Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચા મંજરી
अथ य एवैकत्रोपादानभावः स एवान्यत्र सहकारिभाव इति न स्वभावभेद इष्यते । तर्हि नित्यस्यैकरूपस्यापि क्रमेण नानाकार्यकारिणः स्वभावभेदः कार्यसाङ्कर्यं च कथमिष्यते क्षणिकवादिना ? ॥ अथ नित्यमेकरूपत्वादक्रमम्, अक्रमाच्च क्रमिणां नाना कार्याणां कथमुत्पत्तिः ? इति चेत् ? अहो स्वपक्षपाती देवानांप्रियः, यः खलु स्वयमेकस्माद् निरंशाद् रूपादिक्षणलक्षणात्कारणाद् युगपदनेककार्याणि अङ्गीकुर्वाणोऽपि परपक्षे नित्येऽपि वस्तुनि क्रमेण नानाकार्यकरणेऽपि विरोधमुद्भावयति। तस्मात्क्षणिकस्यापि भावस्याक्रमेणार्थक्रिया दुर्घटा । इति अनित्यैकान्तादपि क्रमाक्रमयोर्व्यापकयोर्निवृत्त्या एव व्याप्याऽर्थक्रियाऽपि व्यावर्तते । तद् द्व्यावृत्तौ च सत्त्वमपि व्यापकानुपलब्धिबलेनैव निवर्तते । इति एकान्ताऽनित्यवादोऽपि કરે છે, તો ‘એક સ્વભાવથી થયેલા કાર્યો એકરૂપ હોય' એ ન્યાયથી રૂપ, રસ આદિ બધી ક્ષણો એકરૂપ જ થઇ જશે.
પૂર્વપક્ષ :– તે રસાદિક્ષણોને જૂદા જૂદા સ્વભાવથી ઉત્પન્ન કરશે. જેમકે તે કોઇક રૂપાદિક્ષણોને ઉપાદાન સ્વભાવથી ઉત્પન્ન કરશે. અને રસાદિક્ષણોને સહકારિત્વ સ્વભાવથી ઉત્પન્ન કરશે. તેથી રૂપ–રસાદિ ક્ષણો વચ્ચે એકય નહિ આવે.
ઉત્તર૫ક્ષ :- આ જે જૂદા-જૂદા સ્વભાવો બતાવ્યા તે સ્વભાવો તે–તે બીજોરાદિક્ષણના આત્મભૂત =સ્વસ્વભાવરૂપ છે ? કે, અનાત્મભૂત-પરસ્વભાવરૂપ છે ? જો અનાત્મભૂત હોય, તો તેઓ સ્વભાવરૂપ જ નથી, તેઓમાં સ્વભાવત્વની હાનિનો પ્રસંગ છે. કેમકે આત્મભૂત હોવું” એ જ સ્વભાવનું સ્વરૂપ છે. અને જો આ બધા સ્વભાવો આત્મભૂત હોય, તો તે બીજોરાદિ ક્ષણો એક નથી, પણ અનેક હોવી જોઇએ. કેમકે ક્ષણિકવસ્તુમાં એક સમયે એક જ સ્વભાવ માન્ય છે. અનેકવસ્તુ હોય તો જ અનેક સ્વભાવ સંભવી શકે. અથવા તો સ્વભાવ તે ક્ષણિક વસ્તુથી અભિન્ન હોવાથી સ્વભાવ પણ એક જ થઇ જશે. તેથી પૂર્વોક્ત દોષો ઊભા રહેશે.
પૂર્વપક્ષ :– ક્ષણિકવસ્તુનો રસાદિઅંગે જે ઉપાદાનભાવ છે, તે જ રૂપાદિ અન્યઅંગે સહકારિભાવને ધારણ કરે છે. આમ એક જ સ્વભાવ રહેવા છતાં અનેક કાર્યો સંભવી શકશે.
ઉત્તરપક્ષ :– આમ તમે ઍક જ વિચિત્ર સ્વભાવથી એક ક્ષણે અલગ-અલગ કાર્યો થવાની કલ્પના સ્વીકારી. નિત્યત્વાદી વસ્તુ જ તેવા વિચિત્ર એક સ્વભાવથી ક્રમશ: અનેક કાર્ય કરે” એમ કહે ત્યાં તમે ક્ષણિકવાદીઓ ‘કાર્યભેદ સ્વભાવભેદ વિના સંભવે નહીં' એમ કહી એક વિચિત્ર સ્વભાવથી અનેક કાર્યોનો વિરોધ કરો છો, અને એક સ્વભાવથી અનેક અલગ-અલગ કાર્યો સ્વીકારવામાં કાર્યસાંકર્ય (=કાર્યોમાં ભેળસેળ) નો દોષ આવે છે? એવી આપત્તિ આપો છો તે શી રીતે આપી શકશો ?
પૂર્વપક્ષ :- નિત્યવસ્તુ એકસ્વભાવી હોવાથી તેમાં ક્રમ ઘટી શકતો નથી. અને ક્રમ અનુપપન્ન ણે યાયી દેખાતાં ક્રમિક ઉત્પન્ન થતા અનેક કાર્યો પણ શી રીતે ઉપપન્ન થઇ શકશે ? તેથી વસ્તુને અનિત્ય માનવી જ શ્રેયસ્કર છે.
ઉત્તરપક્ષ :- આ તમારા સ્વમતરાગનું પ્રદર્શન છે. તમારા મતે રૂપાદિ નિરંશ (=અંશ વિનાના)ક્ષણો રૂપ કારણથી એક સાથે અનેક કાર્યો ઉત્પન્ન થઇ શકે. અને નિત્યવાદી પરમતે નિત્યવસ્તુ પણ ક્રમશ: અનેક કાર્યો કરે તેમાં વિરોધ બતાવો તે સ્વદર્શનરાગ વિના સંભવી ન શકે. અર્થાત્ એકસ્વભાવી નિરંશક્ષણ એક સાથે અનેક સ્વભાવી કાર્યો ઉપાદાનભાવથી કે સહકારિભાવથી કરવા માટે નિ:શંક અસમર્થ હોવા છતાં તમે તે ક્ષણને અનેક કાર્યમાટે સમર્થ માનવા તૈયાર છો, જ્યારે નિત્યવાદી ‘નિત્યવસ્તુ અનેક કાર્યોને ક્રમશ: કરી યુગપદ્ અર્થક્રિયાકારિતા અસિદ્ધ
39