________________
શકી હતી. ઉત્તરાત્તર કાળની વિષમતા, જીવની નિઃસત્ત્વતા, વિકારના આવેગ વગેરે વધતાં ગયા અને આત્મીય સુખનું લક્ષ્ય ઘટતું ગયું, કે જેના પરિણામે આજે માનવતા ઘટી રહી છે, માનવજીવન મળવા છતાં માનવતા અવિકસિત અની રહી છે અને એથી માત્ર માનવનુ જ નહિં, વિશ્વના સઘળા જીવાનુ હિત ઘવાઈ રહ્યુ છે. આ બધું વિચારતાં તને સમજાશે કે-આય કુળાની વિવાહવ્યવસ્થા કેટલી મહત્ત્વની છે, એમાં આત્મવિકાસ કરવાની કેટલી શક્તિ છે અને તેથી તેને સાચ વવાની કેટલી અગત્ય છે.
સુમન ! તત્ત્વથી અમ્રહ્મસેવન પાપ છે, પણ તેમાંથી છૂટવાનું સામર્થ્ય-સત્ત્વ જ્યાં સુધી આત્મામાં ન પ્રગટે, ત્યાં સુધી માર્ગાનુસારિતાના આ ગુણની અતિ આવશ્યકતા છે. એના પાલનથી જે વિવિધ લાભા થાય છે, તે અંગે વિશેષ વિચાર આપણે હવે પછી કરીશું.
'B
૧૨૧