Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
જ
રી : “રાજન પાટડી હાકુષ્ઠમંજરી ડમરદ s, ના विरुद्धो वा, विपक्षादत्यन्तव्यावृत्तत्वात्। नापि कालात्ययापदिष्टः, प्रत्यक्षानुमानागमाबाधितधर्मधर्म्यनन्तरप्रतिपादितत्वात् । नापि प्रकरणसमः, तत्प्रतिपन्थिधर्मोपपादनसमर्थप्रत्यनुमानाभावात्। न च वाच्यं - 'ईश्वरः पृथ्वीपृथ्वीधरादेर्विधाता न भवति, अशरीरत्वाद् निर्वृत्तात्मवत, इति प्रत्यनुमानं तद्वाधकमिति । यतोऽत्र ईश्वररूपो धर्मी प्रतीतोऽप्रतीतो वा प्ररूपितः? न तावदप्रतीतः हेतोराश्रयासिद्धिप्रसङ्गात् । प्रतीतश्चेत् ? येन प्रमाणेन स प्रतीतः, तेनैव किं स्वयमुत्पादितस्वतनुर्न प्रतीयते। इत्यतः कथमशरीरत्वम् । तरमान्निरवद्य एवायं हेतुरिति ॥ વાદીઓને સંમત છે. અને જે અવયવી હેય છે તે કાર્યરૂપ જ ય છે. પ્રયોગ:- પૃથ્વી વગેરે કાર્ય છે, કેમકે અવયવી છે જેમકે ઘડો. આમ કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી તથા (૨)આ હેતુ અનેકાંતિક વ્યભિચાર દોષગ્રસ્ત પણ નથી. કેમકે બુદ્ધિમાનકર્તકત્વરૂપ સાધ્યના અભાવવાળા પક્ષમાં વિપક્ષમાં (આકાશ વગેરેમાં)હેનો પણ અત્યંતઅભાવ છે તથૈવ (૩)હેતુ વિદ્ધ પણ નથી. પ્રસ્તુતમાં “કાર્યત્વ હેતુ બુદ્ધિમત્કર્તકત્વ રૂપ સાધ્યથી , વિરુદ્ધ “અકર્તુત્વની સિદ્ધિ કરતો નથી. કેમકે બુદ્ધિમત્કક ઘટ વગેરેમાં કાર્યવ હેતુ સિદ્ધ છે. આ જ પ્રમાણે (૪) આ હેત કાલાત્યય અપદિષ્ટ પણ નથી. કેમકે અહીં (પક્ષમાં)સાધ્ય પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી બાધિત થયું નથી. એવં (૫) અહીં પ્રકરણસમ“સપ્રતિપક્ષ દોષ નથી. કેમકે પ્રસ્તાવમાં ઉકત સાધ્યના નિર્ણયને વિરોધી ધર્મને ઉપપન્ન કરનાર સમર્થ પ્રતિ અનુમાનનો અભાવ છે."
ઈશ્વરનું સશરીરિપણું અન્તર્ગતપૂર્વપક્ષ:- ઇશ્વર (પક્ષ)પૃથ્વી પર્વત વગેરેનો વિધાતા નથી, (સાધ્યો. કેમકે શરીર વિનાનો છે, (હેતુ) જેમકે મુક્તઆત્માઓ, દષ્ટાંત) જેઓ કર્તા તરીકે ઉપલબ્ધ થયા છે તે બધા સશરીર જ ઉપલબ્ધ થયા છે. જેમકે કુંભાર વગેરે, વ્યતિરેક વ્યાપ્તિ અને દષ્ટાંત) મુકત આત્માઓ શરીર વિનાના છે. તો કર્તા તરીકે પણ માન્ય નથી. વળી શરીર વિના કાર્યજનક ચેષ્ટાઓ પણ સંભવતી નથી. આમ વિરોધીઅનુમાનથી તમારું અનુમાન બાધિત થાય છે. તેથી ઇશ્વરની જગત્કર્તા તરીકે સિદ્ધિ થતી નથી.
ઉત્તરપ લેશેષિક):- તમારી આ વાત કસ વિનાની છે. તેને તમારા અનુમાનમાં ધર્મ-પક્ષ તરીકે સ્થાપેલો ઈશ્વર તમને પ્રતીત છે કે અપ્રતીત ? “અપ્રતીત' તો કઈ શકાય તેમ નથી, કેમકે પક્ષ પોતે અપ્રતીત અસિદ્ધ હેય, તે હેતનો આશ્રયપક્ષ અસિદ્ધ હેવાથી હેતુમાં આયાસિદ્ધિ દોષ આવશે. તેથી નિરાધાર હેતુ પોતાના સાધ્યને પણ ક્યાંકયાં આશ્રયમાં સિદ્ધ કરશે? કેમકે પક્ષ પોતે અસિદ્ધ છે. જો પ્રતીત ઇશ્વર ધર્મી તરીકે ઈષ્ટ છે. અર્થાત જો તમે ઇશ્વરને સ્વીકારો છો, તો પ્રત્યક્ષ વગેરે જે પ્રમાણથી તમે ઇશ્વરની પ્રતીતિ કરી, તે જ પ્રમાણથી તે ઈશ્વરે જ પોતાનું શરીર બનાવ્યું છે, તેમ પ્રતીતિ કેમ કરતા નથી?
(१) सिद्धान्तमभ्युपेत्य तद्विरोधी विरुद्धः । (२) कालात्ययापदिष्टः कालातीतः (३) यस्मात्प्रकरणचिन्ता स निर्णयार्थमपदिष्टः પ્રજરાસમ I ગૌતમસૂત્રાળ -૨-૨-ખ-૧૫ ૧. અસિદ્ધ હેત અસાધ્યસમ' પણ કહેવાય છે, ૨. સાધ્યના અભાવવાળા પક્ષમાં પણ ઉપલબ્ધ થતો હેતુ અનેકાંતિક કહેવાય, ૩. પક્ષમાં સાધ્યથી વિરુદ્ધની સિદ્ધિ કરતો હેતુ વિદ્ધ' કહેવાય. જેમકે અગ્નિ શીત છે, કેમકે ભાસ્વર છે. અહીં ભાસ્થરતા ત શીતત્વરૂપ સાધ્યથી વિરુદ્ધ ઉષ્ણતાની સિદ્ધિ કરે છે તેથી આ હેત વિરુદ્ધ છે. ૪. પ્રત્યક્ષ આદિ પ્રમાણથી બાધિત સિદ્ધ થયેલા સાધ્યનો સાધક હેત કાલાત્યયઅપદિષ્ટ ગણાય છે. ૫. અનુમાનનાં પક્ષમાં સાધ્યને બાધક બીજા સાધ્યની સિદ્ધિ અન્ય તિ દ્વારા કરવાનો પ્રયાસ કરવામાં આવે –અર્થાત સમાન પક્ષમાં અન્ય હેત દ્વારા સાધ્યબાધક અન્ય સાધ્યસૂચક અનુમાન આ પ્રયોગ હજર કરવામાં આવે ત્યારે આ ઘેષ આવે. અહીં બને અનુમાનો સમાનબળી હોવાથી એક બીજાના સાધ્યની સિદ્ધિને રોકી રાખે. પણ બેમાંથી એકપણ સાધ્ય સિદ્ધ ન થાય.
ઈશવર સશરીરી