________________
સુમન ! જેમ મનુષ્યપણામાં અને ઉત્તમ કુળમાં જન્મ મળ એ ઉત્તમ ગણાય છે, તેમ તેની જવાબદારીઓ પણ આકરી હોય છે. માનવજન્મની ઉત્તમતા તે જવાબદારીઓને પૂર્ણ કરવાથી અખંડ અને નિષ્કલંક રહે છે અને એથી જીવની
ગ્યતામાં પણ વધારો થાય છે. પુનઃ તેને વિશિષ્ટ અને પવિત્ર એવી જીવનસામગ્રીવાળો દેવ-મનુષ્યને ભવ પ્રાપ્ત થાય છે અને ઉત્તરોત્તર આત્મા વિશુદ્ધ બનતે પરમપદને અધિકારી થાય છે.
એ રીતે સુમન ! આ આચારના પાલનથી જીવને પિતાને લાભ થાય છે, પિતાના જીવનના પવિત્ર ઈતિહાસથી ભાવિ પ્રજાને પણ લાભ થાય છે અને સંતતિ થાય તે પણ માતાપિતાના સદાચારનો વારસો પ્રાયઃ તેના જીવનમાં ઊતરે છે, તેથી તેના બળે માતા-પિતાદિના હિતમાં તે સદા તત્પર રહી સહાય કરે છે, પિતાના જીવનથી તે પણ અન્ય જીને સન્માર્ગમાં પ્રેરે છે અને એને ઈતિહાસ પણ પુનઃ ભાવિ જીનું હિત કરે છે. એમ આ આચારના પાલનથી પોતાના આત્માનું હિત કરવાપૂર્વક માનવજન્મની ઉચ્ચતાની નિષ્કલંક રક્ષા થઈ શકે છે. જે સ્થાને પોતાને જન્મ થાય, તે સ્થાનને (કુળ-જ્ઞાતિ-ધમ વગેરેને) પોતાના જીવનથી દૂષિત ન કરતાં પવિત્ર બનાવવું અને તેનું મહત્વ વધારવું, એ જ તત્વથી સદાચારી જીવન છે. એથી વિશ્વનું હિત થાય છે અને વિશ્વના હિતથી પિતાનું હિત થાય છે.
સુમન ! આ વિવાહવ્યવસ્થાની મર્યાદા શું છે અને તે મર્યાદાના મૂળમાં કયા શુભ હેતુઓ છે? એ વગેરે આપણે હવે પછી વિચારીશું. મારું મુખ્ય લક્ષ્ય તને પ્રત્યેક વાતમાં
૧૪૦