Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
મ્યાઙ્ગા મંજરી
अत्र च यद्यपि, अधिकृतवादिनः प्रदीपादिकं कालान्तरावस्थायित्वात् क्षणिकं न मन्यन्ते, तन्मते पूर्वापरान्तावच्छिन्नायाः सत्तायाः -एवानित्यतालक्षणात् । तथापि बुद्धिसुखादिकं तेऽपि क्षणिकतयैव प्रतिपन्ना इति तदधिकारेऽपि क्षणिकवादचर्चा नानुपपन्ना । यदापि च कालान्तरावस्थायि वस्तु, तदापि नित्यानित्यमेव । क्षणोऽपि न खलु सोऽस्ति यत्र वस्तु उत्पादव्ययध्रौव्ययुक्तं नास्ति ॥ इति काव्यार्थः ॥ ५ ॥
(૨)‘નર' અને ‘સિંહ” અવયવોની વચ્ચે તાદાત્મ્ય રાખનાર કોઇક અખંડ દ્રવ્ય છે. આમ શબ્દ જ્ઞાન અને કાર્યરૂપ ‘નર’ અને ‘સિંહુ” બન્નેથી વિલક્ષણ ‘નરસિંહત્વ' રૂપ ભિન્ન જાતિ પણ સિદ્ધ થાય છે.
આ જ પ્રમાણે નૈયાયિક–વૈશેષિકો વગેરેએ ચિત્રવિચિત્રરંગવાળા પટ” વગેરે અન્વયીદ્રવ્યનો સ્વીકાર કર્યો છે. વસ્ત્રના એક ભાગમાં સ્થિરતા અને બીજાભાગમાં અસ્થિરતા-કંપન, એકભાગમાં લાલરંગ બીજા ભાગમાં તેનો અભાવ, એકભાગમાં બીજાવસ્ત્રવગેરેથી આવરણ, બીજાભાગમાં તેવા આવરણનો અભાવ, વગેરે વિરુદ્ધ ધર્મો હેવામાં વિરોધ નથી એમ ન્યાયકંદલી વગેરે ન્યાયગ્રંથોમાં દર્શાવ્યું જ છે.
એવં બૌદ્ધોએ પણ એક જ ચિત્રજ્ઞાનમાં ‘ભૂરા’ તથા ‘લાલ' વગેરે રંગોનો સ્વીકાર કર્યો જ છે. લાલ–ભૂરા રંગની વસ્તુના દર્શનથી ઉત્પન્ન થતાં જ્ઞાનમાં આ બન્ને ભિન્ન અંશનો સ્વીકાર સ્યાદ્વાદને પુષ્ટ કરે છે.
શંકા :– પ્રસ્તુતમાં વૈશેષિકમતનું ખંડન ચાલે છે. તેઓ પ્રદીપ વગેરેને અનિત્ય માનતા હોવા છતાં ક્ષણિક નથી માનતા. કેમકે તેમના મતે પ્રદીપ વગે૨ે અમુકકાળ સુધી સ્થિર-નાશ નહિ પામનારા છે. આ મતે ‘વસ્તુની શરૂઆત હોવી અને અંત હોવો' એ જ વસ્તુની અનિત્યતા છે, નહિ કે, બીજી ક્ષણે નાશ પામવું એજ. તેથી અહીં ક્ષણિકવાદનું ખંડન અવસરસંગત નથી.
સમાધાન :- અલબત્ત, તેમના મતે પ્રદીપાદિની અનિત્યતા તમે કહી તેવી જ છે. છતાં પણ, તેઓ બુદ્ધિ, સુખ વગેરે આત્મગુણોને તો બૌદ્ધોની જેમ ક્ષણિક જ માને છે. માટે અહીં વૈશેષિકમતના ખંડન વખતે ક્ષણિકવાદની ચર્ચા કરવી અવસરસંગત જ છે. તથા વસ્તુ કાળાંતર ૨::શાયી હોય તો પણ નિત્યાનિત્ય જ છે, કેમકે એવી કોઇ ાણ નથી કે, જે વખતે વસ્તુ ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય યુક્ત ન હોય. અર્થાત્ વસ્તુ સર્વદા ઉત્પાદ આદિથી યુક્ત જ છે. તેથી પ્રદીપ વગેરેને કાળાન્તર અવસ્થાયી એકાંતઅનિત્ય માનવામાં પણ દોષ છે જ, એ તાત્પર્ય છે.
પાંચમા કાવ્યનો અર્થ પૂર્ણ થયો
૧. તથા નિત્ય ઇશ્વરના સર્જન-સંહરની ઇચ્છા-પ્રવૃત્તિરૂપ રજો અને તમોગુણનો સ્વીકાર કરવા દ્વારા વિરૂદ્ધ ધર્મોનો એકત્ર વાસ સ્વીકાર્યો જ છે.
૨. તથા દર્શન=પ્રત્યક્ષજ્ઞાન (૧) ભૂરી વસ્તુમાં ભ્રમથી અક્ષણિકતાનો બોધ કરે, અથવા (૨)ભ્રમથી અક્ષણિકતા દેખાવા છતાં ક્ષણિકતાનો અધ્યવસાય કરે—આ બન્ને અંશે તે વિષયમાં દર્શન અપ્રમાણ છે. અને વસ્તુના ભૂરા રંગ અંગે તેજ દર્શન પ્રમાણ છે. આમ એક જ દર્શનમાં પ્રામાણ્ય—અપ્રામાણ્યનો સ્વીકાર કરીને બૌદ્ધમત પણ સ્યાદ્વાદને પુષ્ટ કરે છે. તથા પ્રકૃતિમાં સત્વ, રજો અને તમો રૂપ પરસ્પર વિરૂદ્ધ ગુણોની વૃત્તિ સ્વીકારીને સાંખ્યમતે પણ સ્યાદ્વાદ્ સ્વીકાર્યો છે.
સ્યાદવાદમાં અર્થક્રિયાની ઉપપત્તિ
41