Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
કી જ છે , " સ્થાçઠમંજરી :- -: परैः प्रकल्पितं, न तथा तेन प्रकारेणात्मतत्त्वं स्वरूपं यस्य तत्तथा । तस्माद् यतः पदार्थेषु अविष्वाभावेनं सामान्यविशेषौ । * वर्तेते । तैश तौ तेभ्यः परत्वेन कल्पितौ । परत्वं चान्यत्वं, तच्चैकान्तभेदाविनाभावि ॥
• Eછે. किञ्च पदार्थेभ्यःसामान्यविशेषयोरेकान्तभिन्नत्वे स्वीक्रियमाणे एकवस्तुविषयमनुवृत्तिव्यावृत्तिरूपं प्रत्ययद्वयं नोपपद्येत। एकान्ताभेदे चान्यतरस्यासत्त्वप्रसङ्गः । सामान्यविशेषव्यवहाराभावश्च स्यात् । सामान्यविशेषोभयात्मकत्वेनैव वस्तुनः | प्रमाणेन प्रतीतेः।परस्परनिरपेक्षपक्षस्तु पुरस्तान्निर्लोठयिष्यते। अत एव तेषांवादिनां स्खलनक्रिययोपहसनीयत्वमभिव्यज्यते । ।योहि अन्यथास्थितं वस्तुस्वरूपमन्यथैव प्रतिपद्यमानः परेभ्यश्च तथैव प्रज्ञापयन् स्वयं नष्टः परान्नाशयति नखलु तस्मादन्य उपहासपात्रम् । इति वृत्तार्थः ॥ ४ ॥
સામાન્ય-વિશેષની ધર્મથી એકાંત અભિનતા અસિદ્ધ વળી સામાન્ય અને વિશેષને પદાર્થોથી એકાંતે ભિન્ન સ્વીકારવામાં એક જ વસ્તુમાં થતી સામાન્ય અને હું | વિશેષરૂપ બે પ્રતીતિ સંગત ન બને.
શંકા:- તો પછી સામાન્ય અને વિશેષને દ્રવ્યાદિથી એકાંતે અભિન્ન માનો.
સમાધાન :- તે બન્નેને દ્રવ્યાદિથી એકાંતે અભિન પણ માની શકાય નહિ. કેમકે તેમ માનવામાં તે હું (સામાન્ય અને વિશેષ)બને પણ પરસ્પર એકાન્ત અભિન્ન બની જશે. કેમકે “તેનાથી અભિન્ન વસ્તુઓ પરસ્પર પણ અભિન્ન બને છે” એવો ન્યાય છે. તેથી સામાન્ય અને વિશેષ બન્ને એકરૂપ બની જશે. તેથી કાં તો માત્ર સામાન્ય જ રહેશે, અને કાં તો માત્ર વિશેષ જ રહેશે. કેમકે એકાંતે અભિન્ન પદાર્થોનું અલગ સ્વતંત્ર રૂપ હેઈન શકે. અને સામાન્ય અને વિશેષરૂપ જે બે ભિન્ન પ્રતીતિ અને વ્યવહાર થાય છે તે સંગત ! નહિ બને.
શંકા :- આ બે ભિન્ન વ્યવહારનો લોપ થાય તેમાં શો વાંધો છે?
સમાધાન :- વસ્તુની સામાન્ય-વિશેષ ઉભયાત્મક પ્રતીતિ જ પ્રમાણસિદ્ધ છે. નહિ કે માત્ર સામાન્યરૂપ કે માત્ર વિશેષરૂપ. આ પ્રમાણભૂત ઉભય બે પ્રતીતિ પર ચાલતા વ્યવહારનો લોપ કરવો સારો નથી. સામાન્ય અને વિશેષને પરસ્પર નિરપેક્ષ માનનારા પક્ષનું ખંડન આગળ બતાવશે. આમ વસ્તુને તેના સાચા સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે અસત્ય સ્વરૂપે માની તે ખોટા સ્વરૂપે જ વસ્તુની બીજા આગળ પ્રરૂપણા કરનાર વ્યક્તિ પોતે તો ન્યાયમાર્ગથી નષ્ટ થાય છે પરંતુ બીજાને પણ પાડવાની બાલિશ ચેષ્ટા કરી સ્કૂલના પામે છે. તેથી તેના જેવો ઘસ્યાસ્પદ બીજો કોણ બની શકે?
કાવ્યસાર:- વૈશેષિકોએ સામાન્ય અને વિશેષને ભિન્ન પદાર્થરૂપે માન્યા છે. અને આ બન્ને પદાર્થને બીજા દ્રવ્યાદિ પદાર્થોથી તથા પરસ્પરથી એકાંતે ભિન્ન માન્યા છે. દ્રવ્ય વગેરેમાં થતી સામાન્ય પ્રતીતિ અને વિશેષ પ્રતીતિ સ્વત: નથી પરંતુ આ બે પદાર્થના કારણે છે. એમ તેમની માન્યતા છે. પરંતુ તે સંગત નથી. સામાન્ય અને વિશેષ એ વસ્તુના જ અને વસ્તુથી કથંચિત્ અભિન્ન ધર્મો છે. તેથી વસ્તુ સ્વત: જ સામાન્ય અને વિશેષ એમ બે પ્રતીતિ કરાવે છે. વસ્તુના ધર્મોને અલગ પદાર્થરૂપે કલ્પવામાં મશગૌરવ છે. -
ચોથા કાવ્યનો અર્થ પૂર્ણ થયો.
:::
:
१. अपृथग्भावेन । २. एकान्तभेदं विना अभवनशीलम् इत्यर्थः ॥ ३. निराकरिष्यत इत्यर्थः ।।
કાવ્ય-૪
999999999999300
કા
22)