Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
છે. તે લોકો સ્થાપ્નમેજરી : - કો: एकान्तभेदे विशेषणविशेष्यभावानुपपत्तेः करभरासभयोरिव धर्मधर्मिव्यपदेशाभावप्रसङ्गाच्च । धर्माणामपि च | पृथक्पदार्थान्तरत्वकल्पने एकस्मिन् एव वस्तुनि पदार्थानन्त्यप्रसङ्ग अनन्तधर्मकत्वाद् वस्तुनः ॥
तदेवं सामान्यविशेषयोः स्वतत्त्वं यथावदनवबुध्यमाना अकुशलाः अतत्त्वाभिनिविष्टदृष्टयः तीर्थान्तरीयाः । स्खलन्ति न्यायमार्गाद् भ्रश्यन्ति निरुत्तरीभवन्तीत्यर्थः । स्खलनेन चात्र प्रामाणिकजनोपहसनीयता ध्वन्यते । किं कुर्वाणाः? द्वयम्-अनुवृत्तिव्यावृत्तिलक्षणं प्रत्ययद्वयं वदन्तः।कस्मादेतत्प्रत्ययद्वयं वदन्तः ? इत्याह-परात्मतत्त्वात्- परौ पदार्थेभ्यो व्यतिरिक्तत्वादन्यौ परस्परनिरपेक्षौ च यो सामान्यविशेषौ तयोर्यदात्मतत्त्वं-स्वरूपमनुवृत्तिव्यावृत्तिलक्षणं तस्मात् तदाश्रित्येत्यर्थः । “गम्ययपः कर्माधारे" (सि. हे. श. २।२७४) इत्यनेन पञ्चमी । कथंभूतात्परात्मतत्त्वाद् ? इत्याह - अतथात्मतत्त्वाद्, मा भूत् पराभिमतस्य परात्मतत्त्वस्य सत्यरूपतेतिविशेषणमिदम् । यथा येनैकान्तभेदलक्षणेन प्रकारेण
સમાધાન :- સામાન્ય અને વિશેષને દ્રવ્ય વગેરેથી એકાંતે ભેદ માનવાનો તમારો હઠાગ્રહ તમને સારું છું સમજવા દેતો નથી. સામાન્ય અને વિશેષ એ વસ્તુના ધર્મરૂપ છે એ સર્વજનપ્રતીત છે, છતાં એકાંતભેદના હું હઠાગ્રહના કારણે તે બન્નેને અલગ પદાર્થરૂપે માનશો તો ધર્મીમાં રહેલા બીજા અનંતા ધર્મોને પણ તમારે છે અલગ-અલગ પદાર્થરૂપે માનવા પડશે. તેથી એક વસ્તુમાં અનંત પદાર્થોની કલ્પનારૂપ “મહાગૌરવ દોષ ચોંટશે. $ સૂકી કલ્પનાથી કામ સરતું હોય ત્યાં લાંબી કલ્પનાઓ કરવામાં આ દોષ લાગે છે. વસ્તુ અનંતધર્માત્મક છે તે આગળ બતાવશે.)
આ પ્રમાણે સામાન્ય અને વિશેષના સ્વરૂપને (અને ઉપલક્ષણથી ગુણ વગેરેના સ્વરૂપને યથાવત સમજવામાં વૈશેષિકો નિષ્ફળ ગયા છે કેમ કે તેઓ એ ગુણી દ્રવ્યથી એકાંતે ભિન્ન પદાર્થ ગુણને ગણીમાં રાખવા માટે સમવાય નામના અલગ પદાર્થની કલ્પના કરી છે. આ કલ્પના પણ વ્યર્થ છે. આવા અકુશળ–અતત્વના અભિનિવેશવાળા તે કીર્થિકો (=વૈશેષિકો)
સ્કૂલના પામે છે. અર્થાત ન્યાયમાર્ગથી ભ્રષ્ટ થાય છે. સમ્યગ ઉત્તર આપવામાં અસમર્થ બને છે. “સ્મલન છે પદથી “તેઓ પ્રામાણિક લોકોના હાસ્યને પાત્ર બને છે” એવો ધ્વનિ પ્રગટ થાય છે.
શંકા :- તેઓ શું કરવાથી હાસ્યાસ્પદ બને છે? .
સમાધાન:-પર-દ્રવ્યાદિ પદાર્થથી અને પરસ્પરથી ભિન્ન અને નિરપેક્ષ એવા સામાન્ય-વિશેષના ક્રમશ: અનુવૃત્તિ અને વ્યાવૃત્તિરૂપ આત્મતત્ત્વ સ્વરૂપને આશ્રયીને અનુવૃત્તિ અને વ્યાવૃત્તિરૂપ બે અલગ પ્રત્યય સ્વીકારવાથી તેઓ હાસ્યાસ્પદ બને છે. • પરાત્મતત્વાત અહીં ‘પયા વધારે સિ. હે. શ. સૂ. (૨–૨–૭૪) થી પાંચમી વિભક્તિ લાગી છે.) અર્થાત્ “ દ્રવ્યાદિથી ભિન્ન એવા સામાન્ય પદાર્થના સ્વરૂપને આશ્રયીને
અનુવૃત્તિ ની પ્રતીતિ અને વિશેષ પદાર્થના સ્વરૂપને આશ્રયીને વ્યાવૃત્તિની પ્રતીતિ થાય છે. તેમને વૈશેષિકો કહે છે. તેમની આ માન્યતાને કોઈ સાચી ન માની લે તે હેતથી કવિએ ‘મતથાત્મતત્વા વિશેષણ મૂક્યું છે. આ વિશેષણથી કવિ કહે છે કે સામાન્ય-વિશેષનું સ્વરૂપ તેઓ એવું માને છે તેવું નથી.
શંકા:- તો તે બેનું સાચું સ્વરૂપ શું છે? સમાધાન:- ‘દ્રવ્યાદિ પદાર્થોમાં અપૃથભાવે અલગ પાડી ન શકાય તેવા રૂપે રહેવું એ તે બન્નેનું સ્વરૂપ તિ છે. તેથી તે બન્ને પદાર્થોથી અને પરસ્પરથી કથંચિત અભિન્ન છે.
શંકા :- તે બન્નેને દ્રવ્યાદિથી પર માનવામાં શો વાંધો છે?
સમાધાન - પર એટલે અન્ય.અને અન્યપણ એકાંતભેદવિના સંભવે નહિ. સામાન્ય-વિશેષનેદ્રવ્યાદિ પદાર્થોથી પર માનવામાં દ્રવ્ય આદિથી એકાંતે ભિન્ન માનવા પડે. પણ તે બરાબર નથી.
WAN
સામાન્ય-વિશેષનું સ્વરૂપ