोऽसर्वज्ञो वा? सर्वज्ञत्वे तस्य द्वैतापत्त्या प्रागुक्ततदेकत्वाभ्युपगमवाधः तत्साधकप्रमाणचर्चायामनवस्थापातश्च । असर्वज्ञश्चेत? कस्तस्य वचसि विश्वासः?
અને અચેતનપણે એ અજીવનું લક્ષણ છે. આ લક્ષણ આત્મામાં આવવાથી આત્મા પણ અજીવ બની જશે.) વળી ધર્મ ધર્મીથી રહિત (નિરાશ્રય) ક્યાંય દેખાયો નથી. અર્થાત ગુણ કે પર્યાયરૂપ ધર્મો ધર્મીને આશ્રયીને જ રહે. તેથી જ્ઞાનધર્મ આત્માને છોડી બહાર જાય તે અસંભવ છે.
પૂર્વપક્ષ :- તમે ધર્મીમાંથી ધર્મ નિષ્ક્રમણ કરી ન શકે એમ જે દર્શાવો છો, તે અસત છે. અર્થાત ધર્મ ધર્મીમાંથી બહાર પ્રસ્થાન કરી શકે છે. જેમકે કિરણો સૂર્યનાં ગુણરૂપ છે. આ ગુણરૂપ કિરણો સૂર્યમાંથી નીકળી ને જગતમાં ફેલાય છે, અને જગતને પ્રકાશે છે. આ જ પ્રમાણે આત્માનાં જ્ઞાનરૂપી કિરણો આત્મામાંથી નીકળી ને સર્વ પ્રમેય જાણવા યોગ્ય પદાર્થો પર પથરાય છે અને તેઓનો બોધ કરાવે છે.
કિરણોની ગુણરૂપતા અસિદ્ધા ઉત્તરપક્ષ :- કિરણો સૂર્યનાં ગુણ છે એ સિદ્ધાંત જ અસિદ્ધ છે. કારણ કે આ કિરણો તેજસ પુણળરૂપ રહેવાથી દ્રવ્યરૂપ છે અને પ્રકાશ એ કિરણોનો ગુણ છે. વળી ગુણમાં ગુણ રહી શકે નહિ એ ઉભયમત સમ્મત
છે. તેથી જે પ્રકાશાત્મકગુણ કિરણમાં છે તે જ ગુણ કિરણને ગુણીદ્રવ્ય તરીકે સિદ્ધ કરે છે. અને આ પ્રકાશ ગુણ કિરણરૂપ સ્વગુણીથી ભિન્ન ઉપલબ્ધ થતો નથી. દ્રવ્ય દ્રવ્યથી પૃથગ મળે તેમાં વાંધો નથી. તેથી સૂર્યમાંથી કિરણો નીકળીને જગતમાં પથરાય છે. તે સત્ય હોવા છતાં તે દષ્ટાંતથી ગુણ દ્રવ્યથી પૃથગ મળે એ વાત સિદ્ધ થતી નથી. શ્રી ધર્મસંગ્રહણિ' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી એ આ પ્રમાણે કહ્યું છે –
કિરણો વ્યરૂપ છે, ગુણરૂપ નથી. તેમનો (કિરણોનો) પ્રકારના ગુણરૂપ છે.દ્રવ્યરૂપ નથી. (આ પ્રકાશગુણ કિરણ દ્રવ્યને છોડીને અન્યત્ર અલભ્ય છે તેમ) જ્ઞાન આત્માનો ગુણ છે. તે કેવી રીતે આત્મારૂપ દ્રવ્ય વિના અન્યત્ર મળી શકે? (૧) જ્ઞાન વિષયનાં દેશમાં જઇને વિષયનો પરિચ્છેદ=બોધ કરતું નથી. પરંતુ પોતાનાં આશ્રયસ્થાન-આત્મામાં રહેવાપૂર્વક જ વિષયનો પરિચ્છેદ કરે છે. કેમ કે આ જ્ઞાન અચિંત્ય સામર્થ્યથી યુક્ત છે” ર ા (અહીં દષ્ટાંત આપે છે, જેમ લોહચુંબકમાં એવી શક્તિ છે કે પોતાનાં સ્થાનમાં જ રહીને દૂર રહેલા લોખંડને ખેંચે છે. આ કાર્ય પ્રત્યસિદ્ધ છે. ૩ એ જ પ્રમાણે અહીં જ્ઞાનશકિત આત્મામાં જ રહેવાપૂર્વક લોકાંતમાં રહેલા પદાર્થનો સમ્યગ રીતે બોધ કરે તેમાં કોઈ વિરોધ નથી. . ૪ a"
ઈશ્વરની સર્વજ્ઞતાનું અપ્રામાય પૂર્વપલ :- અહીં સર્વગ સર્વજ્ઞ એવી વ્યાખ્યા કરવાની છે. અર્થાત ઈશ્વર સર્વજ્ઞ છે તેમ સમજવું. !
ઉત્તરપક્ષ :- તમે ઈશ્વરમાં સર્વજ્ઞતાનું જ્ઞાન કયા પ્રમાણથી કર્યું છે? પ્રત્યક્ષથી કે પરોક્ષથી? ી પ્રત્યક્ષપ્રમાણથી કર્યું છે.” એમ તો કહી શકો તેમ નથી કેમ કે, પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિય અને અર્થ (વિષય)ના સનિકર્ષ (=સંબંધ)થી ઉત્પન્ન થાય છે. તેથી જે શેયવસ્તુ ઇન્દ્રિયનાં સંબંધમાં ન આવે તેવું અતીન્દ્રિય હોય છે, તેનું પ્રત્યક્ષજ્ઞાન થઈ ન શકે. ઇશ્વરગત જે જ્ઞાન છે તે પણ ઇન્દ્રિયસાથે સંબંધિત થઈ શકનારે ન હોવાથી, અતીન્દ્રિય છે. તેથી તેનું પ્રત્યક્ષ થઈ શકે નહીં. આ વાત સામાન્ય આત્માને અપક્ષીને છે. વિશિષ્ટ યોગીઓ અતીન્દ્રિય પદાર્થોનો બોધ કરી શકે. પરંતુ તેવા યોગીઓ અત્યારે દેખાતા નથી, તેથી ઇશ્વરગત જ્ઞાન પ્રત્યક્ષસિદ્ધ નથી.
ઇશ્વરની સર્વજ્ઞતા અપ્રમાણભૂત