Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
+
++
++
अथोत्तरार्धे विवियते । एवं चोत्पादव्ययध्रौव्यात्मकत्वे सर्वभावानां सिद्धेऽपि तद्वस्तु एकम् आकाशात्मादिकं नित्यमेव, अन्यच्च प्रदीपघटादिकमनित्यमेवेत्येवकारोऽत्रापि सम्बध्यते । इत्थं हि दुर्नयवादापत्तिः । अनन्तधर्मात्मके वस्तुनि । स्वाभिप्रेतनित्यत्वादिधर्मसमर्थनप्रवणाः शेषधर्मतिरस्कारेण प्रवर्तमाना दुर्नया इति तल्लक्षणात् । इत्यनेनोल्लेखेन । त्वदाज्ञाद्विषतां भवत्प्रणीतशासनविरोधिनां प्रलापाः प्रलपितानि असम्बद्धवाक्यानीति यावत् ॥
अत्र च प्रथमं 'आदीपम्' इति परप्रसिद्धयाऽनित्यपक्षोल्लेखेऽपि यदुत्तरत्र यथासङ्ख्ययपरिहारेण पूर्वतरं नित्यमेवैकमित्युक्तं तदेवं ज्ञापयति-यदनित्यं तदपि नित्यमेव कथञ्चित् । यच्च नित्यं तदपि अनित्यमेव कथञ्चित् ।।
NARR
કાયર પુરુષ. “સર્વવ્યાપકપણું એ આકાશનું મુખ્ય પરિમાણ છે. ઘટવગેરે નિયત પરિમાણવાળી વસ્તુના સંબંધમાં ઘટાદિના પરિમાણોના વશથી આકાશનું આ પરિમાણ અલગ-અલગ પરિમાણરૂપે ભેદાયેલું દેખાય છે. અને આના જ આધારે ઘટાદિ તે-તે વસ્તુથી આક્રાન્ત તેને આકાશપરિમાણનો ઘટાકાશ' આદિરૂપે વ્યવહાર થાય છે. આમ ઘટઆદિ વસ્તુઓ સાથે સંયોગ થવાથી સર્વવ્યાપી આકાશમાં પણ “ઘટાકાશ' પટાકાશ' આદિ ભિન્ન-ભિન્ન અવસ્થાઓ ઉત્પન્ન થાય છે કે જેના બળપર “ઘટાકાશ આદિ ઉપચાર ઊભો છે. ઘટવગેરે સંબંધીના બદલાવાથી આ અવસ્થાઓ પણ બદલાય છે. આમ આકાશની અવસ્થાઓ બદલાય છે તે સિદ્ધ થાય છે. અને આ અવસ્થાના ભેદમાં અવસ્થાવાન=આકાશ પણ બદલાય તે સ્વાભાવિક છે. અર્થાત “ઘટાકાશ આદિ તે-તે અવસ્થાના ઉત્પત્તિ અને નાશમાં તેને અવસ્થાવાળારૂપે આકાશ પણ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તેમ સિદ્ધ થાય છે. આમ ઘટ-પટ આદિ સમ્બન્ધીઓના પરિવર્તનનો માત્ર ઉપચાર જ આકાશમાં થાય છે, તેમ નથી, પરંતુ તે- તે પરિવર્તનવખતે આકાશની અવસ્થાઓ પણ પરિવર્તન પામે છે છે. અને અવસ્થા અવસ્થાવાનથી અભિન લેવાથી આકાશ પણ પરિવર્તનશીલ અનિત્ય છે. અને દરેક દ્રવ્ય પોતાની અવસ્થાના પરિવર્તનથી જ અનિત્ય છે, આમ આકાશ પણ નિત્યાનિત્યરૂપે સિદ્ધ છે.
પાતંજલમતે પણ વસ્તુની નિત્યાનિત્યતા પાતંજલયોગમત પણ વસ્તુને નિત્યાનિત્યરૂપે સ્વીકારે છે. તેઓએ ધર્મીના (૧) ધર્મ (૨) લક્ષણ અને (૩) અવસ્થારૂપ ત્રણ પરિણામ માન્યા છે. અહીં સુવર્ણને દષ્ટાંતરૂપ બતાવ્યું છે. સુવર્ણ ધર્મી. વર્ધમાનક
ચકવગેરે તેના ધર્મ પરિણામો છે. વર્ધમાનક કોડીયા જેવું પાત્ર. ચકરસોનામહેર.) લક્ષણ અને અવસ્થા ધર્મના પરિણામો છે. વર્ધમાનકવગેરે ધર્મોનું અતીતપણું કે અનાગતપણું વગેરે લક્ષણ પરિણામ છે. તેથી જયારે સોની વર્ધમાનકને ભાંગી સુચક બનાવે ત્યારે વર્ધમાનક વર્તમાનપણાને છોડી અતીતપણાને પામે છે. અને ચકઅનાગતપણાનો ત્યાગ કરી વર્તમાનપણાને પામે છે. આ અતીતપણે જ વર્ધમાનકઆદિ ધર્મોનું લક્ષણ છે. વર્તમાનપણું લક્ષણ પામેલા ચક વગેરે જયારે નવા-જૂનાપણાના પરિણામને પામે છે, ત્યારે તે સૂચક વગેરે અવસ્થારૂપ પરિણામવાળા થાય છે. અહીં લક્ષણ અને અવસ્થા પરિણામ ધર્મના છેવા છતાં ધર્મ પોતે ધર્મનો પરિણામ લેવાથી લક્ષણ અને અવસ્થા પરિણામ પણ ધર્મના જગણી શકાય. આમ ધર્મના
ત્રણ પરિણામ છે. આ પરિણામો પણ સુવર્ણઆદિ ધર્મથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. $ (ધર્મને ધર્મથી એકાંતે ભિન્ન કે અભિન્ન માનવામાં આવતા ઘેષો પહેલા બતાવી ગયા અને આગળ પણ બતાવાશે.) તેથી
ધર્મગત નિત્યને કારણે તે ધર્મથી અભિન્ન એવા તે ધર્મો પણ નિત્ય છે. અને ધર્મગત અનિત્યતાને કારણે ધર્મથી અભિન્ન એવો ધર્મી પણ અનિત્ય છે. એટલે કે, ધર્મી પણ ઉત્પાદશીલ અને વિનાશશીલ બને છે. આમ વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ આ બન્ને સુસંગત છે.
કાવ્ય -૫
મિ
. 32]