Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
*
*
*
ક
:
'
. . . . . :. ". સ્થાાદમંજરી ... એ રાખો घटते ।अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपो हि नित्यः। स च क्रमेणार्थक्रियां कुर्वीत ? अक्रमेण वा ? अन्योन्यव्यवच्छेदरूपाणां प्रकारान्तरासंभवात् ।
तत्र न तावत्क्रमेण । स हि कालान्तरभाविनीः क्रियाः प्रथमक्रियाकाल एव प्रसह्य कुर्यात्, समर्थस्य कालक्षेपायोगात्।। | कालक्षेपिणो वाऽसामर्थ्यप्राप्तेः । समथर्थोऽपि तत्तत्सहकारिसमवधाने तं तमर्थं करोतीति चेत् ? न तर्हि तस्य सामर्थ्यम्, | अपरसहकारिसापेक्षवृत्तित्वात् । 'सापेक्षमसमर्थमि तिन्यायात् । न तेन सहकारिणोऽपेक्ष्यन्ते, अपितु कार्यमेव सहकारिषु । असत्सु अभवत् तानपेक्षते । इति चेत् ? तत् किं स भावोऽसमर्थः ? समर्थो वा ? समर्थश्चेत् ? किं
અનિત્યતા આમ બે વિરોધી ધર્મો એકસાથે ઉપલબ્ધ છે જ. અમે પણ જૂદા જૂદા અંશોની અપેક્ષાએ જ નિત્યતા–અનિત્યતા કહીએ છીએ, નીં કે એક જ અંશની અપેક્ષાએ. આ જ પ્રમાણે “અL=પાણી વગેરે અંગે સમજવું. વળી પરમાણુ અને કાર્યદ્રવ્યમાં સત્તા, પૃથ્વીત્વવગેરે નિત્ય ધર્મો અને સંયોગ વગેરે અનિત્ય ધર્મો એક કાલે ઉપલબ્ધ થાય જ છે.).
પૂર્વપક્ષ:- પણ આકાશ તો એકાંત નિત્યરૂપે જ ઈષ્ટ હોવાથી બધી વસ્તુ નિત્યાનિત્યરૂપે સિદ્ધ નથી. | ઉત્તરપલ :- તમારા મતે પણ આકાશ અનિત્યરૂપે સિદ્ધ છે. કેમકે તમે આકાશમાં સંયોગ-વિભાગ ધર્મ સ્વીકાર્યો છે. આ બન્ને ધર્મો ઉત્પત્તિ-વિનાશશીલ હેવાથી અનિત્યતરીકે સર્વસંમત છે. તેથી ધર્મી ધર્મથી કચિત અભિન લેવાથી તે રૂપે ધર્મી આકાશ પણ અનિત્ય સિદ્ધ થાય છે. આમ તમે યુક્તિથી આકાશને અનિત્ય સ્વીકાર્યો છે તેમાં પ્રશસ્તપાદનું આ વચન સાક્ષીરૂપ – “આકાશ શબ્દનું કારણ છે એ વચનથી આકાશમાં સંયોગ-વિભાગ છે. આમ નિત્યાનિત્યપક્ષ પરસ્પર સંવલિત છે. અને તેનું આંશિક ભાવના પહેલાં કરેલું જ છે.
અર્થક્રિયાકારિતાની એકાંતપણે અસિદ્ધિ “પરતીર્થીઓનાં વચનો માત્ર પ્રલાપરૂપ છે, યુક્તિયુક્ત નથી. તેવા કથનનું સમર્થન આ રીતે થાય છે. અર્થક્રિયાકારિતા વસ્તના લક્ષણ તરીકે ઈષ્ટ છે. (દહન, પચન વગેરે સ્વકાર્યની નિષ્પત્તિમાં સમર્થ અગ્નિ વસ્તુ અર્થક્રિયાકારી કહેવાય)જે અર્થક્રિયાકારી ન ય તે ખપુષ્પની જેમ અસત છે. એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વસ્તુ અર્થક્રિયાકારી બની શકે નહિ. એકાંતનિત્યપણે વસ્તની અર્થક્રિયાકારિતા અનુપપન્ન શી રીતે બને? તે દર્શાવે છે - ઉત્પત્તિ અને વિનાશ વિના માત્ર એક જ સ્વરૂપે રહેવું તે એકાંત નિત્યતાનું લક્ષણ છે. આવી નિત્ય વસ્તુઓ ક્રમશ:અર્થક્રિયા જૂદા જૂદા કાર્યો કરશે? કે એક સાથે સર્વ કાર્યો કરશે?આ બે પરસ્પરને બાકાત કરનારા લેવાથી પરસ્પરનો પરિહાર કરનારા લેવાથી બેની એક સાથે હાજરી વાળો ત્રીજો તદુભયરૂપ વિકલ્પ સંભવતો નથી.
તેમજ એકના અભાવમાં બીજાની અવશ્ય હાજરી લેયજ, તેથી તદનુભવરૂપચતુર્થ વિલ્પ પણ સંભવતો નથી. કમભાવી અને યુગપત બન્ને પ્રકારની અર્થકિયાનો અભાવ વસ્તુને અસત સિદ્ધ કરે. એકાંતનિત્યપક્ષમાં આ તદનુભયની જસિદ્ધિજેનોને થી કરવી છે. અને પૂર્વપક્ષવૈશેષિકોને એ સિદ્ધિ મળવી છે. માટે તેઓ ચતર્થ વિકલ્પ તો દર્શાવે જ નહિ.)
નિત્યપણે ક્રમિક અર્થડિયા અસંભવ નિત્ય વસ્તુ સ્વકાર્યોને ક્રમશ: કરે નહિ. કેમકે તે પોતે કાલાન્તરભાવી ક્રિયાઓને પણ પ્રથમ | ક્રિયાકાળે કરવા સમર્થ છે, કેમકે તેનો એ સર્વક્રિયા કરવાનો એકસ્વભાવ પહેલેથી જ છે. અને સમર્થ વસ્તુ સ્વકાર્ય કરવામાં ક્ષણનો પણ વિલંબ કરે નહિ જો તે પોતાના કાર્યને કરવામાં કાલક્ષેપ વિલંબ કરે તો તે
::
કાવ્ય - ૫