________________
આચારનુ' મહત્ત્વ અને તેના પાલનની અનિવાયતા સમજાવવાનું છે તેથી વાર વારએ વાતને કરૂ છું, કારણ કે-પ્રત્યેક આચારના પ્રરૂપક કરૂણાસમુદ્ર અને વીતરાગ એવા નિષ્કારણુ ઉપકારી શ્રી અરિહંતદેવા છે, તેથી તેઓએ પ્રરૂપેલા પ્રત્યેક આચારોમાં સમગ્ર વિશ્વનું હિત કરવાની શક્તિ છે અને એ શક્તિ તે આચારના યથાર્થ પાલન દ્વારા અખંડ રહી શકે છે. તેથી સુખના અથી જીવનું કર્ત્તવ્ય છે કે-તે આચારના પાલન દ્વારા સ્વ-પરકલ્યાણ સાધે અને એ આચારોને લેશ પણ દૂષિત અનાવ્યા વિના ભાવિ જીવાને એના ઉત્તમ વારસે આપે.
સુમન ! આજ સુધી આપણે મુખ્યતયા ન્યાયસમ્પન્ન વૈભવ અને શિષ્ટાચારની પ્રશંસા અ'ગે વિચાયુ' છે. તેમાં સુખનેા આધાર ન્યાય અને દુઃખાનું મૂળ અન્યાય, આટલી જ વાત મૌલિક છે. એને જ વિશેષ સમજવા જ્ઞાનીઓએ વિવિધ ગુણાનું વર્ણન કર્યુ છે. તત્ત્વથી તે કાઇપણ ગુણની ઉપાસના એ ન્યાય છે અને કાઈ પણ દોષનુ· સેવન એ અન્યાય છે.
એમ છતાં સુમન ! સવની બુદ્ધિ સમાન હાતી નથી, તેથી ખાળ જીવાને પણ સમજાવવા માટે એ જ વાતને વિસ્તાર વિવિધ શાસ્રોરૂપે કરેલા છે.
સુમન ! સર્વ શાસ્ત્રાના સાર એ જ છે કે-આત્મા ચેતન છે, તા તેણે પેાતાની સમ્પત્તિ રૂપે ગુણેાના આધારે જીવવુ... જોઇએ. એ ગુણ્ણા જ્યાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી તેને પ્રગટ કરવાના ધ્યેયથી ભલે તે જડ સાધનાના ઉપયાગ કરે, પણુ અંતે તેા તેણે જડની સહાય છેાડવી જ જોઈએ, કારણ કે-જડ પદાર્થો એ આત્માની પાતાની વસ્તુ નથી.
૧૪૧