Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્થાલદAજરી # इति एकान्तनित्यात्क्रमाक्रमाभ्यां व्याप्तार्थक्रिया व्यापकानुपलब्धिबलाद् व्यापकनिवृत्तौ निवर्तमाना स्वव्याप्यम र्थक्रियाकारित्वं निवर्तयति। अर्थक्रियाकारित्वं च निवर्तमानं स्वव्याप्यं सत्त्वं निवर्तयति । इति न एकान्तनित्यपक्षो युक्तिक्षमः।
एकान्तानित्यपक्षोऽपि न कक्षीकरणाहः । अनित्यो हि प्रतिक्षणविनाशी। स च न क्रमेणार्थक्रियासमर्थः, देशकृतस्य । कालकृतस्य च क्रमस्यैवाभावात् । क्रमो हि पौर्वापर्यम् । तच्च क्षणिकस्यासम्भवि। अवस्थितस्यैव हि नानादेशकालव्याप्तिः देशक्रमः कालक्रमश्चाभिधीयते। न चैकान्तविनाशिनि साऽस्ति । यदाहुः यो यत्रैव स तत्रैव, यो यदैव तदैव सः । न देशकालयोतिर्भावानामिह विद्यते ॥" न च सन्तानापेक्षया पूर्वोत्तरक्षणानां क्रमः सम्भवति सन्तानस्यावस्तुत्वात्। એ સમવાય બેનિયત સમ્બન્ધીમાં જ રહેશે. તો પણ, સહકારી દ્વારા થતો ઉપકાર ઉપકાર્ય પર થવાને બદલે સમવાય પર જ થયેલો માનવો જોઈએ. કેમકે આ સહકારી કારણોએ સર્વવ્યાપી સમવાયને માત્ર બે જ સંબંધીમાં નિયત કર્યો.
પૂર્વપલ :- અહીં માત્ર દૃષ્ટિનો ભેદ છે. •ઉપકારને સમવાય સંબંધથી માત્ર ઉપકાર્યમાં જ રાખવાનો ઉપકાર સહકારીઓએ ઉપકાર્ય પર કર્યો છે એમ અમે કહીએ છીએ. “સમવાયને નિયત કરવા દ્વારા સમવાય પર ઉપકાર કર્યો એમ તમે કહો છો. આમાં માત્ર દષ્ટિભેદ છે.
ઉત્તરપક્ષ:- માત્ર દેષ્ટિભેદ નથી. સમવાય ને નિયત કરવારૂપ ઉપકાર તો તમારે પણ માન્ય રાખવો પડે છે. તેનાથી ઉપકાર્ય પર ઉપકાર થયો કે નહિ? એ તો હજી વિવાદાસ્પદ છે.
પૂર્વપક્ષ:- અસ્તુ... ત્યારે તમે સમવાય પર ઉપકાર માનો.
ઉત્તરપક્ષ:- એમ માનવામાત્રથી કામ નહિ પડે. કેમકે આ ઉપકાર સમવાયથી ભિન્ન છે કે અભિનં?) વગેરે વિકલ્પોની ફરીથી વિચારણા ઊભી થશે. અને તે વખતે પૂર્વોક્ત દોષો ફરીથી હાજર થશે. ઉપકાર જો સમવાયથી અભિન્ન રોય, તો સમવાય કૃતક ઠરશે. તેથી તેની નિત્યતાને હાનિ પહોંચશે. ઉપકાર અને સમવાય વચ્ચે ભેદ માનવામાં ઉપર ભેદપક્ષમાં દર્શાવેલી ચર્ચા ફરીથી ઉપસ્થિત કરવી પડશે. અને અનવસ્થા દિોષ આવીને ઊભો રહેશે. આમ બીજ વગેરે નિત્ય વસ્તુઓ સ્વકાર્યમાં સમર્થ લેવા છતાં સ્વકાર્યમાં સહકારીની અપેક્ષા રાખે છે. એ વાત અસિદ્ધ થાય છે. અને તેથી તે ક્રમિક અર્થક્રિયા કરે છે તે પણ અસિદ્ધ ઠરે છે.
યુગપ અર્થક્રિયાકારિતાની અસિદ્ધિ આ જ પ્રમાણે “એકાંત નિત્ય વસ્તુ એક સાથે સર્વક્રિયા કરે છે એમ કહેવું પણ અસંગત છે. નિત્ય વસ્તુ સર્વકાળને વ્યાપીને રહેલી ક્રિયાઓને એકી સાથે એક કાળે કરતી હોય એવી પ્રતીતિ થતી નથી. અથવા કદાચ વસ્ત બધી ક્રિયાઓ એક કાળે કરતી હોય, તો પણ એ વસ્તુને દ્વિતીય આદિ ક્ષણોએ તો કશું કરવાનું રહેશે નહિ. અને જો બીજી વગેરે ક્ષણોએ કાર્ય કરશે, તો કમભાવપક્ષના દોષો આવીને ખડા થશે. (તથા પ્રથમ ક્ષણે જ સર્વકાર્યો થઈ ગયા છેવાથી દ્વિતીય આદિ ક્ષણોએ કરેલા જ કાર્યો કરવાના રહેશે. તેથી કતકરણ દોષ ઊભો રહેશે!).
પૂર્વપક્ષ :- વસ્તુ દ્વિતીય વગેરે ક્ષણોએ કશું કાર્ય કરશે નહિ.
ઉત્ત૨૫:- જો એમ થશે, તો તે ક્ષણોએ વસ્તુમાં “અર્થક્રિયાકારિત લક્ષણ રહેશે નહિ. તેથી વસ્તુ છે પોતે અવસ્તુ બની જશે.
આમ એકાંતનિત્યપક્ષે યુગપત કે કમભાવી અર્થક્રિયા ઘટી શકતી નથી. કમ અને અક્રમરૂપ વ્યાપકનો અભાવ હોવાથી અર્થક્રિયારૂપ વ્યાપ્યનો પણ અભાવસિદ્ધ થાય છે. કેમકે વ્યાપકના અભાવસ્થળે ન રહેવાનો છે આ વ્યાખનો સ્વભાવ છે. આ પ્રમાણે નિવૃત્ત થતી અર્થક્રિયા પોતાના વ્યાપ્ય “અર્થક્રિયાકારિતા' ના અભાવને
યુગપ૬ અર્થયિાકારિતાની અસિદ્ધિ
જ
જા
#
%
:::
ધ37 :
: