________________
સચાગવશ પરાયી વસ્તુની સહાય લેવી પડે, તે પણ તેમાં મમતા તેા ન જ થાય, કારણ કે-પરમાં મમતા તે અન્યાય છે. સુમન ! એક શાણા વેપારી પેાતાની લક્ષ્મીના અભાવે ીજાનું ધન વ્યાજે લઈ જ્યારે વેપાર કરે, ત્યારે તેનુ લક્ષ્ય શીઘ્ર દેવુ' ચૂકવીને છૂટા થવાનુ' અને પેાતાની મુડી ઉપર વેપાર કરવાનુ... હાય છે. તે જ ન્યાય આત્મા માટે છે. પેાતાની શક્તિરૂપ ગુણા જયાં સુધી પ્રગટે નહિ, ત્યાં સુધી તે ભલે જડના આશ્રય કરે, પણ તેનું ધ્યેય તે એ જડની સહાયથી પેાતાના ગુણેાને પ્રગટાવવાનુ અને જયના આશ્રય છેાડવાનું જ હાવુ' જોઈ એ.
સુમન ! ટૂંકમાં એમ સમજવુ કે-જે પરાયું છે. તેને છેડવામાં ન્યાય અને તેની મમતામાં અન્યાય છે. હા, છેડ વાની વૃત્તિપૂર્વક વ્યવહારથી સહાય લેવામાં કે તેનુ' પાલન વગેરે કરવામાં અન્યાય નથી.
સુમન ! શિષ્ટાચારની પ્રશંસા, એ પણ તત્ત્વથી ન્યાય છે, કારણ કે-આચાર એ આત્માની ગુણુરૂપી સમ્પત્તિને પ્રગટ કરવાના મૌલિક ઉપાય છે. પેાતાના ગુણાને પ્રગટ કરવા તે ન્યાય હાવાથી તેના ઉપાયરૂપ આચારાનું પાલન કે પ્રશંસા વગેરે પણ ન્યાય છે.
સુમન ! સદાચારની પ્રશંસાથી પેાતાના ગુણેાનાં આવારક કર્માના હાસ થાય છે અને ગુણેા પ્રગટ થાય છે. એમ પેાતાના હિત ઉપરાંત બીજા આત્માએ પણ પ્રશંસાથી સદાચારના પક્ષ કરી તેને પ્રગટ કરવા માટે પ્રયત્ના કરે છે, તેથી તે પરાપકારરૂપ પણ છે.
૧૪૨
'