Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
યાજ્ઞા મટી
‘श्रीवर्धमानाभिधमात्मरूपम्’इति विशेष्यं बुद्धौ सम्प्रधार्य विज्ञेयम् । तत्र हि 'आत्मरूपम्' इति विशेष्यपदम् । प्रकृष्ट | आत्मा = आत्मरूपः तं परमात्मानमिति यावत् । आवृत्त्या वा विशेषणमपि विशेष्यतया व्याख्येयमिति प्रथमवृत्तार्थः ॥
બુદ્ધિ ઉત્પન્ન કરાવનારા ધર્મો સામાન્ય ધર્મો કહેવાય છે. જેમકે ઘટત્વ વગેરે. તથા જે ધર્મો પોતાના ધર્માંને અન્યથી અલગરૂપે તારવે તે ધર્મો વિશેષ ધર્મો છે) કેવલજ્ઞાન પદાર્થમાં રહેલા સામાન્યધર્મોને ગૌણ કરી વિશેષધર્મોને પ્રકાશે છે. અર્થાત્ કેવલજ્ઞાનથી પદાર્થના વિશેષધોનો બોધ થાય છે. અને કેવલદર્શન પદાર્થના વિશેષ ધર્મોને ગૌણ કરી સામાન્યધર્મોને પ્રકાશે છે.
શંકા:- બે અલગ ધર્મના બોધને માટે બે અલગ સાધનની કલ્પના કરવામાં ગૌરવ છે. જીવ કાં તો કેવલજ્ઞાનથી સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારના ધર્મોનો બોધ કરે કાં તો કેવલદર્શનથી બન્ને પ્રકારનો બોધ કરે, એમ માનવામાં શો દોષ છે ? અન્યથા તો કેવલજ્ઞાન અને કેવલદર્શન બન્નેને અધુરા માનવા પડશે.
સમાધાન:- કેવલજ્ઞાનથી વસ્તુના વિશેષ ધર્મોને જ જોવામાં અને કેવલદર્શનથી વસ્તુના સામાન્યધર્મને જ જોવામાં જીવનો તેવા પ્રકારનો સ્વભાવ જ કામ કરે છે. અને સ્વભાવમાં શંકા કે તર્કને સ્થાન નથી અને જીવ તથા સ્વભાવથી જ એક સમયે વિશેષ ધર્મોનું જ્ઞાન અને બીજા સમયે સામાન્ય ધર્મોનું જ્ઞાન કરે છે. તેથી જીવનું જ વિશેષને ગૌણ કરી સામાન્યનો બોધ કરાવનારું પદાર્થનું જ્ઞાન દર્શનરૂપ કહેવાય. અને સામાન્યને ગૌણ કરી વિશેષનો બોધ કરાવનારું પદાર્થનું જ્ઞાન, જ્ઞાન કહેવાય. એમ ફલિત થાય છે. આમ અનંતજ્ઞાન અને અનન્ત દર્શન બન્ને જ્ઞાનરૂપે સમાન હોવાથી ‘અનન્તવિજ્ઞાન' પદથી અનન્તદર્શનનું પણ ગ્રહણ થઇ જાય છે.
તથા જિન હોવાથી જ પ્રભુ દોષોથી રહિત છે. પૂર્વોક્તિ અનુસાર રાગાદિને જીતનારા જ જિન કહેવાય છે. જેઓ જિન નથી તેઓ દોષોથી રહિત પણ હોઇ શકે નહિ. તથા આપ્તોમાં મુખ્ય હોવાથી જ અબાધ્યસિદ્ધાંતવાળા છે. જે વ્યક્તિને પ્રત્યય-બોધ-વસ્તુસ્વરૂપનો પ્રકાશ થયો છે તે આસ. અથવા જે વ્યક્તિમાં પ્રત્યય-વિશ્વાસ પ્રગટી શકે તે આમ. આવા આસોમાં જે શ્રેષ્ઠ છે તે આમમુખ્ય કહેવાય. પ્રભુના વચનો અવિસંવાદી હોવાથી સર્વ જીવોના વિશ્વાસને પાત્ર છે. અને આજ પરમાત્માનું આપ્તપણું છે. તેથી જપરમાત્માએ કહેલા સિદ્ધાંતો ત્રિકાળાબાધિત છે. અને એ હકીક્ત છે કે અભ્રાન્તજ્ઞાનથી જોવાયેલી વસ્તુઓને જ કહેનારા સિદ્ધાંતોને બાધિત કરવા કુનયો સમર્થ ન બને. તથા સ્વયંભૂ હોવાથી જ દેવોને પૂજ્ય છે. ત્રણે જગતમાં વિલક્ષણ ગણાતો ગુણ છે સ્વયંસંબુદ્ધત્વ. આ વિલક્ષણ-વિશિષ્ટગુણવાળા લેવાથી જ પરમાત્માને સૌધર્મેન્દ્ર વગેરે દેવો પૂજે છે.
શંકા:– આમ ઉત્સાહના અતિરેકમાં તમે કાવ્યમાં બીજી વિભક્તિમાં આવેલા તમામ પોની વિશેષણરૂપે જ વ્યાખ્યા કરી નાખી. પણ એકડા વિનાના મીંડાની જેમ વિશેષ્ય વિનાના આ વિશેષણોની શું કિંમત ?
સમાધાન:- અહીં બધા પદોને વિશેષણ તરીકે બતાવ્યા છે તે અયોગ વ્યવચ્છેદ’ બત્રીસીના પ્રથમ શ્લોકના ત્રીજા પાદમાં રહેલા ‘શ્રીવર્ધમાનાભિધમાત્મરૂપમ્' રૂપ વિશેષ્યપદને લક્ષમાં રાખીને બતાવ્યા છે. તેથી આ વિશેષણો નકામા નથી. ‘આત્મરૂપ’ એ પદ વિશેષ્ય છે. આત્મરૂપ-પ્રકૃષ્ટ આત્મા અર્થાત્ પરમાત્મા.
શંકા:- આમ બીજા પ્રકરણમાંથી વિશેષ્યને પકડવામાં તો ખૂબ મુશ્કેલી પડે. તેથી અહીં ‘દૂરાન્વય' દોષ ઊભો છે.
સમાધાન:- આ દોષને ટાળવા ‘શ્રીવર્ધમાન’ પદને દોહરાવવું જોઇએ. પ્રથમ વિશેષણ તરીકે તેની વ્યાખ્યા કર્યા બાદ ફરીથી તે જ પદની વિશેષ્ય તરીકે વ્યાખ્યા કરવી તેથી કોઇ દોષ રહેશે નહિ.
આ પ્રમાણે પ્રથમ કાવ્યનો અર્થ પૂર્ણ થયો.
१. अगम्यमध्यात्मविदामवाच्यं वचस्विनामक्षवतां परोक्षम् । श्रीवर्धमानाभिधमात्मरूपमहं स्तुतेर्गोचरमानयामि ॥ इति संपूर्णश्लोकः ।
અનન્તજ્ઞાન – દર્શનની સમાનતા
13