Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
જa
:::::::::::::::: :
;
સ્થાકુટમંજરી । सहकारिमुखप्रेक्षणदीनानि तानि उपेक्षते, न पुनर्झटिति घटयति । ननु समर्थमपि बीजम्, इलाजलानिलादि
सहकारिसहितमेवाड्कुरं करोति, नान्यथा । तत्किं तस्य सहकारिभिः किञ्चिदुपक्रियेत, न वा ? यदि नोपक्रियेत, तदा सहकारिसन्निधानात् प्रागिव किं न तदापि अर्थक्रियायामुदास्ते ?
उपक्रियेत चेत् ? स तर्हि तैरुपकारोऽभिन्नो भिन्नो वा क्रियते इति वाच्यम् । अभेदे स एव क्रियते। इति लाभमिच्छतो मूलक्षतिरायाता, कृतकत्वेन तस्यानित्यत्वापत्तेः । भेदे तु कथं तस्योपकारः ? किं न सह्यविन्ध्याद्रेरपि ? तत्सम्बन्धात् तस्यायमिति चेत् ? उपकार्योपकारयोः कः सम्बन्धः ? न तावत् संयोगः, द्रव्ययोरेव तस्य भावात् । अत्र तु उपकार्य | સમર્થ નથી. વળી જો સર્વ કાર્યો કરવાનું પોતાનું સામર્થ્ય સરખું જ હોય, તો સર્વ કાર્યો સમકાળે જ થવા જોઇએ. અમુક કાર્યો પ્રથમ થાય અને બીજા કાર્યોમાં કાલક્ષેપ થાય, આવો ભેદભાવ શું કામ રાખવો?
પૂર્વપક્ષ :- પ્રથમક્રિયાકાળે બીજી વગેરે ક્રિયા કરવાનું સામર્થ્ય ન લેવાથી પોતે તે ક્રિયા કરતો નથી. ઉત્તરપH:- પ્રથમ ક્રિયાકાળે બીજી ક્રિયાઓ કરવાના સામર્થ્યના અભાવમાં શું કારણ છે? શું પોતાના તેવા સ્વભાવનો શું અભાવ કારણ છે? કે અન્ય કોઈ? .
પૂર્વપક્ષ:- તેવા સ્વભાવનો અભાવ કારણ છે.
ઉત્તરપલ :- એટલે કે, પ્રથમ ક્રિયાકાળે પોતાનામાં બીજી વગેરે ક્રિયા કરવાનો સ્વભાવ નથી, એમ ફલિત થયું. અને જો આ તેમ હોય તો એ વસ્તુ કયારેય બીજી વગેરે ક્રિયા કરી શકશે નહિ. કેમકેતકિયાઓ ન કરવાનો પોતાનો આસ્વભાવ હંમેશા રહેવાનો છે. એકાન્ત નિત્યવાદમતે સ્વભાવમાં ફેરફાર સંભવતો નથી.)
પૂર્વપક્ષ :- વસ્તુમાં સર્વક્રિયા કરવાનો સ્વભાવ છે જ. અર્થાત વસ્તુ પોતાના સર્વકાર્યો કરવા સમર્થ શુ છે જ. પરંતુ તેને કાર્યો કરવામાં તેને સહકારીઓની તે વસ્તુ અપેક્ષા રાખે છે. અને સહકારીઓની પ્રાપ્તિ ક્રમિક હેવાથી કાર્યો પણ ક્રમિક થાય છે.
ઉત્તરપક્ષ :- વસ્તુએ પોતાનું કાર્ય કરવા માટે સહકારીની અપેક્ષા રાખવી પડે એનો અર્થ જ એ થયો કે, પોતે પોતાનું કામ કરવા માટે સમર્થ નથી. કેમકે ન્યાય છે કે “સાપેક્ષ વસ્તુ અસમર્થ છે. પોતાના કાર્ય માટે પણ સહકારીઓની ગુલામી સ્વીકારતી વસ્તુને સમર્થ શી રીતે કહી શકાય?
પૂર્વપક્ષ:- તમે સમજતા નથી. વસ્તુ પોતાને સહકારની અપેક્ષા જરાય નથી. પણ વસ્તુથી થતું કાર્ય ! જ એવું છે કે, તે કાર્ય સહકારીની ગેરહાજરીમાં થાય જ નહિ. અર્થાત કાર્ય પોતાની ઉત્પત્તિ માટે સહકારીની હાજરીની અપેક્ષા રાખે છે.
ઉત્તરપલ :- આ તમારી વાત ગોળ ગોળ છે! કહે, એ વસ્તુ ભાવ પોતે કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ છે કે નહિ? જો પોતે સમર્થ છે. તો પોતે ઉપેક્ષાભાવથી શા માટે કાર્યોને પોતાની ઉત્પત્તિ માટે સહકારીનું મોં જોવાની દીનતા કરાવે છે? અને જલ્દીથી તેઓને ઉત્પન્ન કરતો નથી. અર્થાત જો વસ્તુ પોતે જ કાર્ય માટે સમર્થ હોય, તો કાર્યને પણ ઉત્પન્ન થવા માટે સહકારીની જરૂર નથી. 1પૂર્વપક્ષ:- અંકુરને ઉત્પન્ન કરવામાં સમર્થ બીજ પણ પૃથ્વી, પાણી, પવન વગેરે સહકારીઓને સાથે | રાખીને જ અંકુરને ઉત્પન્ન કરે છે, નહિ કે એ બધા સહકારી વિના સ્વત: જ.
સહકારીની ઉપકારિતા અસિદ્ધ ઉત્તરપક્ષ:- આ સહકારીઓ વસ્તુ પર કોઈ પ્રકારનો ઉપકાર કરે છે કે નહિ? (ઉપકાર= અતિશય વિશેષતા)
સહકારી ની ઉપકારિતા અસિત
#::::::::::::::::
: