Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
A
B !! . . . ક્યાકુકર્મી " :. .:: દીપિકા | एवं व्योमाऽप्युत्पादव्ययध्रौव्यात्मकत्वाद् नित्यानित्यमेव । साथाहि-अवगाहकानां जीवपुद्गलादीनामवगाहदानोपग्रह।
एव तल्लक्षणम् 'अवकाशदमाकाशम्' इति वचनात् । यदा चावगाहका जीवपुद्गलाः प्रयोगतो विससातो वा इस एकस्मान्नभःप्रदेशात् प्रदेशान्तरमुपसर्पन्ति तदा तस्य व्योम्नस्तैरवगाहकैः सममेकस्मिन् प्रदेशे विभागः उत्तरस्मिंश्च प्रदेशे ३ संयोगः । संयोगविभागौ च परस्परं विरुद्धौ धौं । तद्भेदे चावश्यं धर्मिणो भेदः । तथा चाहुः “अयमेव हि भेदो भेदहेतुर्वा
यद्विरुद्धधर्माध्यासः कारणभेदश्चेति"। ततश्च तदाकाशं पूर्वसंयोगविनाशलक्षणपरिणामापत्त्या विनष्टम्, उत्तरसंयोगोत्पादाख्यपरिणामानुभवाच्चोत्पन्नम् । उभयत्राकाशद्रव्यस्यानुगतत्वाच्चोत्पादव्यययोरेकाधिकरणत्वम् ॥ ગણ આદિ બાકીના તમે કલ્પેલા છ પદાર્થોમાં સમાવેશ થતો નથી. અને તે પ્રભા ભ્રાન્તિપ પણ નથી. કેમકે ઉજાસરૂપ
અર્થક્રિયામાં સમર્થ છે. તેથી પારિશેષ ન્યાયથી પ્રભા દ્રવ્યરૂપે જસિદ્ધ છે. આ પ્રભામાં પણ તમે કહેલા ચાર સ્વરૂપના અભાવરૂપ આપત્તિ છે. આ આપત્તિને ટાળવા તમે જે સમાધાન આપશો તે જ સમાધાન સમાનરૂપે અંધકારને પણ લાગુ પડશે. કેમ કે પ્રદીપપ્રભા અને અંધકાર આ બન્ને તુલ્ય યોગક્ષેમવાળા છે. તેથી આ ચાર સ્વરૂપના અભાવનો અંધકારના દ્રવ્યપણાના નિષેધના સાધન તરીકે ઉપયોગ કરવો વ્યાજબી નથી.
કારણથી વિસદેશ કાર્યોત્પત્તિ સંભવિત પૂર્વપક્ષ :- પરિણામી કારણ પોતાના સ્વરૂપને અનુરૂપ પરિણામને પામી શકે. અર્થાત કારણમાંથી | વિદેશકાર્ય કે વિપરીતકાર્ય ઉત્પન્ન ન થાય તેવો નિયમ છે. અને સર્વત્ર કારણને અનુરૂપ કાર્ય જ ઉત્પન્ન થતું દેખાય છે. જેવું વાવે તેવું લણે” આ કહેવત પણ આ જ અર્થને દેટ કરે છે. તેથી પ્રકાશમય તેજસ પરમાણુઓ અંધકાર તરીકે પરિણત થાય તે સંગત નથી
ઉત્તરપલ :- તમે દર્શાવેલો નિયમ સામાન્યરૂપે છે, પરંતુ સર્વત્ર પ્રવર્તતો નથી. કેમ કે તેવા પ્રકારની સામગ્રીના સહકારથી દ્રવ્ય વિસદેશ કાર્યોના ઉત્પાદક બને તે પ્રત્યક્ષસિદ્ધ છે. ભીના લાકડા વગેરે બળતણના સંયોગથી અગ્નિમાંથી ધૂમાડો ઉત્પન્ન થાય છે. આ ધૂમાડારૂપ કાર્ય શ્યામવર્ણવાળું અને તેજહીન છે. જયારે | અગ્નિરૂ૫ કારણ ભાસ્વર અને પીળાવર્ણવાળું છે. આ વિપરીતતા સર્વમાન્ય છે. તેથી તેજસ પરમાણુઓ અંધકારરૂપે પરિણામ પામે તે પણ અસિદ્ધ નથી. તેથી પ્રકાશ અને અંધકાર આ બન્ને એક જ પુદ્ગલદ્રવ્યના બે પૂર્વોત્તરભાવી પર્યાયતરીકે સિદ્ધ થાય છે. તેથી જ પ્રદીપવગેરે નિત્યાનિત્યરૂપે સિદ્ધ થાય છે. (પુદ્ગલ દ્રવ્યરૂપે નિત્ય અને પ્રકાશ આદિ પર્યાયરૂપે અનિત્ય.)વળી જયારે પ્રદીપ બુઝાઈને અંધકારરૂપ પર્યાયને પામ્યો નથી ત્યારે પણ તેમાં પ્રત્યેક ક્ષણે નવા-નવા પર્યાયો ઉત્પન્ન થાય છે. પૂર્વ પૂર્વની જયોતશિખાનો વિલય અને ઉત્તર ઉત્તરની જયોતશિખાનો આવિર્ભાવ પ્રત્યક્ષસિદ્ધ છે. આમ તે વખતે પણ ઉત્પાદ અને નાશની પ્રક્રિયા ચાલતી હેવાથી તે રૂપે પ્રદીપ અનિત્ય છે. અને તે દરેક ક્ષણોમાં પ્રદીપતનો અન્વય તો ય જ છે તે દરેક ક્ષણે પ્રદીપ તરીકેનો બોધ તો સમાનરૂપે થયા જ કરે છે)તેથી તે રૂપે નિત્ય પણ છે, આમ પ્રદીપનિત્યાનિત્યરૂપે સિદ્ધ થાય છે.
આકાશનું નિત્યાનિત્યત્વ આ જ પ્રમાણે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપ લેવાથી આકાશ પણ નિત્યાનિત્ય છે.
શંકા :- આકાશ હમેશા નિત્ય એકરૂપ જ દેખાય છે તેથી તેનામાં ઉત્પાદ અને વિનાશ પયાર્યો શી રીતે ? ઘટી શકશે?
ઇફેક::::::::::
:::::::::::::
१ उपग्रह-उपकार इति तत्त्वार्थभाष्ये । २ जीवप्रयत्नविशेषादित्यर्थः । ३ पुद्गलादीनां तथास्वभावेन । ४. भामत्याम् ।
કાવ્ય - ૫
Wિ ::: :::::::::: જ્જ!: 1 55:
:
28)