Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ધ છે.. . . . .. હજરી : એકદિ, (तत्त्वार्थसूत्र ५-२९) इति । समस्वभावत्वं कुतः ? इति विशेषणद्वारेण हेतुमाह - स्याद्वादमुद्रानतिभेदि – 'स्या' इत्यव्ययमनेकान्तद्योतकम् । ततः स्याद्वादः =अनेकान्तवादः नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगमः इति यावत् । तस्य मुद्रा मर्यादा तां नातिभिनत्ति-नातिक्रामति इति स्याद्वादमुद्रानतिभेदि । यथा हि न्यायैकनिष्ठे राजनि राज्यश्रियं शासति सति सर्वाः प्रजास्तन्मुद्रां नातिवर्तितुमीशते तदतिक्रमे तासां सर्वार्थहानिभावात् । एवं विजयिनि निष्कण्टके स्याद्वादमहानरेन्द्र, तदीयमुद्रां सर्वेऽपि पदार्था नातिक्रामन्तिः, तदुल्लङ्घने तेषां स्वरूपव्यवस्थाहानिप्रसक्तः ॥
i समस्वभावत्वकथनं च पराभिष्टस्य 'एकं वस्तु-व्योमादि नित्यमेवान्यच्च प्रदीपादि अनित्यमेव' इति
સ્યાદવાદમહારાજાની મર્યાદાને ઓળંગવા હિંમત કરતી નથી, કેમ કે સ્યાદ્વાદની મર્યાદાનું ઉલ્લંઘન થતા બધા પદાર્થોનું અસ્તિત્વ જ નાશ પામે છે. જો સ્યાદવાદની મર્યાદા ન હોય તો વસ્તુઓના સ્વરૂપની વ્યવસ્થા જ ર્સિ ન રહે. વસ્તુ પોતે અવસ્તુ બની જાય. આમ દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદામાં રહેતી હોવાથી સમાન શું | સ્વરૂપવાળી છે.
સર્વવસ્તુઓ સમાન સ્વભાવવાળી છે. આ કથન “આકાશ વગેરે એક વસ્તુ એકાંતે નિત્ય છે. અને હું પ્રદીપ વગેરે બીજી વસ્તુ એકાંતે અનિત્ય છે. આવા પ્રકારનાં બીજાઓને સંમત મતનો પ્રતિક્ષેપ (૩ખંડન) કરવાના કાર્યમાં બીજભૂત છે. કેમ કે દરેક ભાવો દ્રવ્યને પ્રધાન કરતા નયની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયને મુખ્ય કરતા નયની અપેક્ષા એ અનિત્ય છે. હવે પ્રસ્તુતમાં સૌ પ્રથમ પ્રદીપ વગેરેને એકાંતે અનિત્ય માનતા મતને ઉખેડવા અને પ્રદીપ વગેરેને પણ નિત્યાનિત્યરૂપે સ્થાપવા દિગ્દર્શનતુલ્ય કંઇક કહેવામાં આવે છે.
પ્રદીપના નિત્યાનિત્યત્વની સિદ્ધિ (જૈનસિદ્ધાંત મુજબ ધર્માસ્તિકાયવગેરે દ્રવ્યમાં માત્ર પુદગલદ્રવ્ય જ રૂપી છે. રૂપીઆંખવગેરે પાંચ ઇન્દ્રિયનાવિષય બનવું. આ પુદગલ દ્રવ્યના સ્કન્ધ, દેશ, પ્રદેશ અને પરમાણ૫ ચાર ભેદ છે. પરમાણું સર્વશની પ્રજ્ઞાથી પણ જેનો વિભાગ કરી શકાય નહિ તેવું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્ય.) પ્રકાશરૂપે પરિણત થવાને યોગ્ય પુદ્ગલ સ્કન્ધોની અહીં તેજસ પરમાણુતરીકે પરિભાષા કરી છે. આ તૈજસ પરમાણુઓ તેલ વગેરે સકલ સામગ્રીની હાજરીથી પ્રદીપપ્રકાશ પર્યાયને પામે છે. જયારે તેલ વગેરે પૂર્ણ થવાથી સ્વત: અથવા પવનના ઝપાટા વગેરેથી પરત: દીવો બૂઝાઈ જાય છે, ત્યારે તે બધા જ તૈજસ પરમાણુઓ પ્રકાશ પર્યાયનો ત્યાગ કરી તમસ અંધકારપર્યાયને પ્રાપ્ત કરે છે
:
-
આ પ્રમાણે પર્યાયો ઉત્પન્ન અને નષ્ટ થતા હેવાથી તે રૂપે પ્રદીપ-તૈજસ પરમાણુઓ પણ ઉત્પન–અને નષ્ટ થાય છે. તેથી તે રૂપે અનિત્ય છે, પરંતુ તેઓ પુદ્ગલ દ્રવ્યરૂપે નષ્ટ થતા નથી. તેથી દ્રવ્યરૂપે નિત્ય છે.
શંકા :- પ્રકાશ નાશ પામે છે અને અંધકાર ફેલાય છે, એમ સાક્ષાત દેખાય છે. તેથી પ્રદીપ પ્રકાશ અનિત્ય જ ભાસે છે. તેમાં નિત્યતાનો અંશ દેખાતો નથી.
સમાધાન :- પ્રકાશ અને અંધકાર આ બન્ને એક જ તેજસ પરમાણરૂપ પુગલ દ્રવ્યના પૂર્વોત્તર ભાવી પર્યાયો છે તે ઉપર બતાવી ગયા. તેથી એક પર્યાયનો નાશ અને બીજા પર્યાયની ઉત્પત્તિ થવા છતાં આ બન્ને આ પર્યાયના આધારભૂત પગલદ્રવ્ય તો અવિચલિત જ રહે છે. તેથી પ્રકાશ પર્યાયનો નાશ થવા છતાં એકતે હૈં
અનિત્યતા સિદ્ધ થતી નથી. કેમ કે અંધકાર આદિ બીજા પર્યાયરૂપે દ્રવ્ય હાજર છે. માટીમાંથી ઘડો બનાવતી છે વખતે વચ્ચે સ્વાસ-કોશ, કુશૂલ શિવક વગેરે ઘણા અવાજોર પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે છે પણ તેથી કંઇ માટી દ્રવ્ય નાશ પામતું નથી. કેમ કે ઘડામાં પણ માટીનું જ્ઞાન આબાળગોપાળ પ્રસિદ્ધ છે. આ
wwwwwwwwww
nin
RIMAN