________________
નહિ, કે પાળનારા પુણ્યવંતે પ્રત્યે દ્વેષ કર્યો, તેઓના ધર્મ સાધનને ભાંગી–તેડીને કે બીજી કોઈ રીતે પણ અંતરાય કર્યો; તે સર્વની પણ હું ત્રિવિધ ત્રિવિધે ગોં કરું છું.
એમ સામાન્યથી પાપનિંદા કરવાપૂર્વક હે ભગવંત! હવે પંચાચાર સંબંધી સેવેલા દેને પણ હું આપની સમક્ષ નિંદુ છું. તેમાં જ્ઞાનાચાર સંબંધી અકાળે, વિનયબહુમાન કે ઉપધાન વિના, સૂત્ર-અર્થ તદુભયને ભણતા મેં ગુરુને ઓળવ્યા, કે કાને, માત્રા, સ્વર-વ્યંજન વગેરે ન્યૂનાધિક ભ; એમ ત્રણેય કાળમાં જ્ઞાનાચાર અંગે કરેલી વિરાધનાને નિંદું છું. દશનાચારમાં–પણ જીવાદિ તમાં દેશ કે સર્વ શંકા, અન્યાન્ય દર્શનની અભિલાષારૂપ દેશ કે સર્વકાંક્ષા, દાનાદિ ધર્મના ફળમાં અવિશ્વાસરૂપ વિચિકિત્સા કે મલ-મલિન ગાત્રાદિ નિમિત્તે સાધુ-સાધ્વી પ્રત્યે દુગછા, અન્ય ધર્મના ચમત્કારાદિ જોઈને મૂઢદષ્ટિપણું વગેરે કર્યું હોય; અને ધમીઓની ઉપબૃહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય કે ધર્મભાવના વગેરે ન કર્યું હોય; ઈત્યાદિ ત્રણેય કાળમાં દશનાચાર સંબંધી કરેલી વિરાધનાને નિંદું છું. ચારિત્રાચારમાં-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં કરેલ પ્રમાદ, અવિધિ, વગેરે નાની-મોટી વિરાધનાને, તપાચારમાંબારેય પ્રકારના તપમાં કદાપિ કેઈ પ્રકારે કરેલી વિરા. ધનાને, અને વિચારમાં–બળ-વાય-પરાક્રમ છતાં, તે