Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
*
કે
રે
ચાટમેરી किञ्च, त्वन्मतेन कालात्ययापदिष्टोप्ययं हेतुः, धर्येकदेशस्य तविद्युदभ्रादेरिदानीमप्युत्पद्यमानस्य विधातुरनुपलभ्यमानत्वेन प्रत्यक्षबाधितधर्म्यनन्तरं हेतुभणनात्। तदेवं न कश्चिद् जगतः कर्ता । एकत्वादीनि तु । जगत्कर्तृत्वव्यवस्थापनायानीयमानानि तद्विशेषणानि षण्ढं प्रति कामिन्या रूपसंपन्निरूपणप्रायाण्येव। तथापि तेषां । विचारासहत्वख्यापनार्थं किञ्चिदुच्यते॥ છે. જો દેશ્ય શરીરવાળે ઇશ્વર આ કાર્યો કરતે હેય, તો તે કાર્યો કરતી વખતે તે ઈશ્વર આપણા દર્શનનો દોર વિષય બનવો જોઇએ. પણ તેમ થતું નથી. આમ સશરીરકર્તાના અભાવમાં પણ કાર્ય થતું લેવાથી કાર્યવહેતુ વિપક્ષમાં પણ રહે છે. તેથી પક્ષ, વિપક્ષ અને સપક્ષ ત્રણેયમાં રહેતો હોવાથી તે પ્રમેયત્વ' વગેરેની જેમ સાધારણ-અનેકાંતિકદોષથી દુષ્ટ છે. પ્રમેયત્વ નિત્ય વસ્તુમાં પણ હોવાથી તેનાથી બુદ્ધિમત્કર્તકત્વની સિદ્ધિ કરવામાં જેમ સાધારણ-અનેકાંતિક દોષ છે, તે પ્રમાણે “કાર્યત્વ હેતુથી પણ છે. એમ કહેવાનો ભાવ છે.
ઈશ્વરનું શરીર પિશાચ વગેરેની જેમ અદેશ્ય છે એ વિકલ્પ પણ અસંગત છે. ઈશ્વરનું શરીર અદેશ્ય શા માટે છે? શું તેમાં ઈશ્વરનું માહાત્મવિશેષ કારણ છે? કે પછી આપણા ભાગ્યની ખામી તેમાં કારણ છે? પ્રથમ વિકલ્પ તો માત્ર સોગંદ ખાઈને જ સિદ્ધ કરી શકાય તેમ છે. કેમકે ઈશ્વરનું માહાત્મ જ હજી અસિદ્ધ અવસ્થામાં છે.
(ઈશ્વર જો વિદ્યામંત્રાદિ દ્વારા અદેશ્ય શરીરવાળો હેય તો, ક્યારેક તો દેશ્ય લેવો જોઈએ. વિધ આદિથી અદશ્ય થનાર હંમેશા અદશ્ય રહેતા નથી.) પૂર્વપક્ષ:- ઇશ્વર પોતાના માસ્યવિશેષથી જ અદેશ્ય શરીરવાળો છે, વિદ્યાના કારણે નહિ. ઉત્તર૫ક્ષ :- ઈશ્વરના આ માહાત્મનું જ્ઞાન તમને ક્યાંથી થયું? પૂર્વપક્ષ :- ઈશ્વરનું શરીર દેખાતું નથી–તેનાથી જ નિશ્ચય થાય છે કે, ઇશ્વરનું તેવું માહાત્મ છે.
ઉત્તરપt:- અહીં અન્યોન્યાશ્રયદોષ છે. ઈશ્વરનું શરીર અદેશ્ય લેવામાં તેના માહાભ્યને હેતુ બનાવ્યો. અને તેના માહાભ્યની સિદ્ધિમાં તેના શરીરની અદેશ્યતાને સાધન બનાવ્યું. તેથી અન્યોન્યાશ્રયદોષ ઊભો થયો. માટે માહાસ્યવિશેષથી શરીરની અદેશ્યતા સિદ્ધ થાય તેમ નથી. “આપણું એટલું કમભાગ્ય છે કે ભગવાનનું શરીર દેખી શકાતું નથી.” એવો બીજો વિકલ્પ તો વિચારી શકાય તેવો પણ નથી. કારણ કે, આ સમાધાનથી સંશય દૂર થતો નથી કે-“શું ઈશ્વર નામની કોઈ વિશિષ્ટ વ્યકિત વધ્યાપુત્રની જેમ આ જગતમાં વિદ્યમાન ન લેવાથી તેનું શરીર અદેશ્ય છે? કે પછી ઇશ્વર વાછતાં આપણા કમભાગ્યના કારણેપિશાચઆદિના શરીરની જેમ તેનું શરીર અદેશ્ય છે? આ બન્ને વિકલ્પમાંથી એક પણ વિકલ્પ તરફ નિશ્ચય કરવાનું આપણા જેવા અલ્પજ્ઞોનું ગજુ નથી કેમકે તે અતીન્દ્રિય છે. (ઇશ્વર એક જાતિવિશેષ છે કે જે જાતિવાળા બધા સ્વભાવથી જ અદેશ્યશરીરવાળા હેય છે એમ પણ કહી શકાય નહિ. કેમકે ઇશ્વરને એક અને નિત્ય માન્યો છે.)
અશરીર ઈશ્વરની અસિદ્ધિ પૂર્વપલ :- આ ઈશ્વર શરીર વિનાનો છે.
ઉત્તરપલ :- એમ માનવામાં પ્રતિજ્ઞાાનિ-સિદ્ધાંતવિરોધ છે. કેમકે અગાઉ તમે જ ઈશ્વરને શરીરવાળાતરીકે સ્થાપ્યો હતો. તથા ઇશ્વરને શરીર વિનાનો માનવામાં દષ્ટાંત અને દાર્ટાબ્લિક વચ્ચે વિરોધ કરી છે. દષ્ટાંત તરીકે દર્શાવેલા ઘટવગેરે કાર્યો કુંભારવગેરે સશરીરકર્તા દ્વારા જ કરાયેલા દેખાય છે. જયારે છે. દાર્ટોન્સિક પૃથ્વી વગેરે કાર્યો અશરીર કર્તા દ્વારા સિદ્ધ કરવા છે. પૂર્વપક્ષ:- દેäત અને ઘટ્ટૉન્સિકવચ્ચે સર્વથા છે . કાવ્ય -૬
: 50