Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
હ
જ
:::
*
છે
જ
ન
तदेवमेकत्वादिविशेषणविशिष्टो भगवानीश्वर 'स्त्रिजगत्कर्ता' इति पराभ्युपगममुपदश्योत्तरार्द्धन तस्य दुष्टत्वमाचष्टे। इमाः एताः अनन्तरोक्ताः, कुहेवाकविडम्बनाः कुत्सिता हेवाकाः आग्रहविशेषाः, कुहेवाकाः कदाग्रहा इत्यर्थः। त एव विडम्बनाः विचारचातुरीबाह्यत्वेन तिरस्काररूपत्वाद् विगोपकप्रकाराः। स्युः=भवेयुः । तेषां प्रामाणिकापसदानाम्। येषां । हे स्वामिन्! त्वं नानुशासकः=न शिक्षादाता। तदभिनिवेशानां विडम्बनारूपत्वज्ञापनार्थमेव पराभिप्रेतपुरुषविशेषणेषु प्रत्येक तच्छब्दप्रयोगमसूयागर्भमाविर्भावयाञ्चकार स्तुतिकारः। तथा चैवमेव निन्दनीयं प्रति वक्तारो वदन्ति। - स मूर्खः । स पापीयान, स दरिद्र इत्यादि । त्वम्' इत्येकवचनसंयुक्तयुष्मच्छब्दप्रयोगेण परमेशितुः परमकारुणिकतयाऽनपेक्षितस्वपरविभागमद्वितीयं हितोपदेशकत्वं ध्वन्यते॥
શંકા :- ઇશ્વર પોતાના સ્વભાવથી ઉત્પન્ન થાય છે.
સમાધાન :- એમ માનવામાં સર્વત્ર સ્વભાવને જ કારણ માનવો પડે. અને તો (૧) બધા કાર્યોની નિયતકારણસામગ્રી વ્યવસ્થા પી ભાંગે અને (૨) પૃથ્વી વગેરેને પણ સ્વભાવથી ઉત્પન્ન થયેલા માનીને ઈશ્વરની કલ્પનાને પણ ઊડાવી દેવાનો વખત આવે. વળી, અનુત્યન-અસત વસ્તુને સ્વભાવ હોવો સંભવતો નથી. તેથી ઈશ્વરને અનિત્ય ઉત્પત્તિશીલ કૂતક માનવામાં તેના ઉત્પાદક અન્ય કર્તાની કલ્પના આવશ્યક છે.
શંકા :- અન્ય ઈશ્વર દ્વારા આ ઈશ્વર ઉત્પન્ન થયો છે.
સમાધાન :- એ અન્ય ઈશ્વર પોતે નિત્ય છે કે અનિત્ય? જો નિત્ય છે, તો આ ઈશ્વરે શું ગુનો કર્યો કે જેથી આ ઇશ્વરને અનિત્ય માનવો પડે? અર્થાત અંતે જો બીજા ઈશ્વરને પણ નિત્ય માનવો જ પડતો હોય, તો પ્રથમ ઈશ્વરને જનિત્ય માનવામાં કલ્પનાલાઘવ છે, અને બીજા ઇશ્વરને પણ અનિત્ય માનવામાં તો મોટી અનવસ્થા છે. કેમકે તે બીજા ઈશ્વરના વિધાતા તરીકે વળી ત્રીજા ઈશ્વરને કલ્પવો પડે. વળી પછી એની નિત્યતા અનિત્યતાનો વિચાર કરવાનો અને ફરીથી પૂર્વોક્ત ચક્ર ચલાવવાનું. આમ ઇશ્વરને અનિત્ય માનવાથી માત્ર દોષોની જાળમાં જ પૂરાવાનું છે. વળી ઇશ્વરને અનિત્ય માનવામાં તેના અનંતા જન્મ-મરણ માનવાનું મોટું કલ્પનાગૌરવ ઊભું થાય છે. તેથી લાઘવતર્કની સહાયથી જે અનુમાનથી ઇશ્વરની સિદ્ધિ થઈ, તે જ અનુમાનથી તેના એકત્વની અને નિયત્વની સિદ્ધિ થાય છે. ( મો ધોનિત્યસ્વે, તા તાવ) લાઘવતર્ક:- સિદ્ધ વસ્તુમાં કેટલાક ધર્મો સ્વીકારવામાં લાઘવ હોય છે. જો તે ધર્મો સ્વીકારવામાં ન આવે તો એવો ગૌરવદોષ આવે છે. જેથી વસ્તુની સિદ્ધિ જ દૂષિત બની જાય. આ લાઘવસાધકતર્ક (=ઊહા)ને લાઘવતર્ક કહે છે. '
આ પ્રમાણે એકત્વ' વગેરે વિશેષણોથી યુક્ત ઈશ્વર જગત્કર્તા છે એવો વૈશેષિકો વગેરે પરવાદીઓનો પૂર્વપક્ષ કાવ્યના પૂર્વાર્ધમાં દર્શાવી ઉત્તરાર્ધ દ્વારા એ પૂર્વપક્ષ માત્ર ભ્રાકલ્પના છે અને ઘણા દોષોથી ભરેલી છે. એમ બતાવે છે –“ઇમા કુહેવાકઇત્યાદિ. આ કુહેવાકકદાગ્રહો વિચારચતુરાઇથી રહિત હોવાથી અને તિરસ્કરણીય હેવાથી માત્ર વિડંબનારૂપ જ છે, અને પોતાની અજ્ઞાનતા ઢાંકવાની વ્યર્થ ચેષ્ટારૂપ છે. તેનાથ!
એ અપ્રામાણિકોનો શિક્ષાદાતા તું નથી, તેથી જ તેઓ આવી વિડંબના ભોગવે છે. તેઓનો કદાહ માત્ર વિડંબનારૂપ છે તેમ બતાવવા માટે જ તેઓને અભિમત ઈશ્વરના પ્રત્યેક વિશેષણો સાથે સ (તે)પદનો પ્રયોગ કર્યો છે. આ બસ" પ્રયોગ દ્વારા કવિ પોતાની આ કલ્પિતઇશ્વર પ્રત્યેની સૂગ વ્યક્ત કરે છે. તેથી વારંવાર સ' પદનો પ્રયોગ કરી કટાક્ષ કર્યો છે. કેમકે વક્તાઓ આ પ્રમાણેનો પ્રયોગ નિંદનીય વ્યક્તિ અંગે કરતા હોય છે. જેમકે તે મૂર્ખ છે. તે પાપી છે, તે દરિદ્ર છે....' ઇત્યાદિ.
શંકા:- એમ તો અહીં સ્તુતિકારે પરમાત્મા પ્રત્યે વમતું એવો ઉલ્લેખ કર્યો છે, આ “તુંકારો પણ તિરસ્કારનો બોધ કરાવે છે.
કાવ્ય - ૬.
======ી 46)