Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
: સ્થાપ્નદમંજરી " " - ___ स चैक इति। च पुनरर्थे । स पुनः पुरुषविशेषः एकः अद्वितीयः । बहूनां हि विश्वविधातृत्वस्वीकारे परस्परविमतिसम्भावनाया अनिवार्यत्वाद् एकैकस्य वस्तुनोऽन्यान्यरूपतया निर्माणे सर्वमसमञ्जसमापद्येतेति ॥
तथा स सर्वग इति । सर्वत्र गच्छतीति सर्वगः सर्वव्यापी । तस्य हि प्रतिनियतदेशवर्तित्वेऽनियतदेशवृत्तीनां विश्वत्रयान्तर्वर्तिपदार्थसार्थानां यथावनिर्माणानुपपत्तिः कुम्भकारादिषु तथादर्शनात् । अथवा सर्वं गच्छति=जानातीति सर्वगः सर्वज्ञः “सर्वे गत्यर्थाः ज्ञानार्थाः" इति वचनात् । सर्वज्ञत्वाभावे हि यथोचितोपादानकारणाद्यनभिज्ञत्वादनुरूपकार्योत्पत्तिः न स्यात्॥
અર્થાત જે પ્રમાણથી ઈશ્વર સિદ્ધ થાય છે, તે જ પ્રમાણથી સ્વનિર્મિત શરીરવાળા ઈશ્વરની સિદ્ધિ થાય છે, કેમકે શરીર વિનાના ઇશ્વરની પ્રતીતિ નિરર્થક છે. કેમકે શરીર વિનાની વ્યક્તિ ચેષ્ટા વિનાની લેવાથી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ છે. અને અસમર્થની ફોગટ કલ્પનામાં માત્ર કલ્પનાગૌરવ જ છે તથ્ય કંઈ નથી. તેથી ઈશ્વર સશરીર જ સિદ્ધ થાય છે. તેથી તે ( ઈશ્વર)શરીર વિનાનો છે, એવો હેતુ અસિદ્ધ છે. આમ હેતુ અસિદ્ધ થવાથી તમારું ઉપરોક્ત અનુમાન પણ અસિદ્ધ કરે છે. તેથી અમારો હેતુ અદુષ્ટ છે. તેથી જગતકર્તા ઇશ્વર' સાધક અમારું અનુમાન નિષ્પતિપક્ષ સિદ્ધ થાય છે.
ઈશ્વરના એકપણાની સિદ્ધિ હવે “ઈશ્વર એક છે' એમ દર્શાવે છે. ઘણા ઈશ્વરોને સ્વીકારવામાં ઘણા દોષો રહેલા છે. ઘણા ઈશ્વરો વિધાતા ોય તો પરસ્પરમાં વિભિન્નમતિ ઉત્પન્ન થાય. આ ભિન્નમતિવાળા ઈશ્વરો પોત પોતાની બુદ્ધિથી પૃથ્વી વગેરેને ભિન્ન ભિન્ન આકારે બનાવે. તેથી જગતમાં દેખાતી એકરૂપતા અલોપ થઈ જાય. પછી કેવા આકારની વસ્તુને પૃથ્વી કહેવી? વગેરેઅંગે વ્યવસ્થા પણ રહે નહિ. તેથી સર્વત્ર અસમંજસતા અવ્યવસ્થા ફિલાઈ જાય.
| (શંકા - એકસ્વભાવી એક ઈશ્વર અગ્નિ પાણી, ઠંડી, ગરમી વગેરે વિરુદ્ધ કાર્યો શી રીતે કરી શકઈં ? તથા તે દરેક કાર્યો નિયત દ્રવ્યત્રકાળ-ભાવમાં પણ શી રીતે થશે? સહકારની અપેક્ષા રાખવામાં ઈશ્વર અસમર્થ અને પરતંત્ર બનશે. સમાધાન - જેમ એક મુખ્ય એન્જિનીયરના સંચાલન હેઠળ કડીયા, સુથાર, વગેરે જૂઘ-જૂદા કાર્ય કરનારાઓ ભિન્ન ભિન્ન કાર્ય કરતા દેખાય છે. તેમ એક ઈશ્વરના સંચાલન હેઠળ જુદી-જુદી કારણ સામગ્રીઓ દ્વારા કુંભાર વગેરે જૂધ-ઘ કર્તાઓ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. તેથી ઇશ્વરને એક માનવામાં જૂદા જૂદા કાર્યો અનુપપન્ન નહિ થાય. કેમકે ઈશ્વરનું મુખ્ય કાર્ય સંચાલનનું છે.)
ઈશ્વર સર્વવ્યાપી અને સર્વત વળી આઈશ્વર સર્વવ્યાપી છે. નિયતદેશમાં રહેલો ઇશ્વર જગતવ્યાપી કાર્યો કરી શકે નહિ. કાર્યસ્થળ | કર્તાની ઉપસ્થિતિ આવશ્યક છે. કર્તાના અભાવમાં કારણ સામગ્રીની હાજરીમાં પણ કાર્ય થઈ શકતું નથી. માટી,
દંડ, ચક્ર, ચીવર વગેરે હાજર હેય તો પણ, કુંભાર વિનાઘો બનતો નથી. જગતના કાર્યો ત્રણલોકવ્યાપી હોવાથી ક અનિયતદેશવૃત્તિ છે. અર્થાત એક કાર્ય એકદેશમાં હોય, તો બીજું કાર્ય અન્ય દેશમાં રહેલું હોય, હવે જો ઈશ્વર આ સર્વવ્યાપી ન હોય, તે અલગ અલગ સ્થળે રહેલા સમાનકાલીન કાર્યોને શી રીતે કરી શકે? અને વારંવાર
આમથી તેમ દોડધામ કરવામાં તો તે થાકી જશે. આમ સર્વકાર્યોનું નિયતદેશમાં-નિયતકાળમાં થતું યથાવ
નિર્માણ ઇશ્વરને સર્વવ્યાપી ન માનવામાં અનુ૫૫ન બને છે. વૈશેષિકો-નૈયાયિકોને મતે એક અને નિત્ય વસ્તુ છે છે આકાશની જેમ સર્વવ્યાપક તરીકે જ સિદ્ધ છે. તેથી એક અને નિત્ય ઇશ્વર સર્વવ્યાપક તરીકે સિદ્ધ જ છે. તેથી ફરીથી તેની
કાવ્ય -૬
=========
44)