Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
યાજ્ઞાઠમંજરી
अतोऽयमत्राशयः । यद्यपि भगवानविशेषेण सकलजगज्जन्तुजातहितावहां सर्वेभ्य एव देशनावाचमाचष्टे। तथापि सा एव केषाञ्चिद् निचितनिकाचितपापकर्मकलुषितात्मनां रुचिरूपतया न परिणमतेऽपुनर्बंधकादिव्यतिरिक्तत्वेनायोग्यत्वात्। तथा च कादम्बर्यां बाणोऽपि बभाण - 'अपगतमले हि मनसि स्फटिकमणा इव रजनिकरगभस्तयो विशन्ति सुखमुपदेशगुणाः। गुरुवचनममलमपि सलिलमिव महदुपजनयति श्रवणस्थितं शूलमभव्यस्य' इति । अतो वस्तुवृत्त्या न तेषां भगवान् अनुशासक इति ॥
સમાધાન :- તુંકારો માત્ર તિરસ્કારધોતક જ છે તેવો નિયમ નથી. કરુણાવંત અને પરમહિતસ્વી વ્યક્તિ કે જેની સાથે અનેરો પ્રેમસંબંધ જામ્યો હોય છે, તેને પણ તુંકારાથી બોલાવાય છે. જેમકે બાળક પોતાની માને તુંકારાથી બોલાવે છે, અહીં ભગવાનને તુંકારાથી બોલાવવામાં સ્તુતિકારનો આશય આ છે–ભગવાન પરમકરુણાવંત હોવાથી સ્વ-પરના ભેદની અપેક્ષા વિના અદ્વિતીય હિતોપદેશક છે. બાળકો પોતાની માને ‘તું’ કહીને બોલાવે છે– આ મા પોતાના બાળકો પ્રત્યે પરમવાત્સલ્યવાળી છે. તેને પોતાના બાળકોમાં સ્વ–પરનો ભેદ નથી. અને આ મા પોતાના બાળકોની શ્રેષ્ઠ હિતચિંતક છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં પરમાત્મા જગત આખાની પરમમાતા છે. તેથી તેમને ‘તું’ કારાથી બોલાવવામાં તિરસ્કાર નથી પરંતુ તેમના પ્રત્યેનો અમેય શરણ્યભાવ અને સમર્પણભાવ છે—એ તાત્પર્ય છે.) કુતીર્થિકોની ભગવચનપરિણતિ અયોગ્યતા
શંકા :- ભગવાન સ્વપ૨ના વિભાગ વિના બધાના અદ્વિતીય ઉપદેશક છે. એ વચનને કાવ્યકારના જેઓનો તું અનુશાસક નથી” એ વચન સાથે વિરોધ છે. કેમકે ભગવાન કુતીર્થિકોરૂપી પરજીવોના હિતોપદેશક નથી” એજ તાત્પર્ય કાવ્યકારના વચનથી પ્રાપ્ત થાય છે.
સમાધાન : કાવ્યકારને પણ ભગવાન બધાના હિતોપદેશક છે, એમ જ સમ્મત છે. તેથી ‘કાવ્યકારના જેઓનો તું અનુશાસક નથી' એ વચન પાછળ આ રહસ્ય છુપાયું છે—જો કે ભગવાન તો સ્વપરના ભેદ વિના સર્વોપકારક દેશના–વાણી બધા જ જીવોને ફરમાવે છે. છતાં પણ સંચય કરેલા નિકાચિત પાપકર્મથી મલિન ચિત્તવાળા ભવાભિનંદી જીવોને ભગવાનની આ પાવન વાણીમાં રુચિ જામતી જ નથી, કેમકે તેઓ અપુનર્બંધકત્વરૂપ ધર્મયોગ્યતાની જધન્યસીમાને પણ નહિ પામેલા સકૂબંધકવગેરેરૂપ હોવાથી તેઓમાં ભગવાનની વાણીમાં હર્ષના પરિણામની યોગ્યતા પ્રગટતી જ નથી. બલ્કે એમ બને કે, ભગવાનની વાણીની વિપરીત અસર થાય. કાદમ્બરી મહાકાવ્યમાં કવિ બાણે આ પ્રમાણે કહ્યું છે — સ્ફટિકમણિ મળથી વિશુદ્ધ (=મળથી રહિત)બને તે પછી જ તે મણિમાં ચંદ્રના કિરણો પ્રવેશે છે. તે જ પ્રમાણે મળ(=પાપ)નો નાશ થયા પછી જ ચિત્તમાં ઉપદેશ સુખ-સરળતાથી પ્રવેશ પામે છે. દ્વેષવિનાનું પણ ગુરુનું વચન અભવ્યજીવને તો કાનમાં રહેલા પાણીની જેમ મોટી પીડા જ ઊભી કરે છે.” (અર્થાત્ શીતળતાદાયક પાણી પણ કાનમાં પીડા કરે તેમ, ગુરુના શીતળવચન પણ અયોગ્યને કષ્ટ જ આપે.)તેથી જ ભગવાન સર્વને સમાન રીતે હિતવચન કહેનારા હોવા છતાં પરતીર્થિકો વગેરે તે વચનને સ્વીકારતા ન હોવાથી વાસ્તવિક રીતે ભગવાન તેમના અનુશાસક નથી.
અભવ્યોના અનુદ્ધારમાં તેઓની અયોગ્યતા કારણ
આમ ભગવાન બીજાઓના અનુશાસક બનતા નથી. પરંતુ તેનો અર્થ એવો નથી કે, ત્રિજગદ્ગુરુ ભગવાનની આ અસમર્થતા છે. અનેકાનેક લોકોને સમ્યગ્દર્શનઆદિના દાન દ્વારા ભાવઆરોગ્યદાતા ભગવાન અસાધ્ય કિલષ્ટકર્મરૂપરોગથી ઘેરાયેલા મિથ્યાત્વીઓને ભાવઆરોગ્યદાતા ન બની શકે, તેમાં ભગવાનનો દોષ નથી; પણ તે મિથ્યાત્વીઓનો જ દોષ છે. વિષ ઉતારનાર વેદે, બીજા ઘણા સાપોના ઝેર ઉતારી નાખ્યા હોય, પણ કાલસર્પ ડસેલાના ઝેરને ઉતારી ન શકે, તેટલામાત્રથી કંઇ ‘તે ઝેર ઉતારનાર વૈદ નથી” એમ ન કહેવાય. કેમકે અતિપ્રસંગ અભવ્યો ના અનુબારમાં......
47