________________
તે જ્ઞાનાદિ આચારાના પાલનમાં જે ઉદ્યમ ન કર્યો તે વિરાધનાને; એમ પાંચેય આચારોમાં ત્રણેય કાળમાં કરેલી નાની-મોટી વિરાધનાને હે ભગવંત! હું આપની સાક્ષીએ
વળી દશવિધ યતિધર્મમાં કે ચરણસિત્તરરૂપ મૂળગુણેમાં હિંસાદિ દે, તથા કરણસિત્તરરૂપ ઉત્તરગુણોમાં દુષિત પિંડ ગ્રહણ કરવા વગેરેથી જે નાનામોટા અતિચારે સેવ્યા હોય તેને પણ ભાવપૂર્વક ત્રિવિધે ત્રિવિધ રહું છું.
હે ભગવંત! મિથ્યાત્વથી દૂષિત બુદ્ધિવાળા મેં ધાર્મિક પુરુષની અવજ્ઞા વગેરે કર્યું હોય તથા આહારભય-મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાને વશ બની જે કોઈ પાપને કર્યું હોય તેની પણ આપની સમક્ષ હું ત્રિવિધે ત્રિવિધે નહીં કરું છું.
હે ભગવંત! એ રીતે દુષ્કૃતગહ કરીને ચારેય ગતિમાં ભમતા મેં જે જે જીવોની વિરાધના કરી છે. તે તે સર્વને પણ હવે આપની સમક્ષ ખમાવું છું.
નારકપણમાં–મેં બીજા કર્મવશ નારકી થએલા જીને ભવધારણીય શરીરથી ઉત્તરકિય પણ વિવિધ રૂપ ધારણ કરીને બળાત્કારે દુસહ પિડાઓ ઉપજાવી હાય, હે ભગવંત! તે સર્વ જીવને આપની સમક્ષ હું ખમાવું છું.