Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
અw :
સ્થાકુટમંજરી "किरणा गुणा न दव्वं, तेसिं पयासो गुणो न वा दव्वं । जं नाणं आयगुणो कहमदव्यो स अन्नत्थ ॥ १ ॥ गन्तुण-न परिच्छिन्दइ नाणं णेयं तयम्मि देसम्मि । आयत्थं चिय नवरं अचिंतसत्ती उ विण्णेयं ॥२॥
=====
=====
लोहोवलस्स सत्ती आयत्था चेव भिन्नदेसंपि। लोहं आगरिसंती दीसइ इह कज्जपच्चक्खा ॥ ३ ॥ एवमिह नाणसत्ती आयत्था चेव हंदि लोगतं । जइ परिछिंदइ सम्म को णु विरोहो भवेत्तत्थ ॥ ४ ॥ "इत्यादि ॥ ___ अथ सर्वगः सर्वज्ञ इति व्याख्यातम्। तत्रापि प्रतिविधीयते। ननु तस्य सार्वज्यं केन प्रमाणेन गृहीतम्। प्रत्यक्षेण, । परोक्षेण वा? न तावत् प्रत्यक्षेण, तस्येन्द्रियार्थसन्निकर्षोत्पन्नतयातीन्द्रियग्रहणासामर्थ्यात्। नापि परोक्षेण। तद्धि अनुमानं
ઇશ્વર સ્વકાર્ય સંકલ્પમાત્રથી પૂર્ણ કરે છે એવો બીજો વિકલ્પ સ્વીકારો તો તે ઈષ્ટ જ છે કેમ કે એ રીતે હું બધા કાર્યો શીધ્ર રીતે પૂર્ણ થઈ શકે છે. તેથી એ વિકલ્પમાં દૂષણ નથી, પરંતુ સંકલ્પથી જ જો કાર્ય સિદ્ધ કરવાનું હેય, તો ઈશ્વરને સર્વવ્યાપી માનવાની આવશ્યકતા નથી. નિયતદેશમાં રહીને પણ અનિયત સ્થળે રહેલા કાર્યોને તે સંકલ્પ દ્વારા સિદ્ધ કરી શકે. તેમાં દૂષણને અવકાશ નથી. સામાન્ય કક્ષાનાં દેવો પણ નિયતદેશમાં રહીને અન્યત્ર રહેલા છે તે કાર્યોને સંકલ્પમાત્ર દ્વારા નિષ્પન્ન કરે છે, તે ઉભયવાદીને સમ્મત છે. તેથી ભગવાનને સર્વવ્યાપી માનવામાં કોઈ વિશેષ કારણ નથી.
ઈશ્વરને નિત્ય દુ:ખી માનવાની આપત્તિ વળી તમે ઇશ્વરને શરીર દ્વારા સર્વ વ્યાપી માનો છો. આ શરીર દ્વારા સર્વગ ઇશ્વર અત્યંત અશમિયા તથા મહાઅંધકારથી ભરેલા નરકાદિ સ્થાનમાં પણ રહેલો માનવો પડશે. શરીર દ્વારા બાહ્યા સારા નરસા પદાર્થોનાં સંસર્ગથી થતા સુખ-દુ:ખનો અનુભવ તમને માન્ય છે. તેથી નરકવગેરેમાં રહેલા શરીરના ભાગ દ્વારા ઇશ્વરને સતત દુઃખ વગેરેનો અને અપવિત્રતાનો અનુભવ થશે. અર્થાત તમારે ઇશ્વરને સદા દુ:ખી અને અપવિત્ર માનવાની મહાઅનિષ્ટ આપત્તિ આવશે.
પૂર્વપક્ષ :- તમે ઈશ્વરને જ્ઞાન દ્વારા સર્વજગત વ્યાપી માનો છો. આમ જ્ઞાનદ્વારા ઈશ્વર અશુચિ સ્થાનોએ છે તે તમને ઈષ્ટ છે. તેથી તમારા ઇશ્વરને પણ અશુચિનું જ્ઞાન તથા નરકાદિનાં દુ:ખનું સંવેદન થશે. અને વાસ્તવમાં સુખ–દુઃખાદિનું જ્ઞાન-અનુભવ જ સુખ-દુ:ખઆદિરૂપ હોવાથી તમારા હિસાબે પણ ઇશ્વર અપવિત્ર અને દુ:ખી સિદ્ધ થશે. તેથી અનિષ્ટ આપત્તિ અને સ્થળે તુલ્યતાને ધારણ કરે છે.
ઉત્તરપક્ષ:- તમારા પક્ષમાં આવતી આપત્તિને યુક્તિઓ દ્વારા દૂર કરવામાં તમે અસમર્થ છો, તેથી બીજા પર ધૂળ ઊડાવવાની બાલિશ ચેષ્ટા કરો છો. પણ તેથી કંઈ અમે દોષયુકત થવાના નથી. અમે જ્ઞાનને અપ્રાપ્યકારી માનીએ છીએ. (વિષયાવબોધના કારણભૂત ઇન્દ્રિય આદિ સામગ્રી વિષયનાં સંસર્ગને પ્રાપ્ત કરી વિષયનો અવબોધ કરાવે તો તે પ્રાપ્યકારી કહેવાય. શ્રોત્રેન્દ્રિય વગેરે સાધનો આવા પ્રકારના છે. જયારે ચક્ષ, મન અને જ્ઞાનાદિ વગેરે કારણો વિષયનાં સંસર્ગ વિના જ વસ્તુનો અવબોધ કરાવે છે. તેથી તે બધા અપ્રાપ્યકારી ગણાય છે.) જ્ઞાન (ક્ષયોપશમ) અપ્રાપ્યકારી હોવાથી સ્વસ્થાન પોતાનાં આશ્રયભૂત આત્મામાં જ રહીને વિષયનો બોધ કરાવે છે. આ જ્ઞાનને વિષયનાં સ્થાને જવાની કે વિષયને જ્ઞાન પાસે આવવાની જરૂર નથી. १. छायाः किरणा गुणा न द्रब्यं तेषां प्रकाशो गुणो नवा द्रव्यम् । यज्ज्ञानमात्मगुणः कथमद्रव्यः सोन्यत्र ॥१॥ गत्वा न परिच्छिनत्ति ज्ञानं ज्ञेयं तस्मिन् देशे। आत्मस्थमेव नवरं अचिन्त्यशक्त्या तु विज्ञेयम्॥२॥ लोहोपलस्य शक्तिः आत्मस्थैव भिन्नदेशमपि । लोहमाकर्षन्ती दृश्यत । इह कार्यप्रत्यक्षा ॥३॥ एवमिह ज्ञानशक्तिः आत्मस्थैव हन्त लोकान्तम्। यदि परिच्छिनत्ति सम्यक् को नु विरोधो भवेत्तत्र ॥४॥
:::::::
:
*
**
:
:
:
:
:
ઇશ્વરને નિત્ય દુ:ખી માનવાની આપત્તિ
*