Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::::::
સ્થાપ્નાઠમંજરી अथ ये कुतीर्थ्याः कुशास्त्रवासनावासितस्वान्ततया त्रिभुवनस्वामिनं स्वामित्वेन न प्रतिपन्नास्तानपि तत्त्वविचारणां प्रति शिक्षयन्नाह -
गुणेष्वसूयां दधतः परेऽमी मा शिश्रियन् नाम भवन्तमीशम् । (तथापि संमील्य विलोचनानि विचारयन्तां नयवर्त्म सत्यम् ॥ ३ ॥ ___ अमी इति ‘अदेसस्तु विप्रकृष्टे 'इति वचनात् तत्त्वातत्त्वविमर्शबाह्यतया दूरीकरणार्हत्वाद् विप्रकृष्टाः परे=कुतीर्थिकाः ।। भवन्तं त्वामनन्यसामान्यसकलगुणनिलयमपि, मा ईशं शिश्रियन् मा स्वामित्वेन प्रतिपद्यन्ताम् । यतो गुणेष्वसूयां दधतः गुणेषु बद्धमत्सराः । गुणेषु दोषाविष्करणं हि असूया । यो हि यत्र मत्सरी भवति स तदाश्रयं नानुरुध्यते, यथा | माधुर्यमत्सरी करभः पुण्ड्रेक्षुकाण्डम् । गुणाश्रयश्च भवान् । एवं परतीर्थिकानां भगवदाज्ञाप्रतिपत्तिं प्रतिषिध्य स्तुतिकारो।
અન્યતીર્થિકોને સલાહ આભિગ્રહિક મિથ્યાત્વથી પવિતા અન્ય તીર્થિકોને કુશાસ્ત્રના પઠન-વાંચન વગેરેનો રસ સહજ છે. હું અને તે કુશાસ્ત્રના પઠન વગેરેથી જામી ગયેલા કુવાસનાના ઠરથી તેઓનું ષ્ઠય પણ વાસિત થઈ ગયું છે. દૂ અને તેના વિકારરૂપે તે કુતીર્થિકો ત્રિલોકનાથ અરિહંતને સ્વામી તરીકે સ્વીકારવા તૈયાર નથી. આ અન્યતીર્થિકોને તત્ત્વની વિચારણા કરવાની સુફિયાણી સલાહ આપતા કવિ કહે છે. '
કાવાર્થ:- ગુણો પર અસૂયા મત્સરને ધારણ કરવાવાળા પર કુતીર્થિકો) ભલે આપને સ્વામી તરીકે ન સ્વીકારે, છતાં પણ તેઓ કુતીર્થિકો) આંખ બંધ કરીને સાચા ન્યાયમાર્ગનો વિચાર કરે. .
‘મર' શબ્દનો પ્રયોગ દૂરની વસ્તુના સૂચન માટે થાય છે. પરદર્શનવાળાઓ તત્વ અને અતત્ત્વને વાસ્તવિક પરામર્શ કરી શકતા ન હોવાથી દૂર કરવા યોગ્ય છે. અર્થાત્ તેઓ તત્વવિચારણાથી દૂર હોવાથી! તેઓ માટે અમી' (મરમ્ ના રૂપનો)પ્રયોગ કર્યો. તેઓ અસાધારણ ગુણોના ભંડાર સમા પ્રભુને પણ સ્વામી તરીકે સ્વીકારવા તૈયાર નથી.
શંકા- પ્રભુ જો અનંત અસાધારણ ગુણોવાળા લેય તો બીજાઓ તેમને સ્વામી તરીકે કેમ સ્વીકારતા , નથી? કૂલમાં જો સુગંધ ય, તો કોણ તેને સ્વીકારે નહિ?
સમાધાન:- બીજાઓને પરમાત્માના ગુણો પર મત્સર ઈર્ષ્યા છે. તેથી તેઓ પરમાત્માને સ્વામી માનવા તૈયાર નથી. અશુચિનો કીડો પુષ્પના પમરાટને પામે નહિતેમાં આશ્ચર્ય નથી. મત્સરીનો સ્વભાવ છે કે ગુણોમાં પણ દોષોનો આવિષ્કાર કરવો. તેથી મત્સરી ગુણોનો આશ્રય કરી શકતો નથી. એવી સામાન્ય વ્યાપ્તિ, છે કે જે જેનાં પર મત્સરવાળો હોય, તે તેના આશ્રયનો સ્વીકાર કરતો નથી. જેમ કે ઊંટને માધુર્ય મીઠાશ પર મત્સર છે. તો ઊંટ શેરડીના સાંઠાને ભક્ષ્ય તરીકે સ્વીકારતો નથી. આ વ્યાપ્તિ પ્રસ્તુતમાં પણ લાગુ
પડે છે. બીજાઓ ગુણપર મત્સરવાળા છે. તેથી ગુણોના આશ્રય આધારભૂત પરમાત્માને સ્વીકારતા નથી. Bર ખેર ! ભલે, તેઓ પરમાત્માને સ્વામી તરીકે ન સ્વીકારે.
અહીં કવિએ પોતે બીજાઓને પરમાત્માના સ્વીકારનો પ્રતિષેધ કર્યો. પ્રશ્ન :- આમ કરવામાં કવિનો આશય કયો છે? १. इदमस्तु सन्निकृष्टे समीपवर्ती चैतदोरूपम् । अदसस्तु विप्रकृष्टे तदिति परोक्षे विजानीयात् ॥ १ ॥ इति सम्पूर्णश्लोकः ।
" કાવ્ય - ૩
ક્લિક કકકકકક 16)
::::
:::::
::
::::
:
:
:
જ
:::::::::::::::