________________
જન્ય વિવિધ કષ્ટો છવ ભોગવે છે. સર્વ સંસારી જીવોની આવી જ દયાજનક દુઃખદ પરિસ્થિતિ છે.
અનાદિ નિગેદમાં, ચારેય ગતિમાં, છએ કાયમાં પ્રત્યેક અવસ્થામાં તેની આ કરુણ સ્થિતિ રહી છે.
પિતાના અસલી સ્વરૂપને ન જાણવાથી જીવો દેખાતા દેહને જ સ્વરૂપ માની તેના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે, અને દેહના સુખ માટે ઈન્દ્રિઓને તે તે વિષયોથી તૃપ્ત કરવા માટે હિંસાદિ પાપ કરે છે.
પોતાના સ્વરૂપનું જ્ઞાન હોવાથી અન્ય જીના અસ્તિત્વની શ્રદ્ધા થતી નથી, તેથી અન્ય જીવોની હિંસાનો
લાલજી ભય થતું નથી કે પાપની પ્રવૃત્તિ અટકતી નથી. એમ પાપપ્રવૃત્તિ ચાલુ રહેવાથી કર્મબંધ અને તેના ફળરૂપે અસહૃા દુઓને ભેગવટે પણ સતત ચાલુ રહે છે.
આવું ભવભ્રમણ કરતાં જ્યારે ભવપરિણતિને પરિપાક થવાથી ચરમાવતમાં જીવ આવે છે, ત્યારે સદ્દગુરુના વેગે કે સહજભાવે જીવને આ દુઃખમય સંસારથી છૂટવાની તીવ્ર ઝંખના જાગે છે. તે ઝંખનાને ભવનિર્વેદ” કહેવાય છે.
આ ભવનિર્વેદથી જીવ હિંસાદિ પાપપ્રવૃત્તિઓને છોડવા માટે પ્રયત્ન કરે છે અને તેની સાથે યથાશક્ય અહિંસાદિ વ્રતનું કે મહાવ્રતનું પાલન કરે છે. ઉપરાંત પરમાત્માની ભક્તિ, સદ્દગુરુની સેવા વગેરે કરતે સ્વજીવનને ધન્ય બનાવવા માટે ઉજમાળ બને છે.