Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્યાાઠમંજરી
अथ तदभिमतैकान्तनित्यानित्यपक्षौ दूषयन्नाह
आदीपमाव्योमसमस्वभावं, स्याद्वादमुद्रानतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ।। ५ ।।
आदीपं दीपादारभ्य आव्योम= व्योम मर्यादीकृत्य सर्ववस्तुपदार्थस्वरूपं समस्वभावम् । समः= तुल्यः, स्वभावः=स्वरूपं यस्य तत् तथा । किञ्च वस्तुनः स्वरूपं द्रव्यपर्यायात्मकमिति ब्रूमः । तथा च वाचकमुख्यः 'उत्पादव्ययध्रौव्ययुक्तं सत्'
વે તે વૈશેષિકોને સંમત એકાંતનિત્ય અને એકાંતઅનિત્ય પક્ષને દોષયુક્ત દર્શાવતાં કવિ કહે છે – સર્વ વસ્તુઓની સ્યાદ્દમુદ્રાંતિના
કાચાર્થ :- દીવાથી માંડીને આકાશ સુધીની તમામ વસ્તુઓ સમાન સ્વભાવવાળી છે, કેમ કે તેઓ સ્યાદ્વાદની મર્યાદારૂપ મુદ્રાનું ઉલ્લંધન કરતા નથી. તેથી “આકાશ વગેરે કેટલાક એકાંતે નિત્ય છે. અને દીવા વગેરે બીજા કેટલાક એકાંતે અનિત્ય છે.” આવો બકવાટ (હે પ્રભુ !)તારી આજ્ઞા પર દ્વેષ કરનારાઓનો છે. દીવાથી માંડીને આકાશ સુધીના સઘળાય પદાર્થો તુલ્ય સ્વભાવવાળા છે. (= તુલ્ય સ્વરૂપવાળા છે.) શંકા :– સઘળા ય પદાર્થોનું સમાન સ્વરૂપ કયું છે ?
સમાધાન :- બધા પદાર્થોનું સમાન સ્વરૂપ દ્રવ્ય-પર્યાયાત્મક છે. દ્રવ્યગુણ અને પર્યાયનો આધાર. ગુણ=દ્રવ્યના સહભાવી ધો. પર્યાય-દ્રવ્યના ક્રમભાવી ધર્મો. દ્રવ્ય અને પર્યાયના ઉલ્લેખથી ઉપલક્ષણથી ગુણનું ગ્રહણ સમજી લેવું.) શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું જ છે કે – “ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય (=સ્થિરતા)ધર્મયુક્ત જ વસ્તુ | સત્ (તત્ત્વાર્થ સૂ. ૫–૨૯)અહીં ધ્રૌવ્ય (સ્થિરતા)ધર્મથી વસ્તુના દ્રવ્યસ્વરૂપનો બોધ થાય છે. અને ઉત્પાદ અને વ્યય (=નાશ)ધર્મોથી વસ્તુના પર્યાયસ્વરૂપનું સૂચન થાય છે.
"9
શંકા :- બધા પદાર્થો આ દ્રવ્ય-પર્યાયરૂપ સમાન સ્વરૂપવાળા જ છે એમ શાના આધારે કહો છો ? સમાધાન :- દરેક પદાર્થો સ્યાદ્વાદની મર્યાદાને ઓળંગતા નથી. તેથી તેઓ સમાન સ્વરૂપવાળા છે. શંકા :- સ્યાદ્વાદ એટલે શું ?
સમાધાન :- ‘સ્યાદ્' એ અવ્યય અનેકાંતનો દ્યોતક છે. તેથી સ્યાદ્વાદ-અનેકાંતવાદ અર્થાત્ નિત્યતા, અનિત્યતા વગેરે અનેક વિરોધી ધર્મોથી વિચિત્ર બનેલા વસ્તુ તત્ત્વનો સ્વીકાર કરતો વાદ સ્યાદ્વાદ છે. (પ્રત્યેક વસ્તુને અનેક દૃષ્ટિથી જોવાની પદ્ધતિ સ્યાદ્વાદ છે. આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ (Law of Relativity) આ સ્યાદ્વાદને જ પુષ્ટ કરે છે. સ્યાદ્વાદ સિદ્ધાંત આશાવાદી નથી, નિરાશાવાદી નથી પરંતુ યથાર્થવાદી છે. આ સ્યાદ્વાદનો સિદ્ધાંત નિરાશાની પળોમાં હુંફ આપે છે. સફળતાની ક્ષણોમાં સાવધાની આપે છે. ગુનેગારો પ્રત્યે કોમળતાના ભાવ શીખવાડે છે. સર્વ જીવો સાથે મૈત્રીના કોલ–કરાર પર સીક્કા કરવાની સલાહ આપે છે. જડ પ્રત્યેના રાગને તોડવા ઉત્સાહ આપે છે. સ્યાદ્વાદનું સુગમ સંગીત જેઓના વિચારોના તરંગમાં, વાણીના પ્રવાહમાં અને હ્રદયના ધબકારામાં ગૂંજ છે તે મહાત્માઓ વિશ્વવંદ્ય વિભૂતિઓ છે.)
શંકા :– દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદાને કેમ ઓળંગતી નથી ?
સમાધાન :- જેમ ન્યાયનિષ્ઠ રાજાની આજ્ઞારૂપ મર્યાદાનું ઉલ્લંધન તેની પ્રજા કરતી નથી, કેમ કે ઉલ્લંધન કરવામાં તે પ્રજાના સર્વસ્વના નાશનો પ્રસંગ છે. તેમ સઘળી વસ્તુ ઉત્કૃષ્ટ અને નિષ્કંટક
સર્વ વસ્તુઓની સ્યાદ્ મુદ્રાંતિતા
23