Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
જ
શ્યાહુકમંજરી
કરાઈ द्वितीयविकल्पे पुनरदृश्यशरीरत्वे तस्य माहात्म्यविशेषः कारणमाहोस्विदस्मदाद्यदृष्टवैगुण्यम् । प्रथमप्रकारः कोशपानप्रत्यायनीयः तत्सिद्धौ प्रमाणाभावात् । इतरेतराश्रयदोषापत्तेश्चासिद्धे हि माहात्म्यविशेषे तस्यादृश्यशरीरत्वं प्रत्येतव्यम् । तत्सिद्धौ च माहात्म्यविशेषसिद्धिः इति । द्वैतीयिकस्तु प्रकारो न संचरत्येव विचारगोचरे; संशयानिवृत्तेः । किं तस्यासत्त्वाददृश्यशरीरत्वं वान्ध्येयादिवत् किं वाऽस्मदाद्यदृष्टवैगुण्यात् पिशाचादिवदिति निश्चयाभावात्।
अशरीरश्चेत् ? तदा दृष्टान्तदाान्तिकयोर्वैषम्यम् । घटादयो हि कार्यरूपाः सशरीरकर्तृका दृष्टाः। अशरीरस्य च सतस्तस्य कार्यप्रवृत्तौ कुतः सामर्थ्यम्? आकाशादिवत् । तस्मात् सशरीराशरीरलक्षणे पक्षद्वयेऽपि कार्यत्वहेतोयाप्त्यसिद्धिः।
RE
શંકા:- અવયવમાં સમવાય સંબંધથી રહેલા દ્રવ્યને જ અમે કાર્ય તરીકે સ્વીકારીએ છીએ. “અવયવત્વ પોતે દ્રવ્ય નથી. [તેથી તેને કાર્ય માની શકાય નહિ.
સમાધાન :- આ વ્યાખ્યા માત્ર દ્રવ્યાત્મક કાર્યને વ્યાપ્ત છે, ગણક્રિયાત્મક કાર્યને વ્યાપ્ત નથી, તેથી અવ્યાપ્તિોષ છે. વળી સમવાય જ અસિદ્ધ છે, તથા આકાશવગેરે દ્રવ્યો પણ સાવયવ તરીકે ભાસે છે. અર્થાત અવયવોમાં રહેલા દેખાય છે. તેથી આકાશ વગેરે નિત્યદ્રવ્યોને પણ કાર્યદ્રવ્ય માનવા પડશે. જે તમને પણ ઇષ્ટ નથી. તેથી જે સાવયવ - અવયવોમાં રહે)ોય તે કાર્ય જ હેય તેમ નહિ કહી શકાય. (૨) સમવાય સર્વવ્યાપી “એક અને નિત્ય રૂપે ઇષ્ટ છે. તથા “સતા જાતિ પણ સર્વવ્યાપી એક અને નિત્ય છે. તેથી આ બન્નેનો પ્રાગ અસત કાર્ય સાથે યોગ થઇ શકે નહિ. સર્વવ્યાપી નિત્યને દેશવ્યાપી અનિત્યમાં રાખવાની કલ્પના જ વાહિયાત છે. તેથી આ બન્નેનો કાં તો કાર્ય સાથે યોગ નથી, અને જો યોગ હોય તો)કાંતો કાર્ય સર્વવ્યાપી નિત્ય છે. એમ માનવું પડે. અને આ બન્ને કલ્પના સ્પષ્ટ અસંગત છે. (૩) ખાડો ખોદવો પૂરવો વગેરે કાર્ય દ્વારા આકાશમાં પણ કુતબુદ્ધિ થાય છે. તેથી બુદ્ધિમાં જે કુત તરીકે ભાસે તે કાર્ય એમ સિદ્ધાંત સ્થાપવો સંગત નથી. કેમકે આકાશને પણ કાર્ય માનવાની આપત્તિ છે. (૪)તમે પેલો એક અને નિત્ય ઈશ્વર પણ વિકાર પરિણામથી યુક્ત છે. અન્યથા તે ઈશ્વર ભિન્ન ભિન્ન કાર્યો કરી શકે નહિ. અને ઈશ્વરને કાર્યરૂપ માનવામાં આવતી આપત્તિઓ તમે જ બતાવી છે. તેથી વિકારયુક્ત વસ્તને પણ કાર્ય તરીકે સ્વીકારી શકાશે નહિં. તેથી આ ચારે વિકલ્પથી કાર્યની સિદ્ધિ થતી નથી.
પૂર્વપક્ષ:- જે કાદાચિત્કકકયારેક બનવાવાળા ભાવ હેય તે કાર્ય.
ઉત્તરપક્ષ:- તો પણ જગત કદાચિક તરીકે પ્રસિદ્ધ છે. અર્થાત જગત પણ ઇશ્વરની જેમ નિત્ય છે. તેનામાં અનિયત પ્રમાણસિદ્ધ નથી. તેથી કાર્યવહેતુ અસિદ્ધ છે.
પૂર્વપક્ષ:- કાર્યકર્તા દ્વારા કે બુદ્ધિમાન કર્તા દ્વારા કરાયેલું.
ઉત્તરપક્ષ:- આ અર્થ કરવામાં આત્માશ્રયોષ અથવા અન્યોન્યાશ્રયોષ છે. સાધ્ય કે સાધ્યના અંશને સાધનના અંશરૂપે વિવક્ષિત કરવામાં આત્માશ્રયદોષ લાગે. અને બે ભાવ પોતપોતાની સિદ્ધિ માટે પરસ્પરની અપેક્ષા રાખે ત્યારે અન્યોન્યાશ્રયદોષ લાગે. અર્ણ બુદ્ધિમત્કકત-સાધ્ય છે. કાર્ય સાધન છે. અને કાર્યવકકત એવો અર્થ કર્યો. તેથી કાર્યવ૩૫ સાધનમાં ‘કર્તકત્વ અંશનો નિવેશ થવાથી આત્માશ્રયદોષ આવ્યો.તથા કર્તકત્વની સિદ્ધિ માટે કાર્યને સાધન બનાવવાથી અને કાર્યત્વની સિદ્ધિ માટે કવિને સાધન બનાવવાથી અન્યોન્યાશ્રયોષ પણ છે.)
ઈશ્વરના સશરીરતાની અસિદ્ધિ વળી જગત્કર્તા બુદ્ધિમાન ઇશ્વર શરીરવાળો છે કે શરીર વિનાને? જો શરીરવાળો હેય, તો તેનું એ છે શરીર આપણા જેવું દૃશ્ય દેખી શકાય તેવું છે?કે, પિશાચ વગેરેની જેમ અદેશ્ય છે? ઇશ્વરના શરીરને દેશ્ય કહેવામાં પ્રત્યક્ષબાધ છે. કેમકે ઈશ્વરના શરીરને હજી સુધી કોઈ જોઈ શક્યું નથી. અને અત્યારના પણ ક્યાંય પ્રત્યક્ષ દેખાતું નથી. વળી તેવા શરીરવાળાના અભાવમાં પણ તૃણ, વૃક્ષ, ઈન્દ્રધનુષ વગેરે કાર્યો થતાં દેખાય ૬. શપથ વિમાનીયઃ |
ઈશ્વરના સશરીરતાની અસિદ્ધિ
R
*
*
::