________________
[૧૯]
સુમન ! માનવજીવન અન્ય જાતિઓની અપેક્ષાએ ઘણું ઉચ્ચ છે, એમ સર્વ દર્શનકારો કહે છે અને સૌ કોઈ એ પ્રમાણે સ્વીકારે છે. તેનું કારણ માનવજીવનમાં મુખ્યતયા શિષ્ટાચાર, સદાચાર કે ધર્માચારરૂપ આચારધર્મના પાલન દ્વારા વિશિષ્ટ સાધના કરવાની હોય છે.
સુમન ! મનુષ્યના આ આચારધર્મના પાલનથી અન્ય જીનું હિત થાય છે, એથી એનું પિતાનું પણ હિત થાય છે અને અન્ય જીને આચારપાલનની હિતકર પ્રેરણા મળે છે. તેથી એમ કહી શકાય કે-એક સદાચારી ઉત્તમ મનુષ્ય જગતના છોને સંસારસમુદ્રથી પાર ઉતારનાર નાવિક છે.
સુમન ! નાવિકનું કાર્ય બીજાને તારવાનું હોય છે. તે બીજા મુસાફરોને તારે છે, છતાં બીજાને તારતાં પતે પણ તરે છે.
- સુમન ! બધાં નાવિક બની શકતા નથી, નાવિક તે કેઈ અમુક જ હોય છે, બીજા તે તરનારા તરીકે મુસાફરે હોય છે, પણ નાવિક અને મુસાફરે બધાંની બુદ્ધિ “નાવડી નિવિદને પાર ઉતરે અને સૌ તરે–પાર ઉતરે–એવી હેવાથી બધાં પાર ઉતરે છે. નાવડીની રક્ષામાં સર્વની રક્ષા સમજતા હોય છે.
૧૩૬