Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
18 ચાંદમંજરી
प्रदीपालोकवत् ॥
अथ यच्चाक्षुषं तत्सर्वं स्वप्रतिभासे आलोकमपेक्षते । न चैवं तमः । तत्कथं तच्चाक्षुषम् । नैवम् । उलूकादीनामालोकमन्तरेणापि तत्प्रतिभासात् । यैस्त्वस्मदादिभिरन्यच्चाक्षुषं घटादिकमालोकं विना नोपलभ्यते तैरपि तिमिरमालोकयिष्यते विचित्रत्वाद् भावानाम् । कथमन्यथा पीतश्वेतादयोऽपि सुवर्णमुक्ताफलाद्या आलोकापेक्षदर्शनाः, प्रदीपचन्द्रादयस्तु प्रकाशान्तरनिरपेक्षाः ? इति सिद्धं तमश्चाक्षुषम् ॥
रूपवत्त्वाच्च स्पर्शवत्त्वमपि प्रतीयते, शीतस्पर्शप्रत्ययजनकत्वात् । यानि तु (१) अनिबिडावयववत्त्वम् (२)
અંધકારને પ્રકાશની અપેક્ષા અસિદ્ધ–ઉત્તરપક્ષ
ઉત્તરપક્ષ :- વસ્તુને ચાક્ષુષપ્રત્યક્ષ થવા માટે પ્રકાશની અપેક્ષા છે” એવો નિયમ અસિદ્ધ છે. કેમ કે ઘુવડ વગેરે જીવો પ્રકાશ વિના પણ જોઇ શકે છે, તેથી અમારા હેતુને અસિદ્ધ ઠેરવી શકાય નહિ.
અહીં પૂર્વપક્ષે અંધકાર ચાક્ષુષપ્રત્યક્ષ નથી કેમ કે તે પોતાના પ્રત્યક્ષમાં પ્રકાશની અપેક્ષા રાખતું નથી, જેમ કે પવન.' આ વિપરીત અનુમાન દ્વારા અને તેની જે ચાક્ષુષપ્રત્યક્ષ હોય તે પ્રકાશની અપેક્ષા રાખે" એવી વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા ઉત્તરપક્ષના ‘અંધકાર પૌદ્ગલિક છે.’ ઇત્યાદિ અનુમાનના હેતુને અસિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરપક્ષે ઘુવડ આદિનું દૃષ્ટાંત લઇ પૂર્વપક્ષની વ્યતિરેક વ્યાપ્તિમાં અને તેના દ્વારા પૂર્વપક્ષના અનુમાનમાં અનૈકાંતિક (=વ્યભિચાર )દોષ બતાવ્યો. આમ પૂર્વપક્ષની દૂષિત થયેલી વ્યાપ્તિઅને અનુમાન ઉત્તરપક્ષના પૂર્વોક્ત અનુમાનના હેતુને અસિદ્ધ ઠેરવવામાં નિષ્ફળ નીવડે છે. તેથી ઉત્તરપક્ષનું અનુમાન પ્રમાણભૂત બને છે.
પૂર્વપક્ષ :- ‘આપણા જેવા મનુષ્યને કોઇપણ વસ્તુનું ચાક્ષુષપ્રત્યક્ષ કરવા માટે પ્રકાશની અપેક્ષા છે.’ એવો અમારો આશય છે. તેથી ઘુવડના દૃષ્ટાંતથી અમારી વ્યાપ્તિને ખોટી ઠેરવો તે વ્યાજબી નથી.
ઉત્તરપક્ષ :– (૧) તમારી વ્યાપ્તિ અમુકને લાગુ પડે અને અમુકને લાગુ ન પડે, એ વ્યાજબી નથી. તથા (૨) જો કે આપણે=મનુષ્યો ઘડા વગેરેને પ્રકાશ વિના જોઇ શકતા નથી છતાં પણ અંધડારને તો આપણે પણ પ્રકાશ વિના જોઇ શકીએ છીએ.
શંકા :- એકને પ્રકાશ વિના ન જોઇ શકાય
બીજાને પ્રકાશ વિના શી શીતે જોઇ શકાય ?
સમાધાન :- જગતના બધા ભાવો વિચિત્ર હોવાથી આમ સંભવી શકે છે. જેમ કે-પીળાવર્ણનું સુવર્ણ અને શ્વેતવર્ણનું મોતી વગેરે પોતાના દર્શનમાં બીજાના પ્રકાશની અપેક્ષા રાખે છે. જ્યારે દીવો કે ચંદ્ર વગેરે વસ્તુઓ પોતાના દર્શનમાં એવી અપેક્ષા રાખતા નથી. (પીળું સુવર્ણ પરપ્રકાશિત છે, જયારે પીળો દીવો સ્વયંપ્રકાશિત છે, સફેદ મોતી પરપ્રકાશિત છે, જયારે સફેદ ચંદ્ર સ્વયંપ્રકાશિત છે.)
તાત્પર્ય :- જગતના રૂપી પદાર્થો બે પ્રકારના છે. (૧) પરાપેક્ષ–જેઓ પોતાના પ્રતિભાસમાં (-દર્શનમાં)બીજાના પ્રકાશની અપેક્ષા રાખે છે, જેમકે ધડો વગેરે. આ પદાર્થોના દર્શનમાં પરપ્રકાશની આવશ્યક્તા છે. (૨) સ્વાપેક્ષ :– જે પદાર્થો પોતાના દર્શનમાં અન્યના પ્રકાશની અપેક્ષા રાખતા નથી. અર્થાત્ જેઓનું દર્શન બીજાના પ્રકાશ વિના સ્વત: જ થાય છે તેઓ સ્વાપેક્ષ છે. જેમ કે ચંદ્ર વગેરે. અંધકાર પણ આવા પ્રકારનો જ છે. આ બધાને સ્વદર્શનમાં પરપ્રકાશની અપેક્ષા નથી, બલ્કે આ બધા તો પોતાનાથી બળવત્તર એવા પરપ્રકાશની હાજરીમાં દેખાતા જ બંધ થઇ જાય છે. જેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં ચંદ્ર વગેરે. અને પરપ્રકાશમાત્રની હજરીમાં અંધકાર. આમ પ્રકાશ વિના પણ અંધકારનું દર્શન થઇ શકે છે. અને આમ દર્શનીય હોવાથી જ અંધકાર પૌદ્ગલિક છે. એમ સિદ્ધ થાય છે.
કાવ્ય - ૫
26