Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
શ્યામજી
wwNNNNN
'
'
'
'
',
शेषानन्तत्रयात्पृथग् निर्धार्याचार्येणोक्तम् ।
ननु यथा जगन्नाथस्यानन्तविज्ञानं परार्थं तथाऽनन्तदर्शनस्यापि केवलदर्शनापरपर्यायस्य पारार्थ्यमव्याहतमेव । केवलज्ञानकेवलदर्शनाभ्यामेव हि स्वामी क्रमप्रवृत्तिभ्यामुपलब्धं सामान्यविशेषात्मकं पदार्थसार्थं परेभ्यः प्ररूपयति । तत्किमर्थं तन्नोपात्तम् ? इति चेत् ? उच्यते - विज्ञानशब्देन तस्यापि संग्रहाददोषः । ज्ञानमात्राया उभयत्रापि समानत्वात्। य एव हि अभ्यन्तरीकृतसमताऽऽख्यधर्मा विषमताधर्मविशिष्टा ज्ञानेन गम्यन्तेऽर्थाः, त एव हि अभ्यन्तरीकृतविषमताधर्माः समताधर्मविशिष्टा दर्शनेन गम्यन्ते जीवस्वाभाव्यात् । सामान्यप्रधानमुपसर्जनीकृतविशेषमर्थग्रहणं दर्शनमुच्यते । तथा विशेषप्रधानमुपसर्जनीकृतसामान्यं च ज्ञानमिति ॥
ભગવષ્ણુણસ્તુતિ અશક્ય અનુષ્ઠાન ઉપરોકત વિશેષણોથી વિશિષ્ટ ચરમ તીર્થપતિ (=ભગવાન મહાવીરસ્વામી)ની સ્તુતિ કરવાનો હું પ્રયત્ન છે કરીશ.' અહી કવિવર આચાર્યો ભવિષ્યકાળનો નિર્દેશ કર્યો. (ાત્ ધાતુને સામાન્ય ભવિષ્યકાળ (ઉત્તમ) પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય લગાડ્યો.)વર્તમાનકાળના સમીપવર્તી ભૂતકાળ કે ભવિષ્યકાળમાં થનારી ક્રિયાને સૂચવવાં ધાતુને વિકલ્પ વર્તમાનકાળના પ્રત્યયો પણ લાગી શકે છે. અહીં આચાર્યું વર્તમાનકાળ નો પ્રત્યય લગાડી વર્તમાન કાળનો નિર્દેશ છોડી ભવિષ્ય કાળનો પ્રત્યય લગાડી ભવિષ્યકાળનો જે નિર્દેશ કર્યો છે. તેમાં ગૂઢ આશય છે.
શંકા :- એ ગૂઢ આશય કયો છે? સમાધાન :- ભગવાનના ગુણોની સ્તુતિ કરવી એ યોગીઓ ( વિશિષ્ટ જ્ઞાનીઓ) માટે પણ અશક્ય અનુષ્ઠાન છે. અર્થાત ભગવાનની યથાવત્ સ્તુતિ તો યોગીઓ પણ કરી શકે તેમ નથી. એમ કવિવર આચાર્ય માને છે. તેથી ભગવાનની સ્તુતિ અવશ્ય કરણીય હેવા છતાં પણ તેમાં જ્ઞાન એ મુખ્ય કારણ નથી, પરંતુ શ્રદ્ધા જ અસાધારણ કારણ છે. તેથી “શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવો એ જ મારે આધીન છે નહિ કે ભગવાનના યથાવસ્થિત ગુણોની સ્તુતિની સિદ્ધિ ભવિષ્યકાળના નિર્દેશ દ્વારા આચાર્ય ભગવંત આ સૂચવવા માંગે છે. અર્થાત “પ્રયત્ન કરવા છતાં યથાવત ગુણસ્તુતિ ન થાય તેમાં હું ઉપહાસપાત્ર નથી' એમ આચાર્યનો કહેવાનો આશય છે.
શંકા:- યતિષ્ય આ ક્રિયાપદથી “હું યત્ન કરીશ' એવો અર્થ પ્રાપ્ત થાય છે. આમ હું એવો અર્થ ગતાર્થ હોવા છતાં ફરીથી તે અર્થે “અહમ્' પદનો પ્રયોગ કરી કવિએ પુનરુકિત દોષ લગાડ્યો છે.
સમાધાન :- “હું એવો અર્થ ગતાર્થ હોવા છતાં પદનો પ્રયોગ કરવા દ્વારા આચાર્ય ભગવંત કહેવા માંગે છે કે પોતે આ સ્તુતિનો આરંભ બીજાની પ્રેરણાથી કે બીજાને ખુશ કરવા માટે વગેરે હેતુથી કરતા નથી પરંતુ પોતાની શ્રદ્ધાથી જ કરે છે.” આમ વિશેષ અર્થનું સૂચન થતું હોવાથી ‘ગદમ્' પદના પ્રયોગમાં પુનરુકિત દોષ નથી.
શ્રી વર્ધમાનાદિ પદોનો અનનવિજ્ઞાનાદિ પદો સાથે હેતુહેતુમદ્ ભાવ શી અથવા (૧)શ્રી વર્ધમાન (૨)જિન (૩)આખ મુખ્ય અને (૪) સ્વયંભૂ આ ચાર વિશેષણોનો કમશઃ (૧)
અનવિજ્ઞાન (૨)અતીતદોષ (૩)અબાધ્યસિદ્ધાન્ત અને (૪)અમર્યપૂજય આ ચાર વિશેષણોની સાથેનો છે. હેતeતમદ્ભાવ દર્શાવવાપૂર્વક વ્યાખ્યા કરવામાં આવે છે. પૂર્વાર્ધમાં કાર્ય છે જયારે ઉત્તરાર્ધમાં કારણ છે.
ર.
તમિત્વર્થ ૨. સમચાaધH: I છે પણ
ભગવષ્ણુણસ્તુતિ અશક્ય અનુષ્ઠાન
1