Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
- - www
સ્થાકૂઢમંજરી દીપિકા | अपरं च भवदभीष्ट आगमः प्रत्युत तत्प्रणेतुरसर्वज्ञत्वमेव साधयति । पूर्वापरविरु द्धार्थवचनोपेतत्वात् । तथाहि । "न हिंस्यात् सर्वभूतानि" इति प्रथममुक्त्वा, पश्चात् तत्रैव पठितम् → “षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि।। अश्वमेधस्य वचनान्यूनानि पशुभिस्त्रिभिः॥"तथा “अग्नीषोमीयं पशुमालभेत ।" “सप्तदश प्राजापत्यान् पशूनालभेत" इत्यादि वचनानि कथमिव न पूर्वापरविरोधमनुरुध्यन्ते।
પરોક્ષથી પણ ઈશ્વરની સર્વજ્ઞતાનો બોધ અસિદ્ધ છે. પરોક્ષ પ્રમાણ અનુમાનરૂપ કે શાબ્દરૂપ હોઈ શકે. તિ તેમાં અનુમાનથી પણ સર્વજ્ઞતાનો બોધ અશક્ય છે. અનુમાનજ્ઞાન લિંગ અને લિંગીનાં સંબંધના સ્મરણપૂર્વક હેય છે. અર્થાત વ્યાતિજ્ઞાનપૂર્વક હોય છે. જેમ કે, “પર્વત અગ્નિવાળો છે કેમ કે ધૂમાડાવાળે છેઆ સ્થળે પ્રથમ Rી ધૂમાડાની અગ્નિ સાથેની વ્યાપ્તિનું સ્મરણ થાય છે કે જ્યાં જ્યાં ધૂમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આ વ્યાપ્તિનું ગ્રહણ રસોડા વગેરે સ્થળોએ આવો સંબંધ પ્રત્યક્ષ જોયા બાદ થાય છે. આવી વ્યાપ્તિનું એટલે કે આવા સંબંધનું સ્મરણ થયા પછી જ પર્વત અગ્નિવાળો છે એવું અનુમાન થાય છે.) પ્રસ્તુતમાં સર્વજ્ઞતા અનુમેય ઈશ્વરરૂપ પક્ષમાં સાધ્ય છે. તેને સિદ્ધ કરવા શું માટે કોઈ વ્યભિચારી લિંગ અમને દેખાતું નથી. ઇશ્વર પોતે જ આપણાથી અત્યંત દૂર છે. હવે એ ઇશ્વરગત છું કોઈ વિશિષ્ટ ગુણ-આદિનું પ્રત્યક્ષ થાય, તો તે ઇશ્વરની સર્વજ્ઞતા માટે લિંગ બને. પરંતુ તે પ્રત્યક્ષ આપણા માટે શક્ય નથી. કેમકે ઇશ્વર અને તેનાં ગુણ વગેરે આપણા માટે અતીન્દ્રિય છે. તેથી ઇશ્વરની સર્વજ્ઞતા સાથે પ્રતિબદ્ધ એવા વિશિષ્ટ ગુણાદિરૂપ લિંગનો ઈશ્વરમાં સંબંધ ગ્રહણ થતો ન હોવાથી અનુમાન દ્વારા ઈશ્વરની સર્વજ્ઞતા સિદ્ધ થતી નથી.
જગતની વિચિત્રતામાં સર્વશતા અકારણ પૂર્વપક્ષ:- ઇશ્વર જો સર્વજ્ઞ ન હોય, તો જગતમાં જે ચિત્ર દેખાય છે, તે અનુ૫૫ન્ન બની જશે. એક | બાજુ પર્વત ોય અને બીજી બાજુ ઊંડી ખીણ શેય, એક જ માના બે છોકરામાં એક બુદ્ધિશાળી હોય અને બીજાને બુદ્ધિ સાથે બારમો ચંદ્રમાં હોય, વગેરે વિચિત્રભાવોનો ઉત્પાદક ઈશ્વર છે. જો આ વિચિત્રભાવો માટે કોઇ નિયામકન માનીએ તો વિચિત્રતા અનુ૫૫ન્ન થઈ જાય. અને આવો નિયામક ઇશ્ર્વર સર્વભાવોનો જ્ઞાતા ન હેય, તો વિચિત્રતા બનાવી ન શકે; કેમકે જ્ઞાન અને ઈચ્છાપૂર્વક કૃતિ પ્રયત્ન છે. તેથી આ દેખાતી વિચિત્રતા અન્યથા અનુપપન્ન થવા દ્વારા અર્થોપત્તિથી ઇશ્વરની સર્વજ્ઞતાને સિદ્ધ કરે છે.
ઉત્તરપક્ષ :- આ સંગત નથી. જગતની વિચિત્રતાને ઇશ્વરની સર્વજ્ઞતાસાથે અવિનાભાવ નથી. અવિનાભાવ:- જેના વિના જે ભાવ ઉપપન્ન થઇ ન શકે તે ભાવનો તે ભાવ સાથે અવિનાભાવ હોય છે. જેમ કે અગ્નિ વિના ધૂમાડો ઉપપન્ન થતો નથી. તેથી ધૂમાડાનો અગ્નિ સાથે અવિનાભાવ છે. ઉપપન્ન થવું = ઉત્પત્તિ યુકિતથી સિદ્ધ થવી.) જગતની વિચિત્રતા ઇશ્વરમાં સર્વજ્ઞતા ન હોય તો ઉ૫૫ન્ન થઈ શકે જ નહિ એવું નથી. અર્થાત જગતની વિચિત્રતા ઇશ્વરની સર્વજ્ઞતા વિના પણ ઉપપન્ન છે જ. તે આ પ્રમાણે આ જગત બે વિભાગમાં વહેંચાયેલું
છે. (૧)જંગમ==સ અને (ર)સ્થાવર. એમાં જે ત્રસ છે તેઓ માત્ર જીવરૂપ છે. આ જીવોમાં જે વિચિત્રતા છે, છે તે પોતપોતાનાં શુભાશુભકર્મોનાં ઉદયની વિચિત્રતાને આધારે છે. જે સ્થાવર છે તેમાં બે વિભાગ છે. (૧)જીવ
અને (ર)અજીવ. એમાં જે જીવો છે–તેઓની વિચિત્રતા ત્રસજીવોની જેમ જ સમજવી. જે અચેતન પદાર્થો છે તે બધા બસ-સ્થાવર જીવોનાં શુભાશુભ કર્મોનાં ઉપભોગ માટેની યોગ્યતાના સાધનરૂપ છે. તેથી તેઓમાં વિચિત્રતા આવે છે. અર્થાત્ જીવનાં વિચિત્ર કર્મોદયથી જ તેવા પ્રકારની વિચિત્ર જડસામગ્રી સર્જાય છે કે, જે
સામગ્રીની સહાયથી જીવ તેવા પ્રકારનાં કર્મોદયનો ઉપભોગ કરી શકે. આમ જીવની શુભાશુભ ઉપભોગની 2 . ઉતરેય (ઈ-૨૨) / ૨. તૈત્તિરીયસંહિતા – ૨-૪ / કાવ્ય - ૬
58