Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 312
________________ શ્રી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં ચામડાની દેવાધિષિત 'ભેરી' નામનું એક વાજિંત્ર (નગારું) હતું. તેને વગાડતાં એ શબ્દ થતે કે–તેને સાંભળવાથી સાંભળનારના સર્વ જાતિના રેગ નાશ પામે અને છ માસ સુધી નો રોગ થાય નહિ. " પ્રજાવત્સલ કૃષ્ણ વાસુદેવે પ્રજાના હિતાર્થે તે ભેરીને છ છ માસના અંતરે વગડાવવાની વ્યવસ્થા કરી અને તેને વગાડવાને દિવસ વગેરેની સર્વત્ર જાહેરાત કરી. ઉપરાંત ભેરીના રક્ષણે માટે એક માણસને રક્ષક તરીકે નીમ્યો. સુમન ! વ્યવસ્થા પ્રમાણે દૂર દૂર દેશ-વિદેશથી રેગીઓ આવતા અને નિયત દિવસે ભેરી વાગતી. તેનો અવાજ સાંભથવાથી દરેક રાગીના વિવિધ રાગો શમી જતા. સુમન ! પુદ્ગલના ગુણ-ધમરૂપ તેના શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં એવી વિવિધ શક્તિ હોય છે કે અમુક પુદ્ગલના સેવનથી તે તે રાગે જન્મે છે અને તેથી વિરુદ્ધ ધર્મવાળા પુદ્ગલના સેવનથી તે તે રોગો શમી પણ જાય છે. વૈદ્યો-ડૉકટરે ઔષધ આપે છે તે પણ વિવિધ પુદ્ગલેના મિશ્રણથી જ તૈયાર થયેલાં હોય છે. રેગે આહારમાંથી જન્મે છે અને આહારથી શમે છે, એમ વૈદકશાસ્ત્ર માને છે. સૌને પ્રાયઃ એને અનુભવ પણ છે. ઔદારિક શરીરને માફક ન આવે છે કે તેટલે દારિક પુદગલને આહાર લેવાથી રેગ પ્રગટે છે અને તેના શમન માટે લેવાતાં ઔષધે પણ દારિક પુદ્ગલે જ હોય છે. કેઈ પુદ્ગલને રસ તે કોઈને ગંધ, કોઈને સ્પર્શ કે કેઈનું રૂપ રેગોને પ્રગટ કરે છે તેમ નથી. વિરુદ્ધ ૨સ વગેરેથી રાગ શમે પણ છે. એ રીતે તેના શબ્દમાં પણ રેગ પ્રગટાવવાની અને શમાવવાની શક્તિ હોય છે. ૧૩૩

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324