________________
તેને દેખી શકીએ અને તેને તેના માર્ગે ચાલવા દેવા માટે બાજુના માર્ગે આપણે ચાલીએ; એથી એ અથડાતે બચી જાય.
સુમન ! ને સૂર્યને પ્રકાશ ન હોય, તો આપણે તેને બચાવી ન શકીએ. એ રીતે જેમ આપણા દ્વારા સૂર્યના પ્રકાશથી તેને ઉપકાર થાય છે, તેમ ધમ દ્વારા ધર્મ અધમીઓને પણ ઉપકાર કરે છે. . વળી સુમન ! મન વિનાના જીવને ધર્મ હોય નહિ, કારણ કે-ધર્મને આધાર મન છે. છતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અસંશી જી ઊ ચે આવે છે, તેમાં કાળ, સ્વભાવ, ભવિતવ્યતાદિ કારણે છતાં ધમીઓના ધર્મને પ્રભાવ વિશિષ્ટ કારણરૂપ છે, કારણ કે-ધમી જીવો અન્ય સર્વ જીવોના કલ્યાણની ભાવનાવાળા હોય છે. તેઓની એ ભાવનારૂપ ધર્મના બળે અન્ય જીવ ઊંચા આવે છે. જે એમ ન હોય અને એક ધમીની ભાવના બીજાને ઉપકાર ન કરતી હોય, તો આપણે શ્રી અરિહંતભગવાન વગેરે પરમેષ્ઠિઓને કે બીજા પણ ધમ આરાધકને ઉપકારી કયી રીતે માની શકીએ ? એમ માતાપિતાદિની પણ શુભ લાગણીઓ જે આપણું હિતને ન કરતી હાય, તે તેઓનો ઉપકાર કયા કારણે આપણે માનીએ?
સુમન ! શ્રી જિનભક્તિને મુક્તિની દૂતી કહી છે. એ ભક્તિના પ્રભાવે જીવ મોક્ષ માટે પ્રયત્ન કરી શકે છે અને જિનાજ્ઞાને પાળી શકે છે. જે ભક્તિ ન હોય, તો તેઓની આજ્ઞા પાળી શકાય નહિ. આ ભક્તિ પણ જીવમાં તેઓની કલયાણુકર-વિશ્વહિતકર ભાવનાને બળે જાગે છે. તેઓની એ ભાવના એટલે વિશ્વને સર્વથા દુઃખમુક્ત કરી શાશ્વત સુખની