Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:
:::::
:::::
:
જ
હાસ્યાકુઠ્ઠમંજરી ફડકા છે
प्रक्रान्तवादिभिरपि एकस्यामेव पृथिव्यां नित्यानित्यत्वाभ्युपगमात् । तथा च प्रशस्तकारः “सा तु द्विविधा नित्या च अनित्या । રાપરમાણુન્નક્ષના નિત્ય #ાર્યનક્ષના તુ નિત્યા" ગતિ II
न चात्र परमाणुकार्यद्रव्यलक्षणविषयद्वयभेदाद् नैकाधिकरणं नित्यानित्यमिति वाच्यम् । पृथिवीत्वस्योभयत्रापि अव्यभिचारात् । एवमबादिष्वपीति । आकाशेऽपि संयोगविभागाङ्गीकारात् तैरनित्यत्वं युक्त्या प्रतिपन्नमेव । तथा च स एवाह-'शब्दकारणत्ववचनात् संयोगविभागौ' इति नित्यानित्यपक्षयोः संवलितत्वम् । एतच्च लेशतो भावितमेवेति ॥
प्रलापप्रायत्वं च परवचनानामित्थं समर्थनीयम् । वस्तुनस्तावदर्थक्रियाकारित्वंलक्षणम्। तच्चैकान्तनित्यानित्यपक्षयोर्न
view:::::::::::8:
એકાંત નિત્ય-અનિત્યત્વમત દુર્નય હવે ઉત્તરાદ્ધનું વિવરણ કરે છે. આ પ્રમાણે બધી વસ્તુઓ ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યયુકત સિદ્ધ થવા છતાં આકાશ આત્મા વગેરે કેટલીક વસ્તુઓને એકાંતે નિત્ય માનવી, અને પ્રદીપવગેરે બીજી વસ્તુઓને એકાંતે અનિત્ય માનવી એ દુર્નય છે. નયાભાસ છે. વસ્તુ અનંતધર્માત્મક છે, તે પ્રમાણસિદ્ધ છે. છતાં પણ તે અનંતધર્મ (=અનંત અંશ) માંથી એકાદ નિત્યત્વ આદિ ઈષ્ટ અંશને આગળ કરી વસ્તુને માત્ર તે અંશે જ | સ્વીકારવો અને બાકીના અંશોનો તિરસ્કાર કરવો(ખંડન કરવું) એ દુર્નયવાદનું લક્ષણ છે
(વસ્તુ ના બધા ધર્મોને પ્રધાનરૂપે જોવા એ પ્રમાણરૂપ છે. એક અંશને પ્રધાન કરવો અને બાકીના અંશોને ગૌણ કરી તેઓ પ્રત્યે ઉપેક્ષા રાખવી એ નય છે. અને વસ્તુના એક ઇષ્ટ અંશનો જ સ્વીકાર કરી બાકીના અંશોનો વિરોધ કરવો એ દુર્નય છે.)
તેથી “પ્રદીપ આદિ એક અનિત્ય છે અને આકાશ આદિ બીજા નિત્ય છે.” એવા વચનો તારી આજ્ઞાના વિરોધીઓના (=બીજાઓના) માત્ર પ્રલાપરૂપ છે. અર્થાત તેઓના આ વચનો અસંબદ્ધ છે. - શંકા:- પૂર્વાધમાં ‘ગારીપમ' પદના પ્રયોગ દ્વારા (પરવાદી સંમત)અનિત્યપક્ષનું પ્રથમ સ્થાપન કર્યા બાદ શું ઉત્તરાર્ધમાં તનિત્યમ પદથી નિત્યપક્ષનો પ્રથમ ઉલ્લેખ કરવો બરાબર નથી. અનિત્યપક્ષનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે, તો ત્યાં યથાસંખ્ય અવય થઈ શકત.
સમાધાન :- આ પ્રમાણે યથાસંખ્યનો પરિત્યાગ કરવા દ્વારા કવિવર કહેવા માંગે છે કે “પરાભિપ્રેત દીપવગેરે અનિત્ય વસ્તુઓ પણ વાસ્તવમાં કથંચિત નિત્ય છે, અને આકાશવગેરે નિત્ય વસ્તુઓ કથંચિત અનિત્ય છે.” એક જ વસ્તુમાં નિત્યાનિત્યત્વ વૈશેષિકોને પણ માન્ય છે. કેમકે તેઓએ પણ પૃથ્વી વગેરેમાં નિત્યાનિત્યત્વ સ્વીકાર્યું છે. પ્રશસ્તપાદે વૈશેષિક વિદ્વાન)કહ્યું જ છે કે- સા=પૃથ્વી બે પ્રકારની છે. નિત્ય અને અનિય. પરમાણરૂપે પૃથ્વી નિત્ય છે. અને દ્યણક વગેરે કાર્યરૂપ પૃથ્વી અનિત્ય છે. લ્યાણક વગેરે કાર્ય વખતે પરમાણુઓનાશ પામતા નથી પણ તેઓનો માત્ર સંયોગ થાય છે. ચણક વગેરે કાર્યોના નાશમાં પરમાણઓ ઉત્પન્ન થતાં નથી પણ તેઓમાં માત્ર વિભાગ જ થાય છે.)
નિત્યતા-અનિત્યતા એકાધિકરણ પૂર્વપક્ષ :- નિત્યતા પરમાણમાં છે અને અનિત્યતા કાર્યદ્રવ્યગત છે. આમ આ નિત્યાનિત્ય એકાધિકરણ એક જ દ્રવ્યમાં રહેલા બે પર્યાય નથી. તેથી એક જ દ્રવ્યમાં આ બે વિરોધી સ્વરૂપને ઘટાવવા માં સામે અમારો વિરોધ ઊભો જ છે.
સમાધાન :- પરમાણું અને કાર્યદ્રવ્યમાં “પૃથ્વીત્વ' સમાનતયા રહેલું છે. તેથી બને પૃથ્વીદ્રવ્યરૂપે તો હું એક જ છે. આ પૃથ્વીદ્રવ્યમાં “પરમાણઅંશની અપેક્ષાએ નિત્યતા અને કાર્યદ્રવ્ય અંશની અપેક્ષાએ १ वैशेषिकदर्शने-प्रशस्तपादभाष्ये पृथ्वीनिरूपणप्रक्रमे ॥ २. प्रशस्तपादभाष्ये आकाशनिरूपणे। નિત્યતા-અનિત્યતા એકાધિકરણ
========== 33)
::::::::::
*::::::::::