________________
માં મારી
સુમન ! આજની વૈજ્ઞાનિક શોધથી પણ આ હકીકત સિદ્ધ થઈ છે અને વિવિધ સંગીતના પ્રયોગથી વિવિધ રંગોને શમાવવાની યોજના પણ અમુક સ્થળમાં ચાલુ થઈ છે.
સુમન ! કૃષ્ણવાયુદેવે કરેલી વ્યવસ્થા પ્રમાણે એક વખત તેના નિયત દિવસે ભેરી વગાડવામાં આવી અને એક રોગી આવવામાં એક દિવસ મેડે પડ્યો. તેણે જાણ્યું કે-ભેરી તે કાલે વાગી અને હવે છ મહિના પછી જ વાગશે, ત્યારે તેને ભારે આંચકે લાગ્યું. “આ રોગ છ મહિના સુધી કયી રીતે સહન થશે? –એ ચિંતાથી તેણે ઉપાય શોધવા માંડ્યો અને તેને સૂઝયું કે-જે ભેરીના શબ્દશ્રવણ માત્રથી પણ રેગ શમે છે, તો તે ભેરીનું ચામડું રેગ શમાવવા માટે સમર્થ કેમ ન બને? પછી તો તેણે ભેરીના રક્ષકને સાથે, લક્ષ્મીની લાલચમાં સપડાવ્યો અને મેં માગ્યા દામ આપી ભેરીના ચામડામાંથી એક ટૂકડે કપાવી લીધે.
સુમન બસ, પહેલ કરનારની રાહ માણસ જુએ છે. તે પછી તે તે વાત ગુપ્ત રીતે પણ કર્ણોપકર્ણ બીજા દર્દીઓ સાંભળતા ગયા અને શ્રીમંત દદી એ શીધ્રપણે રોગનો નાશ કરવા માટે લાંચ આપી આપીને ભેરીમાંથી ચામડાના ટૂકડાને મેળવતા રહ્યા. ભેરીના રક્ષકે પણ લક્ષ્મીની લાલચે મૂળ ચામડાને આપી, તેની જગ્યાએ બીજા ચામડાનાં કૃત્રિમ સાંધા જોડવા માંડ્યા. પરિણામ એ આવ્યું કે-છ મહિનામાં તો તે ભેરીમાંથી મૂળ ચામડું કપાઈ ગયું અને કૃત્રિમ સાંધાથી ભરી ભરાઈ ગઈ. જ્યારે છ મહિને એને વગાડી, ત્યારે તેના અવાજથી કોઈને રોગનાશની અસર ન થઈ અને હંમેશને માટે રોગીઓ નિરાશ થયા.
૧૩૪