Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્યા મંજરી
वस्तुत्वेऽपि तस्य यदि क्षणिकत्वं न तर्हि क्षणेभ्यः कश्चिद् विशेषः । अथाक्षणिकत्वं तर्हि समाप्तः | क्षणभङ्गवादः ॥ नाप्यक्रमेणाऽर्थक्रिया क्षणिके सम्भवति । स हि एको बीजपूरादिक्षणो युगपदनेकान् रसादिक्षणान् जनयनेकेन स्वभावेन जनयेद् नानास्वभावैर्वा ? यद्येकेन, तदा तेषां रसादिक्षणानामेकत्वं स्याद् एकस्वभावजन्यत्वात् । | अथ नानास्वभावैर्जनयति किञ्चिद्रूपादिकमुपादानभावेन किञ्चिद्रसादिकं सहकारित्वेन, इति चेत् ? तर्हि ते स्वभावास्तस्य आत्मभूताः, अनात्मभूता वा ? अनात्मभूताश्चेत् ? स्वभावत्वहानिः । यदि आत्मभूताः, तर्हि तस्यानेकत्वम्, अनेकस्वभावत्वात्; स्वभावानां वा एकत्वं प्रसज्येत, तदव्यतिरिक्तत्वात् तेषां, तस्य चैकत्वात् ॥
સિદ્ધ કરે છે. આ પ્રમાણે નિવૃત્ત થતી અર્થક્રિયાકારિતા પોતાના વ્યાપ્ય ‘સત્ત્વ'ના અભાવને સિદ્ધ કરે છે. અને સત્ત્વના અભાવમાં વસ્તુ અસત્ બની જશે. આમ એકાંતનિત્યપક્ષ યુક્તિક્ષમ નથી.
અનિત્યવાદમાં ક્રમિક અર્થક્રિયા અસિદ્ધ
એકાંત અનિત્યપક્ષમાં પણ અર્થક્રિયા સિદ્ધ થતી નથી. અનિત્ય-પ્રતિક્ષણ વિનાશી વસ્તુ. આવી અનિત્ય વસ્તુઓ ક્રમથી અર્થક્રિયા કરવા સમર્થ નથી. ક્રમ બે પ્રકારે (૧)દેશથી અને (૨)કાળથી. અલગ અલગ દેશમાં રહેલી ક્રિયાઓ દેશક્રમયુક્ત ગણાય. અલગ અલગ કાળમાં રહેલી ક્રિયાઓ કાળક્રમયુક્ત ગણાય. અને ક્રમ એટલે પૂર્વાપર૫ણું. અવસ્થિત વસ્તુનું અલગ-અલગ દેશ–કાળમાં વ્યાપ્ત થવું એ જ ‘દેશક્રમ’ અને ‘કાળ ક્રમ' તરીકે કહેવાય છે. આ બન્ને ક્રમો એકાન્ત ક્ષણિકમાં અસંભવિત છે. તેથી ક્ષણિક વસ્તુમાં પૂર્વાપર૫ણું જ અસંભવિત છે.
દેશક્રમની અસિદ્ધિ: અર્થક્રિયા કરવાના દેશ સાથે ક્રિયાની કારણસામગ્રીનો સંબંધ આવશ્યક છે. ક્ષણિક વસ્તુ સર્વવ્યાપક નથી. તેથી સર્વદેશમાં રહેલી ક્રિયાને એક સાથે કરી ન શકે. અને એક દેશમાં ક્રિયા કરીને બીજા દેશમાં બીજી ક્રિયા કરવા જાય તે પહેલા જ નષ્ટ થઇ જશે. તેથી દેશક્રમ ઘટી શકે નહિ. કાળક્રમ તો અનુપપન્ન જ છે. કેમકે ક્ષણિકપદાર્થ માત્ર ક્ષણજીવી છે. તે બીજી ક્ષણે હાજર જ ન હોવાથી બીજી ક્ષણની ક્રિયા કરવાનો સવાલ જ નથી. તેથી કાળક્રમ અનુપન્ન છે.
કહ્યું જ છે કે “જે જ્યાં (-જે દેશમાં) છે તે ત્યાં જ છે અને જે ણમાં છે, તે જ ક્ષણમાં છે. અહીં (=ક્ષણિકવાદમાં) ક્ષણિકપદાર્થો સાથે દેશ અને કાળની વ્યાપ્તિ વિદ્યમાન નથી.”
પૂર્વપક્ષ : કાર્યની ક્રમિકતા ક્ષણિકપદાર્થોથી નહિ પણ તેઓના સંતાનથી છે. સંતાન=સમાનક્ષણોની પરંપરા ... આ કારણક્ષણસંતાન દીર્ધકાળિક લેવાથી દેશક્રમ અને કાળક્રમ અનુપન્ન નહિ બને.
ઉત્તરપક્ષ :– સંતાનની આ કલ્પના કસ વિનાની છે. સંતાન પોતે અસત્ છે તે આગળ બતાવાશે. આ અસત્ સંતાન દ્વારા ક્રમની સિદ્ધિ પણ અસત્ છે. અને કદાચ સંતાન સત્ હોય, તો પણ તે ક્ષણિક છે કે અક્ષણિક ? જો ક્ષણિક હોય તો તે ક્ષણિકપદાર્થથી જરાપણ વિશેષરૂપ નથી. તેથી ક્રમની અસિદ્ધિ છે. જો સંતાન અક્ષણિક હોય, તો ક્ષણિકવાદ જ અસંગત ઠરશે.
(સત્ વસ્તુનું લક્ષણ ‘ક્ષણિકતા' જ હોય તેમ પૂર્વપક્ષ—બૌદ્ધને સમ્મત છે. તેઓ અક્ષણિક વસ્તુને અસત્ માને છે. અને જો આ નિયમમાં અપવાદરૂપે સંતાનને અક્ષણિક માનો, તો જગતની બીજી વસ્તુઓને અક્ષણિક સ્વીકારવામાં શો દ્વેષ છે ?) યુગપણ્ અર્થક્રિયાકારિત્વની અસિદ્ધિ
આ જ પ્રમાણે એકાંત અનિત્યવાદમાં યુગપત્ અર્થક્રિયા પણ ઘટતી નથી. તે બીજોરાદિ ક્ષણ (ક્ષણ-પદાર્થ. બૌદ્ધમતે બધા જ પદાર્થો ક્ષણિક હોવાથી પદાર્થોને ‘ક્ષણ' કહે છે.)એક સાથે જ રસ–ગંધવગેરે ક્ષણોને ઉત્પન્ન કરે છે તે એક જ સ્વભાવથી કરે છે ? કે અનેક સ્વભાવથી ? જો એક જ સ્વભાવથી રસાદિક્ષણોને ઉત્પન્ન
કાવ્ય - ૫
38