________________
થવા છતાં અન્ય ના હિત માટે આચારનું પાલન અને પ્રશંસા કરે છે, તે આપણું તે તે વિશેષતયા કર્તવ્ય બની રહે છે.
માટે સુમન ! શિષ્ટાચારનું પાલન અને પ્રશંસા, એ ન્યાય છે. જે કેવળ પ્રશંસા પણ સ્વ-પરહિતકારી બને છે, તે પાલનપૂર્વક કરેલી પ્રશંસા તે વિશેષતયા હિતકર બને તેમાં પ્રશ્ન જ કયાં છે. ?
સુમન ! એક શ્રીમંત જે બીજાને ધનવાન બનાવવા માટે ઈ છે નહિ કે પ્રયત્ન કરે નહિ, તે તેની શ્રીમંતાઈનું કંઈ ફળ નથી, તે ભારભૂત છે. તેમ ગુણી જે બીજાને ગુણ બનાવવા માટે પ્રયત્ન ન કરે, તે તેના ગુણે ભારભૂત છે, તાત્વિક નથી. માટે પોતાના અને પરના હિત માટે પણ સદાચારની પ્રશંસા અનિવાર્ય છે.
સુમન ! અનાદિકાળથી જીવને પાપને પક્ષ છે, તેથી તેણે આજ સુધી પાપોની પ્રશંસા કરીને પાપ વધાર્યા છે. તેના પરિણામે તે આજ સુધી વિવિધ દુઃખોને ભોગવી રહ્યો છે. તેમાંથી છૂટવાને સાચો ઉપાય સદાચારનું પાલન અને પ્રશંસા છે, એમાં જ સવ પરકલ્યાણ હોવાથી તે ન્યાય છે.
સુમન ! આજ સુધી આપણે આ બે ગુણે અંગે ચિંતન કર્યું, હવે ત્રીજો ગુણ આર્ય સંસ્કૃતિના લગ્નના વિધિને છે. તેનું રહસ્ય ઘણું ગંભીર છે. તે હવે પછી કોઈ પ્રસંગે આપણે વધુ તાત્વિક વિચારીશું. આજે તો જે કંઈ વાત કરી છે, તેનું વાર વાર મનન-ચિંતન કરજે, કે જેથી તેનાં ગંભીર રહસ્યોને તું સ્વયં પામી શકીશ.
E;
૧૪૪