Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
યાજ્ઞાદમંજરી
न च एतावता जगद्गुरोरसामर्थ्यसम्भावना । न हि कालदष्टमनुज्जीवयन् समुज्जीवितेतरदष्टको विषभिषगुपालम्भनीयः, अतिप्रसङ्गात् । स हि तेषामेव दोषः । न खलु निखिलभुवनाभोगमवभासयन्तोऽपि भानवीयाः भानवः कौशिकलोकस्यालोकहेतुतामभजमाना उपालम्भसम्भावनास्पदम्। तथा च श्रीसिद्धसेनः 'सद्धर्मबीजवपनानघकौशलस्य, यल्लोकबान्धव! तवापि खिलान्यभूवन् । तन्नाद्भुतं खगकुलेष्विह तामसेषु सूर्यांशवो मधुकरीचरणावदाताः ॥'
अथ कथमिव तत्कुहेवाकानां विडम्बनारूपत्वमिति ? ब्रूमः । यत् तावदुक्तं परैः 'क्षित्यादयो बुद्धिमत्कर्तृकाः कार्यत्वाद् घटवदिति' तदयुक्तं, व्याप्तेरग्रहणात् । 'साधनं हि सर्वत्र व्याप्तौ प्रमाणेन सिद्धायां साध्यं गमयेत्' इति सर्ववादिसंवादः । स चायं जगन्ति सृजन् सशरीरोऽशरीरो वा स्यात् ? सशरीरोऽपि किमस्मदादिवद् दृश्यशरीरविशिष्ट उत पिशाचादिवददृश्यशरीरविशिष्टः ? प्रथमपक्षे प्रत्यक्षबाधस्तमन्तरेणापि च जायमाने तृणतरुपुरन्दरधनुरभ्रादौ कार्यत्वस्यदर्शनात् प्रमेयत्वादिवत्साधारणानैकान्तिको हेतुः ।
B
આવે. (એમ તો દરેકમાં અવિશિષ્ટતા આવી જાય. કેમકે આમ તો માટીમાંથી કુશળતાથી ઘડા બનાવનાર કુંભાર જો રેતીમાંથી ઘડો ન બનાવે તો તે કુંભાર નથી એમ કહેવાનો વારો આવે. આ અતિપ્રસંગ છે.) તથા ત્રણે જગતને સંપૂર્ણપણે પ્રકાશિત કરનાર સૂર્યના કિરણો ઘૂવડના સમુદાય માટે પ્રકાશ કરનારા ન બને તેટલા માત્રથી કંઇ ઠપકાનેં પાત્ર બનતા નથી. કેમકે ત્યાં ઘૂવડોની જ અયોગ્યતા છે. શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ પણ કહ્યું જ છે કે – “હે જગબંધુ !તું સદ્ધર્મબીજને વાવવામાં અપ્રતિમ કુશળ છે. છતાં પણ તારા ઉપદેશબીજો ઉખરભૂમિતુલ્ય ઘણા લોકોમાં પ્રવેશ પામતા નથી. પણ તેમાં આશ્ચર્ય નથી. કેમકે આ લોકમાં પણ સૂર્યના કિરણો તામસ-ઘુવડોના સમૂહને માટે ભમરીના પગ જેવી કાંતિવાળા (=શ્યામવર્ણના)બને છે.” (અથવા જો તારા જેવા પણ ઉખરભૂમિ જેવા લોકોને ધર્મ પમાડવામાં સફલ ન થતા હોય, તો સૂર્યના કિરણો ઘૂવડો માટે અંધારા રૂપ બને એમાં કશું અદ્ભુત=આશ્ચર્ય નથી.)
જગત્કર્તૃત્વનું ખંડન
શંકા :- ઇશ્ર્વરસંબંધી પરવાદીઓનાં કદાગ્રહો શા માટે વિડમ્બનારૂપ છે ?
સમાધાન :- કેમકે એ કદાગ્રહો કુતર્કથી ઉદ્ભવેલા છે. આ કુતર્કો યુક્તિના પાયાવિનાના છે. પૂર્વપક્ષે “પૃથ્વી વગેરે વસ્તુ બુદ્ધિમત્કર્તૃક છે કેમકે કાર્ય છે જેમકે ઘડો." એવો અનુમાન પ્રયોગ કર્યો છે. પણ અહીં કાર્યત્વહેતુ પોતે જ અસિદ્ધ હોવાથી દુષ્ટ છે. તેથી વ્યાપ્તિ જ સિદ્ધ થતી ન હોવાથી તેઓને અહીં પ્રથમગ્રાસે જ મક્ષિકા છે. “સૌ પ્રથમ સાધન સિદ્ધ હોવું જોઇએ. એ પછી જ એ સાધન સાધ્યનો બોધ કરાવે એવો નિયમ સર્વવાદીને
માન્ય છે.
શંકા :- કાર્યત્વહેતુ કેમ અસિદ્ધ છે ?
સમાધાન :– કાર્યત્વહેતુમાં ‘કાર્ય' એટલે શું ? (૧) અવયવોમાં સમવાય સંબંધથી રહેવું તે કે (૨ )પહેલા અવિધમાનનો પછી પોતાના કારણ સાથે અને ‘સત્તા' સાથેનો સમવાયસંબંધ તે કે (ઉત્પન્ન થયેલું કાર્ય પોતાના ઉપાાનકારણમાં, અને સત્તા એ કાર્યમાં સમવાયસંબંધથી રહે છે. એમ પૂર્વપક્ષનો સિદ્ધાંત છે.)(3)‘કૃત' (=કરાયું)તરીકે બુદ્ધિમાં ભાસવું તે કે પછી (૪) વિકારયુક્ત હોવું, આ ચારે વિકલ્પોમાં દોષ આ પ્રમાણે છે. (૧)અવયવમાં જેમ અવયવી (=કાર્ય તરીકે ઇષ્ટ વસ્તુ)સમવાયસંબંધથી રહે છે. તેમ ‘અવયવત્વ' પણ સમવાયસંબંધથી રહે છે. તેથી અવયવમાં એ સંબંધથી રહેવા માત્રથી કાર્ય માનવામાં તો ‘અવયવત્વ' ને પણ કાર્ય તરીકે સ્વીકારવું પડે.
(૨) માનુ; ર્િળઃ । (૨) દ્વિતીયદ્નાત્રિંશિા રત્નોન
૧૩ (૩) અનુન્નક્ષેત્રાળિ
કાવ્ય
48