Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
अप्रतिघातित्वम् (३) अनुभूतस्पर्शविशेषत्वम् (४) अप्रतीयमानखण्डावयविद्रव्यप्रविभागत्वमित्यादीनि तमसः पौगलिकत्वनिषेधाय परैः साधनान्युपन्यस्तानि तानि प्रदीपप्रभादृष्टान्तेनैव प्रतिषेध्यानि तुल्ययोगक्षेमत्वात् ॥
न च वाच्यं तैजसाः परमाणवः कथं तमस्त्वेन परिणमन्तः ? इति, पुद्गलानां तत्तत्सामग्रीसहकृतानां विसदृशकार्योत्पादकत्वस्यापि दर्शनात् । दृष्टो ह्याट्रॅन्धनसंयोगवशाद् भास्वररूपस्यापि वढेरभास्वररूपधूमरूपकार्योत्पादः। इति सिद्धो नित्यानित्यः प्रदीपः । यदापि निर्वाणादर्वाग्देदीप्यमानो दीपस्तदापि नवनवपर्यायोत्पादविनाशभाक्त्वात् । प्रदीपत्वान्वयाच्च नित्यानित्य एव ।
અંધકારનું સ્પર્શવાળાપણું પૂર્વપક્ષ:- આ પ્રમાણે અંધકારને ચાક્ષુષપ્રત્યક્ષ તરીકે સિદ્ધ કર્યો. તેથી અંધકાર રૂપવાળો છે તેમ પણ સિદ્ધ કર્યો. કેમ કે રૂપવાળા પદાર્થો જ આંખના વિષય બને છે. હવે રૂ૫ને અને સ્પર્શને સીધો સંબંધ છે. જે જે વસ્તુઓ રૂપવાળી શ્રેય છે ને તે વસ્તુઓ સ્પર્શવાળી પણ હોય છે. તેવી વ્યક્તિ છે. તેથી અંધકારને સ્પર્શવાળો પણ માનવો પડશે. અનુમાન પ્રયોગન
અંધકાર સ્પર્શવાળો છે કેમ કે રૂપવાળો છે, જેમ કે ઘરે પરંતુ આ યોગ્ય નથી. કેમ કે પ્રકાશના અભાવરૂપ અંધકારમાં પ્રકાશગત ઉષ્ણસ્પર્શનો અભાવ જ સિદ્ધ છે, નહિ કે સ્પર્શવાળાપણું. તેથી સ્પર્શ વિનાના અંધકારને પણ જો તમે પૌદ્ગલિક સ્વીકારશો તો ઉપરોક્ત વ્યાપ્તિ ખોટી પડશે. અને પુદગલમાત્રને સ્પર્શવગેરે સ્વીકારતા તમારા આ પક્ષીન્યવવન્તઃ તાઃ (તત્વાર્થ સુ. ૫/૨૩)શાસ્ત્રવચનને પણ બાધ પહોંચશે.
ઉત્તરપક્ષ:- અંધકાર જો સ્પર્શવાળો ન હોય તો, તમે કહેલી આપત્તિ આવે. પરંતુ) ઉપરોક્ત વ્યાપ્તિ અને આગમના બળે તથા તેવા પ્રકારની થતી પ્રતીતિના બળે જ અંધકારને શીતસ્પર્શવાળો માન્યો છે. અંધકારની થતી શીતસ્પર્શપ્રતીતિનો નિષેધ કરી શકાય તેમ નથી.
શંકા:- તમે જે શીતસ્પર્શની પ્રતીતિ કહો છો તે ધ્યાન છે. વાસ્તવમાં તો ત્યાં ઉષ્ણસ્પર્શનો અભાવ જ છે. આ અભાવ શું જ શીતસ્પર્શરૂપે ભાસે છે.
સમાધાન :- સ્પષ્ટ ઉપલબ્ધ થતા શીતસ્પર્શને માત્ર ઉષ્ણતાના અભાવરૂપ કહી દેવાના તમારા સાહસને ધન્યવાદ. આ પ્રમાણે અહીં શીતસ્પર્શને ઉષ્ણતાના અભાવરૂપ જ માનશો તો સર્વત્ર શીતવસ્તુમાં ઉષ્ણતાના અભાવનીજ ૫ના કરવાની રહેશે. તથા અંધકાર વગેરેમાં ઉષ્ણસ્પર્શનો અભાવ જ શીતસ્પર્શરૂપે ભાસે છે કે પછી પ્રકાશ વગેરેમાં અંધકારગત શીતસ્પર્શનો અભાવ જ ઉણસ્પર્શરૂપે ભાસે છે. એવા સંદેહમાં નિશ્ચય કરાવનાર કોઈ વિનિગમક (નિર્ણાયક)ના રહેવાથી “વિનિગમના વિરહ' (નિશ્ચયનો અભાવ)દોષ પણ આવશે. અંધકાર-પ્રકાશની ખસવાની બાબતમાં પણ આ પ્રમાણે વિચારવું.
અંધકારને દ્રવ્ય માનવામાં આપત્તિ અને તેનો પરિવાર પૂર્વપલ :- છતાં પણ, અંધકારને પુદ્ગલદ્રવ્ય માનવામાં બીજા દોષો છે. દરેક દ્રવ્યમાં ઉપલબ્ધ થતાં આ ચાર સ્વરૂપ અંધકારમાં નથી. (૧)ઘન અવયવો (૨)પ્રતિઘાતવાળાપણું (૩) ઉદ્દભૂત સ્પર્શવાળાપણું તથા (૪) ખંડિત અવયવીરૂપ દ્રવ્ય-વિભાગની પ્રતીતિ. આ ચાર હેતુથી અંધકાર દ્રવ્ય તરીકે સિદ્ધ થતો નથી. અનુમાનપ્રયોગ:- “અંધકાર દ્રવ્યરૂપ નથી કેમ કે તેનામાં ઘનઅવયવવાળાપણું આદિ ચાર સ્વરૂપ નથી જેમ કિ ગગુણ.'
ઉત્તરપલ :- ઉપરોકત ચાર સ્વરૂપના અભાવની ઉપલબ્ધિ માત્રથી જો અંધકારને દ્રવ્યરૂપ ન માનશો તો પ્રદીપ આદિની પ્રજાને પણ દ્રવ્યરૂપ માની શકાશે નહિ કેમ કે તેનામાં પણ આ ચાર સ્વરૂપ ઉપલબ્ધ નથી.
શંકા:- પ્રભાતે દ્રવ્યરૂપ ન માનવામાં શો વાંધો છે? સમાધાન:- પ્રભાને જો દ્રવ્યરૂપ ન માનશો તો શું માનશો? પ્રભા સ્વતંત્ર ઉપલબ્ધ થતી ભાવાત્મક વસ્તુ હોવાથી તેનો
*
**
અંધકાર દ્રવ્યરૂપ
#
##
#
5