Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
અt
વજન
अस्यां च स्तुतौ अन्ययोगव्यवच्छेदोऽधिकृतः, तस्य च तीर्थांतरीयपरिकल्पिततत्त्वाभासनिरासेन रोपामाप्तत्वव्यवच्छेदः । स्वरूपम्। तच्च भगवतो यथावस्थितवस्तुतत्त्ववादित्वख्यापनेनैव प्रामाण्यमश्नुते । अतः स्तुतिकार जगद्गुरोनिशेषगुणस्तुतिश्रद्धालुरपि सद्भूतवरतुवादित्वाख्यं गुणविशेषमेव वर्णयितुमात्मनोऽभिप्रायमाविष्कुर्वन् आह
अयं जनो नाथ ! तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधि दुर्विदग्धः ॥ २ ॥
N
:
:::
અન્યયોગવ્યવચ્છેદનું સ્વરૂપ-બીજા કાવ્યની અવતરણિકા | બત્રીસ કાવ્યમય આ સ્તુતિનો વિષય છે “અન્યયોગવ્યવચ્છેદ”. આ વ્યવચ્છેદનું સ્વરૂપ બતાવે છે - અન્યતીર્થિકોએ પોતપોતાની પરિકલ્પનાથી જે તત્વાભાસ રચ્યો છે તે સ્વાભાસનું ખંડન કરવા દ્વારા તે અન્યતીર્થિકોમાં આપ્તત્વનો છેદ કરવો એ પ્રસ્તુતમાં અન્યયોગવ્યવચ્છેદનું સ્વરૂપ છે. અર્થાત ભગવાનમાં રહેલા આપ્તત્વવિશેષણનો ભગવાનથી ભિન્ન એવાકુનર્થિકોમાંથી છેદ કરવો એ જ અહીં “અન્યયોગવ્યવચ્છેદ નું ફળ છે. જેઓના સિદ્ધાંતો બાધ પામતાં ન હોય, તેઓ જ આખ બની શકે એ વાત પૂર્વ કાવ્યના આધારે સ્પષ્ટ થાય છે. તેથી કુતીર્થિકોના વચનો બાધ પામે છે તેમ સિદ્ધ થાય તો તે કુતીર્થિ આપ્ત નથી તેમ કહ શકાય અને તેમના સિદ્ધાંતો બાધિત તો જ થાય, જો તેમના વચનોથી ભિન્ન એવા ભગવાનના વચનો અબાધિત જાહેર થાય. અને તે વાત પણ તો જ બને, જો ભગવાન યથાર્થવસ્તુવાદી હોય. તેથી અન્યયોગવ્યવચ્છેદની સિદ્ધિ કરવી હોય, તો ભગવાનમાં રહેલા યથાર્થવસ્તુવાદિતા ગુણની જખ્યાતિ ફેલાવવી જોઇએ. જો કે ત્રિભુવનગુરુ ભગવાનમાં રહેલા બધા જ ગુણો પ્રશંસનીય અને સ્તુત્ય છે, એવી કવિને સચોટ શ્રદ્ધા છે. છતાં સદ્ભવસ્તુવાદિત=સદ્ભૂત પદાર્થોનું જ કથન કરનારપણું આ જે વિશેષગુણ છે, તેની જ સ્તુતિ કરવાનો , પોતાનો આશય કવિવર આચાર્ય બતાવી રહ્યા છે. -
કાવાર્થ:- હે નાથ! આ (કવિ) માણસ બીજા ગુણોથી તારી સ્તુતિ કરવાની ઇચ્છાવાળો છે જ. છતાં પણ પરીક્ષાવિધિમાં પોતાને પંડિત માનવાનો ડોળ કરતો તે (કવિ) તારા યથાર્થવાદ નામના એક ગુણની સ્તવના કરવા ભલે ઉદ્યમશીલ બને.
યથાર્થવાદિતા ગુણથી સર્વગુણસ્તવન સિદ્ધિ : હેનાથ!યથાર્થવાદથી ભિન્ન અને અન્યમાં અવિદ્યમાન એવા શરીરના લક્ષણ વગેરે ગુણોની સ્તવના કરવા માટે હું શ્રદ્ધાવાન છું જ. અર્થાત હું તારા બીજા ગુણોની સ્તુતિ કરવાની ઇચ્છાવાળો છું જ. તવાય પદમાં તાઓં (સિ. હે. શ. સૂ. ૨-૨-૫૪) થી ચતુર્થી વિભકિત છે, અને ગુણાતમ્યઃ પદમાં “પૃદે વ્યથિં વા" (સિ. છે. શ. ૨-૨-૨૬)થી પૃદ ધાતુના વ્યાપ્ય કર્મને વિકલ્પ ચતુર્થી વિભક્તિ લાગી છે.
શંકા:- કવિને ભગવાનના બીજા ગુણોની સ્તવના કરવાની ઇચ્છા છે. તો શું કવિ બીજા ગુણોની પણ | સ્તવના કરશે?
સમાધાન :- આ આશંકાનું સમાધાન ઉત્તરાર્ધથી બતાવે છે. વિતું. આ અવ્યય સ્વીકૃતિપૂર્વક વિશેષવિધાન દર્શાવવા વપરાયો છે. પરમાત્માના બીજા ગુણો પણ ઉપેક્ષણીય નથી, છતાં કવિ અહીં પ્રભુના કે “ભાવોના યથાવસ્થિતસ્વરૂપના વકતાપણું નામના એક જ ગુણની સ્તુતિક્રિયામાં પ્રવૃત્ત થવા માગે છે. BUT
શંકા :- પ્રભુના બીજા ગુણો જ્યારે ઉપેક્ષણીય નથી ત્યારે તે બધાને છોડી માત્ર એક જ ગુણની સ્તુતિ $ કરવાનો હઠાગ્રહ શા માટે છે?
કાવ્ય – ૨